________________
૩૧૮
કર્મપ્રકૃતિ ભાગ - ૨ પ્ર.૨૯ કઈ કઈ ગુણશ્રેણિ કરવાની ક્રિયા કેટલો કાળ ચાલે ? ઉ. દેશવિરતિ, સર્વવિરતિ અને સયોગી ઓ ત્રણ ગુણશ્રેણિ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ કાળ પર્વત
અને શેષ આઠ ગુણશ્રેણિઓ કરવાની ક્રિયા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી ચાલે છે. પ્ર. ૩૦ દેશોનપૂર્વક્રોડ કાળ સુધી જે ત્રણ ગુણશ્રેણિઓ થાય છે તેમાં કાળ તથા દલિકોને આશ્રયી ફેરફાર હોય કે ન
હોય ? આ ત્રણે શ્રેણિઓમાં દરેક સમયે ઉતારેલ દલિકો સરખા જ અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ગોઠવે છે પરંતુ દેશવિરતિની ગુણશ્રેણિના નિષેક રચનાના સ્થાનો કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિના દલિક રચનાના સ્થાનો સંખ્યાતગુણહીન અર્થાત્ સંખ્યાતમા ભાગ જેટલાં અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને સયોગી ગુણશ્રેણિની દલિક રચનાના સ્થાનો તેથી પણ સંખ્યામા ભાગ પ્રમાણ નાના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તેમજ દેશવિરતિ અથવા સર્વવિરતિની પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામ હોય છે. તેથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. પરંતુ અંતર્મુહૂર્ત પછી અવસ્થિત પરિણામ રહે અથવા વર્ધમાન કે હીયમાન પરિણામ પણ થાય. માટે પરિણામના અનુસાર જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન અને વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસાર ક્રમશઃ અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક અને જો હીયમાન પરિણામ હોય તો પરિણામના અનુસારે ઉપરની સ્થિતિમાંથી અનુક્રમે અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દરેક સમયે દલિકો લાવી ગુણશ્રેણિની રચના કરે છે. પરંતુ દેશવિરતિ કરતાં સર્વવિરતિની ગુણશ્રેણિમાં અને તેથી પણ સયોગીની ગુણશ્રેણિમાં ક્રમશ: અનંતગુણ વિશુદ્ધિ હોવાથી એક એકથી અસંખ્યાતગુણ દલિકો લાવે છે. તેમજ સયોગી ગુણસ્થાનકે સર્વ કાળ અવસ્થિત પરિણામ હોવાથી ગુણશ્રેણિની રચના માટે દરેક સમયે ઉપરની સ્થિતિમાંથી
સમાન દલિકો જ લાવે છે. પ્ર. ૩૧ અનંતાનુબંધિની વિસંયોજના (ક્ષપણા) કોણ કરે ? ઉ. ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ ચારે ગતિમાં રહેલ અવિરત અથવા દેશવિરત તિર્યંચો અને મનુષ્યો તેમજ સર્વવિરત મનુષ્યો
વિશુદ્ધિના પ્રાબલ્યથી ચારે અનંતાનુબંધિની વિસંયોજના કરે છે. અને મતાન્તરે ચોથાથી સાતમા ગુણસ્થાનક
સુધીના મનુષ્યો ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થતાં પહેલાં ચાર અનંતાનુબંધિની ઉપશમના પણ કરે છે. પ્ર. ૩૨ અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો તે ભવે અવશ્ય મોક્ષમાં જાય જ ? ઉ. સામાન્યથી અબદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ પામે તો તેજ ભવે મોક્ષમાં જાય પરંતુ અબદ્ધાયુ હોવા છતાં ક્ષાયિક સમ્યકત્વ
પ્રાપ્ત કરતાં પૂર્વે જો જિનનામ નિકાચિત કરેલ હોય તો ત્રીજા ભવે જ મોક્ષે જાય. પ્ર. ૩૩ કઈ લેગ્યામાં વર્તતો આત્મા દર્શનત્રિકની લપણા કરે ? ઉ. જેમ ચારિત્રમોહનીયની ક્ષપણા શુકલ લેગ્યામાં વર્તતો કરે છે. તેમ દર્શનમોહનીયની ક્ષપણા પણ શુકલ લેગ્યામાં
વર્તતો કરે છે. પરંતુ સમ્યકત્વમોહનીયનો ચરમ સ્થિતિઘાત થયા બાદ કૃતકરણ અવસ્થામાં એટલે કે સમ્યકત્વમોહનીયને વેદતો હોય ત્યારે પરિણામની હાનિ પણ થાય છે. માટે પરિણામના અનુસારે છમાંથી કોઈપણ
લેશ્યામાં વર્તતો હોય છે. પ્ર. ૩૪ ઉપશમશ્રેણિમાં ૯, ૧૦ અને ૧૧માં ગુણસ્થાનકે મોહનીયકર્મની કેટલી સ્થિતિસત્તા હોય ? ઉ. કર્મપ્રકૃતિચૂર્ણિના હિસાબે-આ ત્રણે ગુણસ્થાનકમાં ક્રમશઃ હીન-હીન હોવા છતાં અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ
સ્થિતિસત્તા હોય છે. પ્ર. ૩૫ ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી મતિજ્ઞાનાવરણીય વિગેરે બાર દેશઘાતિ પ્રકૃતિઓનો
જેમ દેશઘાતી રસબંધ બતાવ્યો તેમ, મોહનીયકર્મની પ્રકૃતિઓનો દેશઘાતિ સબંધ કેમ ન બતાવ્યો ? અને તેઓનો દેશઘાતિ સબંધ કયારે થાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org