________________
૩૨૦
કર્મપ્રકૃતિ ભાગ - ૨
આરૂઢ થતાં ઉદયવતી પ્રકૃતિઓના ઉદય સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે પરંત પડતાં ઉદયાવલિકાના પ્રથમસમયથી અંત્ય સમય સુધી વિશેષહીન-હીન અને ઉદયાવલિકાના ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિના અંત્ય સમય સુધી અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવે છે. તેમજ ચડતી વખતે વિશદ્ધ પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે ઉત્તરોત્તર દરેક સમયે ઉપરની સ્થિતિઓમાંથી અસંખ્યાતગુણ દલિકો
લાવે છે. ત્યારે પડતી વખતે સંકિલષ્ટ પરિણામ હોવાથી અસંખ્યાતગુણ હીન-હીન દલિકો લાવે છે. પ્ર. ૪૪ અગિયારમા ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે તો ક્રમશઃ નીચે કયા ગુણસ્થાનક સુધી આવે ? ઉ. અગિયારમા ગુણસ્થાનકથી મરણના અભાવે જો અદ્ધાલયે પડે તો ક્રમશઃ ૧૦ મે, ૯મે, ૮મે,૭મે અને ૬ઢે અવશ્ય
આવે છે. અને કોઇક આત્મા છઠ્ઠાથી પમે અને ત્યાંથી ૪થે પણ આવે છે. તેમજ કોઇક છઠ્ઠા પાંચમા કે ચોથા
ગુણસ્થાનકથી સાસ્વાદનભાવ પામી મિથ્યાત્વે પણ જાય છે. પ્ર. ૪૫ ઉપશમશ્રેણિથી પડતાં કોઇપણ ગુણસ્થાનકમાં તેમજ સાસ્વાદન ગુણસ્થાનકે આવી કાળ કરે તો કઈ ગતિમાં જાય? ઉ. દેવાયુષ્ય સિવાય અન્ય ત્રણ આયુષ્ય બાંધી આત્મા ઉપશમશ્રેણિ કરી શકતો નથી માટે ઉપશમશ્રેણિથી પડતાં
કોઇપણ ગુણસ્થાનકે અગર સાસ્વાદન ગુણસ્થાનકે આવી કાળ કરે તો અવશ્ય દેવગતિમાં જ જાય, પરંતુ અન્ય
કોઇ ગતિમાં ન જ જાય. પ્ર. ૪૬ અગિયારમા ગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થાય તો કાળ કરીને જ્યાં ઉત્પન્ન થાય ? ઉ. પંચસંગ્રહમાં ઉપશમનાકરણ ગાથા ૮૫ની ટીકામાં બતાવ્યા મુજબ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય, પરંતુ
આ ગ્રંથની ઉપશમનાકરણ ગાથા ૬૩માં બતાવ્યા મુજબ દેવગતિમાં અને તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ૯ સૂત્ર ૪૯ના ભાષ્ય તથા ટીકામાં જઘન્યથી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય એમ બતાવેલ છે. માટે મતાન્તર હોય તેમ
લાગે છે. પ્ર. ૪૭ પંચસંગ્રહ તેમજ આ ગ્રંથકાર ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિનો ઉપશમ માનતા નથી પરંતુ વિસંયોજના જ માને
છે. તેથી તેઓના મતે ઉપશમશ્રેણિમાં અનંતાનુબંધિ સત્તામાં જ ન હોવાથી ઉપશમશ્રેણિથી પડતાં અનંતાનુબંધિના ઉદયના અભાવે સાસ્વાદન ગુણસ્થાનક શી રીતે આવે ? આ મહર્ષિઓના મતે અનંતાનુબંધિના ઉદય વિના પણ મિથ્યાત્વાભિમુખ અવસ્થામાં બાર કષાયોના ઉદયથી એક આવલિકા સુધી સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, એમ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ચૂર્ણિમાં તેમજ ગાથા ૧૬ની ટીકામાં
બતાવેલ છે. માટે કોઇ વિરોધ નથી. પ્ર. ૪૮ નવમા ગુણસ્થાનકમાં તેમજ તેથી ઉપરના ગુણસ્થાનકમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થયેલ કર્મ સત્તામાં
હોય કે ન હોય ? તેમજ ત્યાં આ ત્રણ કરણો પ્રવર્તે કે નહિ ? આઠમા ગુણસ્થાનકના ચરમ સમયે આ ત્રણે કરણો વિચ્છેદ થાય છે. માટે અનિવૃત્તિકરણાદિ ગુણસ્થાનકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ તેમજ નિકાચિત થયેલ કોઇપણ કર્મના દલિકો સત્તામાં હોતાં નથી. તેમજ કોઇપણ કર્મના
સત્તાગત દલિકોમાં આ ત્રણ કરણો પ્રવર્તતાં પણ નથી. પ્ર. ૪૯ નવમા ગુણસ્થાનકથી દેશોપશમનાની જેમ નિદ્ધત્તિ અને નિકાચના કરણો નવાં ભલે ન પ્રવર્તે પરત આઠમા
ગુણસ્થાનક સુધીમાં નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મ નવમા વિગેરે ગુણસ્થાનકમાં કેમ ન હોય ? નિદ્ધત્ત અને નિકાચિત કર્મપ્રકતિઓના સાદ્યાદિ, ભેદો, સ્થાનો અને સ્વામિઓ દેશોપશમનાની જેમ જ બતાવેલ છે. પણ ભિન્ન બતાવેલ નથી. જો નિદ્ધત્ત અને નિકાચિત થયેલ કર્મો નવમા વિગેરે ગુણસ્થાનકમાં પણ માનીએ તો નિદ્ધત્ત અને નિકાચિત કર્મોના સ્વામી અને સાદ્યાદિ દેશોપશમનાની જેમ ન આવે પણ જુદા જ આવે, માટે નિદ્ધા અને નિકાચિત થયેલ કર્મો નવમા વિગેરે ગુણસ્થાનકમાં હોતાં નથી. પરંતુ દેશોપશમનાથી ઉપશમેલ દલિક માત્ર અંતર્મુહૂર્ત સુધી જ ઉપશાંત હોય છે, અને પછી અનુપશાંત થાય છે. તેમ નિદ્ધત્ત અને નિકાચિત થયેલ દલિકો માટે નથી. કારણ કે નિદ્ધત્ત અને નિકાચિત થયેલ દલિકો અંતર્મુહૂર્તથી ઘણાં વધારે કાળ સુધી પણ તે જ સ્વરૂપે સત્તામાં રહે છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org