SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ પ્રથમ અનંતાનુબંધિની વિસંયોજના અથવા જે આચાર્ય ભગવંતો ઉપશમના પણ માને છે તેઓના મતે અનંતાનુબંધિની ઉપશમના કરીને પણ છઠ્ઠા અથવા સાતમા ગુણસ્થાનકે દર્શનત્રિકની ઉપશમના કરે છે... આ દર્શનત્રિકની ઉપશમના કરતાં પણ યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે. અને તેનું સ્વરૂપ જેમ મિથ્યાત્વની ઉપશમના કરતાં અથવા અનંતાનુબંધિની ઉપશમના કરતાં બતાવવામાં આવેલ છે તેમ અહીં પણ સમજવું. પરંતુ અપૂર્વકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સમ્યક્ત્વમોહનીયમાં ગુણસંક્રમ પણ પ્રવર્તે છે. અને અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંત૨ક૨ણ ક૨ે છે. પરંતુ અનુદિત મિથ્યાત્વ અને મિશ્રમોહનીયની પ્રથમસ્થિતિ આવલિકા પ્રમાણ અને ઉદય પ્રાપ્ત સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિ બાકી રહેલ અનિવૃત્તિકરણના સંખ્યાતમા ભાગ જેટલા અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે. ૨૯૭ મિથ્યાત્વ તથા મિશ્રની આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ સ્તિબુકસંક્રમથી સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવી અને સમ્યક્ત્વમોહનીયની પ્રથમસ્થિતિ રસોદયથી અનુભવી સત્તામાંથી દૂર કરે છે. ત્રણે પ્રકૃતિઓનો અંત૨ક૨ણમાં રહેલ દલિકોને ત્યાંથી દૂર કરી સમ્યક્ત્વની પ્રથમસ્થિતિમાં પ્રક્ષેપી ભોગવીને ક્ષય કરે છે. તેમજ ત્રણેના દ્વિતીય (અંતરકરણની ઉપરની) સ્થિતિમાં રહેલ દલિકોને અનંતાનુબંધિની ઉપશમનામાં બતાવ્યા પ્રમાણે અસંખ્યાતગુણાકારે ઉપશમાવે છે. અને અપૂર્વકરણના પ્રથમસમયથી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો જે ગુણસંક્રમ શરૂ થયો હતો તે અંતરકરણમાં પ્રવેશ કર્યા પછી પણ અંતર્મુહૂર્ત સુધી ચાલુ રહે છે. ત્યારબાદ અંતરકરણમાંજ આ બન્ને પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ શરૂ થાય છે. શેષ સર્વ સ્વરૂપ પ્રથમની જેમ જ સમજવાનું છે. આ રીતે દર્શનત્રિકની ઉપશમના કરીને ઉપશમસમ્યક્ત્વી અથવા ક્ષાયિકસમ્યક્ત્વી ચારિત્રમોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે. (પેઇઝ નંબર ૨૨૨-૨૨૩માં યંત્ર નંબર-૧૬ જુઓ) (−ઃ ૭મું ચારિત્ર મોહનીય ઉપશમના અધિકાર દ્વાર : ચારિત્રમોહનીયની ઉપશમના કરતાં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે હજારોવાર ગમનાગમન કરીને પ્રથમ બતાવેલ સ્વરૂપવાળા યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, પરંતુ યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે કરે છે. અર્થાત્ આ ત્રણ ગુણસ્થાનકો ત્રણ કરણ સ્વરૂપ છે. અહીં અપૂર્વકરણમાં અને અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો પ્રવર્તે છે,પરંતુ અપૂર્વક૨ણના પ્રથમ સમયથી સત્તામાં રહેલ બધી અશુભપ્રકૃતિઓનો બધ્યમાન સ્વજાતીય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ થાય છે. હવે અનિવૃત્તિકરણમાં જે વિશેષતા છે, તે બતાવવામાં આવે છે. આ કરણના પ્રથમ સમયથી સત્તાગત સર્વ કર્મપ્રકૃતિના કોઇપણ દલિકોમાં દેશોપશમના, નિદ્ધત્તિ અને નિકાચના થતી નથી. અર્થાત્ આ ત્રણમાંથી કોઇપણ કરણો લાગતાં નથી. તેમજ અપૂર્વકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના સાતે કર્મની જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ હોય છે તેની અપેક્ષાએ આ ગુણસ્થાનકના પ્રથમ સમયે સંખ્યાતગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા અને કંઇક ન્યૂન ક્રોડ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ હોય છે. અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. નામ અને ગોત્રકર્મની સ્થિતિ અન્યકર્મ કરતાં ઓછી અને પરસ્પર સમાન હોવાથી આ બન્ને કર્મની સત્તા અને બંધ અન્યકર્મની અપેક્ષાએ અલ્પ હોય છે, નામ તથા ગોત્રકર્મ કરતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય અને અંતરાય આ ચાર કર્મની સ્થિતિ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે. અને તુલ્ય સ્થિતિવાળા હોવાથી પરસ્પર સમાન હોય છે. અને આ ચાર કર્મ થકી પણ મોહનીયકર્મની સ્થિતિસત્તા તથા બંધ અધિક હોવાથી સત્તા અને બંધ પણ અધિક હોય છે. અહીં બંધ કંઇક ન્યૂન ક્રોડ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. પરંતુ પંચસંગ્રહમાં બંધ પણ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. આ કરણમાં ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડનો ઘાત થાય છે. અને પૂર્વ-પૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પછી-પછીનો નવો-નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ઓછો ઓછો થાય છે. હવે આ કરણમાં ઘણાં હજારો સ્થિતિઘાતો વ્યતીત થયા બાદ બંધ અને સત્તા આશ્રયી એક-એક કર્મમાં જે વિશેષતા થાય છે, તે બતાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy