________________
૩૦૪
કર્મપ્રકૃતિ ભાગ - ૨ જેટલો કાળ માનનો ઉદય રહેવાનો છે તેટલાંથી એક આવલિકા વધારે કાળ સુધીમાં પૂર્વ-પૂર્વના સમયથી પછી-પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે દલિકો ગોઠવી પ્રથમસ્થિતિ બનાવી તેનો ઉદય કરે છે.
સંવમાનોદયના પ્રથમ સમયે માન વગેરે ત્રણેનો સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે અને તે જ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણ માનને ઉપશમાવવાની શરૂઆત કરે છે. જ્યારે માનની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે છે ત્યારે સંવમાન અપતટ્ઠહ થાય છે. માટે તે સમયથી અન્યપ્રકૃતિના દલિકો સંવમાનમાં સંક્રમતા નથી, પરંતુ માયા અને લોભમાં સંક્રમે છે. સંમાનની પ્રથમસ્થિતિ બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે. તેમજ પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે. અને સંવમાનના બંધ-ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તેમજ તે સમયે માનની પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીયસ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક વિના સંવમાનનું પણ સર્વ દલિક ઉપશાંત થયેલું હોય છે.
સંવમાનના બંધવિચ્છેદ સમયે સંમાન વિગેરે ત્રણ કષાયનો સ્થિતિબંધ બે માસ પ્રમાણ અને શેષ જ્ઞાનાવરણીય વગેરે કર્મોની સંખ્યાતવર્ષ પ્રમાણ હોય છે. સંવમાનના બંધવિચ્છેદ પછીના સમયે સંવમાયાના દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષ નવમા ગુણસ્થાનકે જેટલો કાળ માયાનો ઉદય રહેવાનો છે, તેટલાથી આવલિકા અધિક કાળ પ્રમાણ અતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી ગુણશ્રેણિના ક્રમે ઉદય સમયથી લઈ અસંખ્યાતગુણાકારે ગોઠવી પ્રથમસ્થિતિ બનાવી તેને વેદે છે.
માયોદયના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન આ ત્રણે માયાને ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને સંમાયાની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા રહે ત્યારે સંમાયા અપતટ્ઠહ થવાથી અન્ય પ્રકૃતિના દલિકો તેમાં સંક્રમતાં નથી પરંતુ લોભમાંજ સંક્રમે છે. તેમજ સંમાયાની પ્રથમસ્થિતિ એ આવલિકા બાકી રહે ત્યારે આગાલ બંધ પડે છે, અને એક આવલિકા બાકી રહે ત્યારે સંમાયાના બંધ-ઉદય-ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે, અને તેજ સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો સંપૂર્ણ ઉપશમ થઇ જાય છે. પરંતુ સંમાયાનું પ્રથમ સ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીયસ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. અને તે અનુપશાંત દલિકને પણ તે સમયથી સમયોન બે આવલિકા કાળમાં ઉપશમાવે છે.
સ,માયાના બંધવિચ્છેદ સમયે સંમાયા અને લોભનો એક માસ પ્રમાણ અને શેષ કર્મોનો સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. માયોદયના વિચ્છેદ પછીના સમયે લોભના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી હવે પછી જેટલો કાળ લોભનો ઉદય રહેવાનો છે તેટલાં કાળના ત્રણ ભાગ કલ્પી તેના બે ભાગ પ્રમાણ કાળમાં એટલે કે નવમા ગુણસ્થાનકના કાળથી એક આવલિકા અધિક કાળ પ્રમાણ અંતરકરણરૂપ ખાલી જગ્યામાં દલિકો લાવી પ્રથમ સમયથી અસંખ્યાતગુણાકારે ગોઠવી પ્રથમ સ્થિતિ બનાવી તેનો ઉદય શરૂ કરે છે. તેમજ સંઘમાયાના બંધવિચ્છેદ પછીના સમયે અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે લોભને ઉપશમાવવાની શરૂઆત કરે છે. તેમજ સંલોભની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે સંલોભ અપતટ્ઠહ થવાથી બંને લોભને સ્વસ્થાને જ ઉપશમાવે છે પરંતુ પતઘ્રહના અભાવે સંક્રમાવતો નથી, અને નવમા ગુણસ્થાનકના ચરમ સમયે અપ્રત્યાખ્યાનીય તેમજ પ્રત્યાખ્યાનીય લોભ સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે.
જે સમયે સંવલોભનો ઉદય થાય છે તે સમયથી લોભના ઉદય કાળના ત્રણ વિભાગ કરે છે, અને તેમાંથી પ્રથમ બે ભાગમાં દલિકો ગોઠવે છે. એ વાત ઉપર બતાવવામાં આવેલ છે. તેમાં લોભ વેદવાના પહેલા ભાગનું અશ્વકર્ણકરણાદ્ધા, બીજા ભાગનું કિટ્રિકરણાદ્ધા અને ત્રીજા ભાગનું નામ કિટ્ટિવેદનાદ્ધા છે. ત્યાં સંખ્યાતા સ્થિતિઘાત પ્રમાણ અશ્વકર્ણકરણોદ્ધા કાળમાં દ્વિતીયસ્થિતિમાં રહેલ સં. લોભના દલિકોના દરેક સમયે અપૂર્વ સ્પર્ધકો કરે છે. એટલે કે-અનાદિ સંસારમાં બંધદ્વારા કોઈવાર સં લોભના ન કર્યા હોય તેવાં હમણાં બધ્ધમાન લોભના રસ અદ્ધકોની સમાન સત્તાગત દલિકોના રસ સ્પર્ધકોમાંથી કેટલાયે નવાં રસ રૂદ્ધકો બનાવે છે, એટલે કે ચડતાં ચડતાં રસાણુઓનો ક્રમ તોડયા વિના સત્તાગત રસ સ્પર્ધકોને અનંતગુણહીન રસવાળા કરી નવાં રસ સ્પર્ધકો બનાવે છે. અને તે જ અપૂર્વ અદ્ધકો કહેવાય છે.
ત્યારબાદ લોભ વેદવાના બીજા ભાગમાં પ્રવેશ કરે છે, અને તેજ કિટ્ટિકરણાદ્ધાનો કાળ છે. તે કિટ્ટિકરણાદ્ધાના પ્રથમ સમયે સંઇ લોભનો સ્થિતિબંધ દિવસ પૃથકત્વ અને શેષ કર્મોનો વર્ષ પૃથકત્વ પ્રમાણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org