________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૨૯૭
તે જે સમયે આ બે ગુણ પ્રાપ્ત કરે છે તે સમયથી ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી ગુણશ્રેણિ કરે છે વળી ગુણ પ્રાપ્તિના સમયથી અંતર્મુહર્ત કાળ સુધી અવશ્ય વર્ધમાન પરિણામવાળો હોવાથી પૂર્વ-પૂર્વના સમયથી પછી પછીના ઉત્તરોત્તર સમયે ઉપરથી અસંખ્યાતગુણ દલિકો ઉતારી અંતર્મુહૂર્ણકાળ સુધીમાં અસંખ્યાતગુણાકારે ગોઠવે છે.
ત્યારબાદ ગુણપ્રાપ્તિના સમયની અપેક્ષાએ અથવા જે સમયે ગુણશ્રેણિનો વિચાર કરીએ તેના પૂર્વ સમયની અપેક્ષાએ કોઈક જીવને વર્ધમાન, કોઇક જીવને અવસ્થિત અર્થાત્ તેવાને તેવા અને કોઇક જીવને હીયમાન અર્થાત્ ઉતરતા પરિણામ પણ હોય છે માટે ગુણશ્રેણિ પણ સમાન થતી નથી. પરંતુ વર્ધમાન પરિણામ હોય તો પરિણામના અનુસાર ઉપરથી પ્રતિસમયે અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાતગુણ અધિક દલિકો ઉતારે છે. જો અવસ્થિત પરિણામ હોય તો ઉપરથી દરેક સમયે સમાન દલિકો ઉતારે છે અને જો હાયમાન પરિણામ હોય તો પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે પરિણામના અનુસારે ઉપરથી અસંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અથવા અસંખ્યાતગુણહીન દલિકો ઉતારે છે.
જે સમયે ઉતારે છે, તે જ સમયે અનુદયવતી પ્રવૃતિઓની ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયથી અને રસોઇયવતી પ્રકૃતિઓમાં ઉદય સમયથી અંતર્મુહૂર્ત કાળ સુધીના સ્થાનોમાં અનુક્રમે અસંખ્યાત ગુણાકારે ગોઠવે છે. એમ જ્યાં સુધી દેશવિરતિ અથવા સર્વવિરતિ રહે ત્યાં સુધી ગુણશ્રેણિ પણ ચાલુ રહે છે. અને સર્વત્ર અંતર્મુહૂર્ત કાળ સુધીના સમાન સ્થાનોમાં દલિક રચના થાય છે.
ઇરાદાપૂર્વક વ્રતોનો ભંગ નિષ્ફર પરિણામ વિના થતો નથી, એથી જો જાણી બુઝીને વ્રતોનો ભંગ કરી આ બે ગુણોથી આત્મા નીચે ઉતરે તો પુનઃ યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ કરીને જ આ બે ગુણો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઇરાદા વિના પ્રબળ મોહનીયકર્મના ઉદયથી જે આત્માઓ નીચેના ગુણસ્થાનકોમાં જાય છે. તેઓને તેવા નિષ્કર પરિણામ ન હોવાથી આ બે કરણ કર્યા વિના પણ પુનઃ દેશવિરતિ અથવા સર્વવિરતિ થઇ શકે છે.
-: ૪થું હાર- અનંતાનુબંધિની વિસંયોજના :-) ઉપશમશ્રેણિ કરનાર જીવોને આ ગ્રન્થકાર તેમજ પંચસંગ્રહ વગેરે આચાર્યોના મતે પ્રથમ અનંતાબંધિની વિસંયોજના જ થાય છે પરંતુ ઉપશમના થતી નથી, માટે ચારિત્રમોહનીયની ઉપશમનાનું સ્વરૂપ કહેતાં પહેલાં અનંતાનુબંધિની વિસંયોજના કયા આત્માઓ કઇ રીતે કરે છે તે બતાવે છે.
' ચારે ગતિમાં રહેલ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય ક્ષયોપશમ સમ્યકત્વી યથાસંભવ ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના જીવો ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં બતાવેલ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. તેમાં ત્રણે કરણોનું સ્વરૂપ પૂર્વે બતાવેલ છે તેમ અહીં પણ સમજવું. પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમસમયથી અનંતાનુબંધિ ચારે કષાયોનો ઉદ્દલનાનુવિદ્ધ ગુણસંક્રમ શરૂ થાય છે. તેથી બધ્યમાન શેષ મોહનીયકર્મની પ્રકૃતિઓમાં પ્રતિસમયે અસંખ્યાત ગુણાકારે અનંતાનુબંધિના દલિકોનો સંક્રમ થાય છે...અને અનંતાનુબંધિનો ઉપશમ કરવાનો ન હોવાથી તેનું અંતરકરણ થતું નથી. તેમજ અંતરકરણના અભાવે અંતરકરણની નીચેની અને ઉપરની એમ બે સ્થિતિઓ પણ થતી નથી, પરંતુ અનિવૃત્તિકરણના કાળનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નીચે એક ઉદયાવલિકા છોડી તે સિવાય સંપૂર્ણ અનંતાનુબંધિનો ક્ષય થઈ જાય છે. અને શેષ રહેલ ઉદયાવલિકાને પણ સ્તિબુકસંક્રમ દ્વારા વેદ્યમાન મોહનીયકર્મની પ્રકૃતિમાં સંક્રમાવી અનંતાનુબંધિ સત્તારહિત થાય છે.
તે પછી અંતર્મુહૂર્ત બાદ અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોના પણ સ્થિતિઘાત, રસઘાત તેમજ ગુણશ્રેણિ બંધ પડે છે. તેથી આત્મા સ્વભાવસ્થ થાય છે.
અનંતાનુબંધિનો ઉપશમ કરીને પણ ઉપશમશ્રેણિ થઈ શકે છે એમ જે આચાર્ય મ.સાહેબો માને છે, તેઓને મતે અનંતાનુબંધિની ઉપશમનાનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
ક્ષયોપશમ સમ્યકત્વી ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં વર્તમાન મનુષ્ય ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના અધિકારમાં બતાવ્યા મુજબ કરણ કાળ પહેલાં અંતર્મુહૂર્ત સુધી યોગ્યતાઓ પ્રાપ્ત કર્યા પછી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણો કરે છે, પરંતુ અહીં અનંતાનુબંધિનો બંધ ન હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયથી તે ગુણસંક્રમ પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org