SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ કર્મપ્રકૃતિ ભાગ - ૨ રસવાળી છે. એમ પૂર્વ - પૂર્વના સમયમાં કરાયેલ કિઓિમાંની જે કિટ્ટિ સર્વથી અલ્પ રસવાળી છે. તે પણ પછી-પછીના સમયે કરાયેલ સર્વથી અધિક રસવાળી કિટ્ટિની અપેક્ષાએ અનંતગુણ રસવાળી હોય છે. પ્રથમ સમયે કરાયેલ કિઠ્ઠિઓમાંની જે કિષ્ટિ સર્વથી અલ્પ રસ અને ઘણાં પ્રદેશોવાળી છે, તેના દલિકની અપેક્ષાએ પણ બીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે સર્વથી ઘણાં રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિકવાળી છે. તેની અપેક્ષાએ ત્રીજા સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિટ્ટિ સર્વથી ઘણાં રસ અને અલ્પ દલિકવાળી છે તે પણ અસંખ્યાતગુણ દલિકોવાળી છે. તેની અપેક્ષાએ ચોથે સમયે કરાયેલ કિઠ્ઠિઓમાં જે કિટ્ટિ સર્વથી અધિક રસ અને અલ્પ પ્રદેશવાળી છે તે પણ અસંખ્યાતગુણ પ્રદેશવાળી છે. એમ ચરમ સમય સુધી સમજવું. કિટ્રિકરણોદ્ધાના ઘણાં સંખ્યાતા ભાગ જાય ત્યારે સંલોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો દિવસ પૃથકત્વ અને શેષ ત્રણ કર્મનો ઘણાં હજારો વર્ષ પ્રમાણ થાય છે. અને તે પણ હીન-હીન થતાં કિટ્ટિકરણોદ્ધાના ચરમ સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમ સમયે હમણાં બતાવેલ અંતર્મુહૂર્તની અપેક્ષાએ સંવ લોભનો ઘણાં નાના અંતર્મુહર્ત પ્રમાણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો એક અહોરાત્ર પ્રમાણ અને શેષ ત્રણ કર્મનો કંઈક ન્યૂન બે વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. અને ત્યાર પછીના સમયે જીવ દસમાં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. જે સમયે દસમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે તે સમયે લોભ વેદનાદ્ધારૂપ સંલોભના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ કરાયેલ પ્રથમ સ્થિતિની એક આવલિકા અને છેલ્લા બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ તેમજ કિટ્રિકરણાદ્ધામાં કરાયેલ કિઠ્ઠિઓ સિવાયનું સંઇ લોભનું સર્વદલિક ઉપશાંત હોય છે. અને કિટ્ટિકરણાદ્ધામાં દ્વિતીયસ્થિતિમાં જે કિઠ્ઠિઓ કરેલી છે તેમાંથી દસમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કેટલીક કિઠ્ઠિઓને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યાને વિષે દસમા ગુણસ્થાનકના કાળપ્રમાણ કાળમાં ગોઠવી પ્રથમસ્થિતિ બનાવે છે, અને તેને ભોગવે છે. તેમજ તે જ સમયથી નવમાં ગુણસ્થાનકના છેલ્લે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ સંતુલોભને બે સમય ન્યૂન બે આવલિકા કાળમાં ઉપશમાવે છે. તેમજ કિટ્ટિકરણાદ્ધાની બાકી રહેલ સં લોભની આવલિકાને તિબુકસંક્રમથી પ્રથમસ્થિતિમાં સંક્રમાવી આવલિકા પ્રમાણ કાળમાં ભોગવી નાશ કરે છે. દસમા ગુણસ્થાનકના પ્રથમ સમયે કિટ્ટિકરણોદ્ધાના પહેલા અને છેલ્લા સમયે કરાયેલ કિઠ્ઠિઓ સિવાયની બાકીના સમયમાં કરાયેલ દરેક કિટ્ટિઓના કેટલાક દલિકો ઉદયમાં આવી જાય એવી રીતે ગોઠવે છે. અને પ્રથમ સમયે કરાયેલ કિષ્ટિઓનો ઉપરનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ કિઠ્ઠિઓ તેમજ ચરમ સમયે કરાયેલ કિઠ્ઠિઓના નીચેના અસંખ્યાતમા ભાગને છોડી શેષ કિઠ્ઠિઓ ઉદીરણા દ્વારા પ્રથમ સમયે ઉદયમાં આવે છે. બીજા સમયે ઉદય પ્રાપ્ત કિઠ્ઠિઓનો અસંખ્યાતમો ભાગ ભોગવ્યા વિના જ ઉપશમાવે છે... અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાથી એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ કિઠ્ઠિઓ અનુભવવા માટે ગ્રહણ કરીને ઉદય સમયમાં ગોઠવી ભોગવે છે, એમ આ ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી દરેક સમયે ઉદયપ્રાપ્ત કિઠ્ઠિઓનો એક એક અસંખ્યાતમો ભાગ અનુભવ્યા વિના ઉપશમાવે છે. અને દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાદ્વારા અપૂર્વ અસખ્યાતમાં ભાગ પ્રમાણ કિદિને ગ્રહણ કરી અનુભવવા માટે ઉદય સમયમાં ગોઠવે છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ચરમસમય સુધી દ્વિતીય સ્થિતિમાં જે સૂક્ષ્મકિટ્રિકત દલિક અનુપશાંત છે. તેને પણ પૂર્વ -પૂર્વના સમયથી પછી-પછીના સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવી ચરમ સમયે સંપૂર્ણ ઉપશાંત કરી લે છે. આ ગુણસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો અંતર્મુહુર્ત પ્રમાણ, નામ અને ગોત્રકર્મનો સોળમુહુર્ત પ્રમાણ અને વેદનીયનો ચોવીસમુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનકે મોહનીયકર્મ સંપૂર્ણ ઉપશાંત થયેલ હોવાથી તેનો અનુદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ મરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહીં પતઘ્રહનો અભાવ હોવાથી ગુણસંક્રમ તેમજ કાષાયિક બંધનો અભાવ હોવાથી અપૂર્વ-સ્થિતિબંધ આ બે પદાર્થો પ્રવર્તતા નથી. પરંતુ મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ આ ત્રણ પદાર્થો પ્રવર્તે છે. આ ગુણસ્થાનકે અવસ્થિત પરિણામ હોવાથી ઉપરની ગુણશ્રેણિઓની જેમ દરેક સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારતો નથી પરંતુ સરખા પ્રમાણમાં જ દલિકો ઉતારે છે. અને જેમ-જેમ પૂર્વના સમયો ભોગવાઈ ને દૂર થાય છે તેમ-તેમ ઉપર-ઉપરના સ્થાનોમાં દલિક રચના થાય છે. અને તે દલિક રચના આ ગુણસ્થાનકના સંખ્યામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy