________________
૨૮૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
( અથ સ્થિતિ દેશોપશમના :-) ठिइसंकमोब ठिइउवसमणा नवरिं जहन्नया कज्जा । अब्भवसिद्धि जहन्ना , उबलगणियट्टिगे वियरा ।। ७० ॥ स्थितिसंक्रम इव स्थित्युपशमना नवरं जघन्या कार्या ।
अभव्यसिद्धिक जघन्या उद्वलकनिवृत्तिकयो।तराः ॥ ७० ॥ ગાથાર્થ :- સ્થિતિસંક્રમવતુ સ્થિતિ દેશોપશમના પણ જાણવી, પરંતુ જઘન્ય સ્થિતિ દેશોપશમનામાં અભવ્ય સિદ્ધિક જીવ પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ જાણવી, અને તેથી ઇતર સ્થિતિવાળી પ્રકૃતિઓની દેશોપશમના ઉદ્દવલનામાં વા અપૂર્વકરણમાં જાણવી.
ટીકાર્થ - પ્રકૃતિ દેશોપશમના કહીં, હવે સ્થિતિ દેશોપશમના કહે છે-સ્થિતિ દેશોપશમના સ્થિતિસંક્રમની જેમ જાણવી. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રરૂપણાથી ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોપશમના પ્રરૂપણામાં કોઇપણ વિશેષ ફેર નથી. જઘન્ય સ્થિતિ દેશોપશમના પણ જઘન્ય સ્થિતિ તુલ્ય જ પ્રાય: હોય છે. અહીં વિશેષ એ છે કે જઘન્ય સ્થિતિ દેશોપશમનાની સ્વામિત્વ પ્રરૂપણામાં અભવ્ય સિદ્ધિક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતાં એકેન્દ્રિય જીવની કરવી, કારણ કે તે જીવને પ્રાયઃ સર્વ કર્મોની અતિ જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થતી હોવાથી, અને ઈતર બીજી પ્રવૃતિઓ જે અભવ્ય સિદ્ધક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિઓ ન થાય તે પ્રકૃતિઓનો ઉદૂવલના કરનાર જીવમાં અથવા અપૂર્વકરણમાં જઘન્ય સ્થિતિ દેશોપશમના જાણવી.
ત્યાં ઉદ્ગલકમાં અર્થાત્ ઉવલના પ્રાયોગ્ય પ્રવૃતિઓના અન્ય સ્થિતિખંડમાં પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ ઉદ્વલના માટે પ્રવૃત્ત થયેલ જીવને, ત્યાં પણ આહારકસપ્તક, સમ્યક્ત્વ અને મિશ્રએ ૯ પ્રકૃતિઓનો એકેન્દ્રિય અથવા ઈતર. અને બાકીની વૈક્રિયસપ્તક-દેવદ્ધિક-નરકદ્ધિક-મનુષ્યદ્વિક-ઉચ્ચગોત્ર એ ઉદ્વલના યોગ્ય ૧૪ પ્રકૃતિઓનો ઉવલક એકેન્દ્રિય જીવ જ હોય છે. અને બીજી પ્રકૃતિઓનો તો અપૂર્વકરણના અન્ય સમયમાં વર્તતો જીવ જઘન્ય દેશોપશમના કરે છે.
ઇતિ સ્થિતિ દેશોપશમના સમાપ્ત (-: અથ અનુભાગ દેશોપશમના :-) अणुभागसंकमसमा, अणुभागुवसामणा ऽणियट्टिम्मि । . संकमपएसतुल्ला, पएसुवसामणा चेत्थ ।। ७१ ॥ अनुभागसंक्रमसमा - ऽनुभागोपशमना निवृत्तौ ।
संक्रमप्रदेशतुल्या, प्रदेशोपशमना चेह ।। ७१ ॥ ગાથાર્થ :- અનુભાગસંક્રમ તુલ્ય અનુભાગ દેશોપશમના પણ અપૂર્વકરણમાં જાણવી, અને અહીં પ્રદેશ દેશોપશમના તે પ્રદેશસંક્રમ તુલ્ય જાણવી.
ટીકાર્થ :- અનુભાગ દેશોપશમના અનુભાગ સંક્રમ સમાન કહેવી. અને તે ક્યાં સુધી કહેવી તો કહે છે - નિવૃત્તિ અર્થાતું અપૂર્વકરણના અન્ય સમય સુધી એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે. - જે ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી પૂર્વે કહ્યાં છે તે જ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના પણ સ્વામી છે. ત્યાં અશુભપ્રકૃતિઓના મિથ્યાદષ્ટિ, શુભપ્રકૃતિઓના સમ્યગુદૃષ્ટિ છે. ફક્ત સાતાવેદનીય - યશકીર્તિ અને ઉચ્ચગોત્રના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી અપૂર્વકરણ ગુણસ્થાનકથી આગળ પણ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ અનુભાગ દેશોપશમનાના ઉત્કૃષ્ટથી પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના અન્ત સુધીના જ જાણવાં.
અને જિનનામ સિવાયની સર્વ પણ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ દેશોપશમનાના અભવ્ય સિદ્ધિક પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિમાં વર્તતાં એકેન્દ્રિય જીવમાં જ જાણવી. અને જિનનામની તો જઘન્ય દેશોપશમનાના સ્વામી જે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી છે તે જ જાણવાં.
ઇતિ અનુભાગ દેશોપશમના સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org