________________
ઉપશમનાકરણ
૨૪૭
પછી એ પ્રમાણે અપૂર્વ સ્પર્ધકોને કરતાં સંખેય સ્થિતિબંધ ગયે છતે અશ્વકર્ણકરણાદ્ધા પસાર થાય છે. ત્યાર પછી કિટ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. અને ત્યારે સંજ્વલન લોભનો સ્થિતિબંધ દિનપૃથક્ત પ્રમાણ છે, અને બાકીના કર્મનો સ્થિતિબંધ સહસ્ર વર્ષ પૃથકત્વ પ્રમાણ છે. કિટ્ટિકરણોદ્ધામાં પૂર્વ સ્પર્ધકમાંથી અને અપૂર્વ સ્પર્ધકમાંથી દલિક ગ્રહણ કરીને દરેક સમયે અનંતી કિઠ્ઠિઓ કરે છે.
કિઠ્ઠિઓનું સ્વરૂપ :- કિટ્ટિ એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધકમાંથી વર્ગણા ગ્રહણ કરીને અનંતગુણહીન રસવાળી કરીને એકોત્તર વૃદ્ધિને છોડીને તેઓને ઘણાં અન્તરે સ્થાપવી, જેમ કે જે વર્ગણાઓ અસતુકલ્પનાએ ૧૦૧ - ૧૦૨ ઇત્યાદિ અનુભાગ વિભાગો વાળી હતી તે વર્ગણાઓના અનુભાગ વિભાગોને પ-૧૦-૧૫ આદિ અનુક્રમે સ્થાપવા તે કિટ્ટિ કહેવાય છે. તે જ કિટ્ટિની વિશેષ પ્રરૂપણા કરે છે. “પ્રવાડા' ત્યરિ - એક અનુભાગ સ્પર્ધકમાં જે અનંત વર્ગણાઓ છે, તેઓને અનંતમા ભાગે જેટલી વર્ગણાઓ થાય તેટલા પ્રમાણવાળી કિઠ્ઠિઓ પ્રથમ સમયે કરે છે, તે પણ અનંત થાય છે. તો શું જઘન્ય અનુભાગ સ્પર્ધકના અનુભાગ સમાન કરે ? કે તેથી પણ હીન કરે ? તો કહે છે - તેથી પણ હીન કરે છે. અને તે પ્રમાણે કહ્યું છે. - કા' જે સર્વ જઘન્ય અનુભાગ સ્પર્ધક છે તેની પણ નીચે કરે છે. અર્થાત્ તેથી પણ અનંતગુણહીન રસવાળી કરે છે.
अणुसमयं सेढीए, असंखगुणहाणि जा अपवाओ । तबिवरीयं दलियं, जहन्नगाई विसेसूणं ।। ५० ।। • अनुसमयं श्रेण्या - ऽसंख्येयगुणहानिर्या अपूर्वाः ।।
तद्विपरीतं दलिकम्, जघन्यादि विशेषोनम् ।। ५० ॥ ગાથાર્થ :- જે અપૂર્વ કિષ્ટિ કરે છે તે પ્રતિસમય અસંખ્યયગુણહાનિની શ્રેણિએ જાણવી, અને દલિક તે કિક્રિશ્રેણિથી વિપરીત જાણવું. અને જઘન્ય કિટ્ટિથી આગળની કિઠ્ઠિઓ વિશેષહીન હીનતર જાણવી.
ટીકાર્ય - દરેક સમયે કિટ્ટિનું પ્રમાણ :- જે દરેક સમયે સમયે અપૂર્વ અર્થાત્ નવી નવી કિક્રિઓ કરે છે, તે દરેક સમયે અસંખ્યયગુણહાનિ યુક્ત શ્રેણિ જાણવી. અને અપૂર્વપણું દરેક સમયે અનુક્રમે અનંતગુણહીન રસપણાને પામતું જાણવું. અહીં તાત્પર્ય એ છે કે - પ્રથમ સમયે ઘણી કિઠ્ઠિઓ કરે છે, બીજા સમયે અસંખ્ય ગુણહીન, તેથી પણ ત્રીજા સમયે અસંખ્યયગુણહીન, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણોદ્ધાનો અન્ય સમય આવે.
કિઢિગત રહેલ દલિક કેટલાં? :- દલિકને તેથી વિપરીત અર્થાત્ કિષ્ટિ સંખ્યાથી વિપરીત જાણવું. તે આ પ્રમાણે કહે છે - પ્રથમ સમયે સર્વ કિટ્ટિગત દલિક સર્વથી અલ્પ, તેથી બીજા સમયે સર્વ કિગિતદલિક અસંખ્યયગુણ, તેથી પણ ત્રીજા સમયે સર્વ કિટ્ટિગત દલિક અસંખ્યયગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણાદ્ધાનો અન્ય સમય આવે.
દરેક કિઠ્ઠિઓનો અનુભાગ :- તેમ જ પ્રથમ સમયે કરેલા કિક્રિઓમાં સામાન્યથી અનુભાગ સર્વથી ઉત્કૃષ્ટ, તેથી બીજા સમયે કરેલી કિઠ્ઠિઓમાં સામાન્યથી અનુભાગ અનંતગુણહીન, તેથી પણ ત્રીજા સમયે કરેલ કિઓિ અનંતગુણહીન છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કિટ્ટિકરણાદ્ધાનો અન્ય સમય આવે.
હવે પ્રથમ સમયે કરેલ સર્વ જઘન્યાદિથી ઉત્કૃષ્ટ સુધીની કિઠ્ઠિઓને વિષે પરસ્પર પ્રદેશ અલ્પબદુત્વ કેટલી સંખ્યામાં છે ? તો કહે છે - જઘન્યાદિથી વિશેષોન હોય છે. અર્થાતુ જઘન્યને પ્રથમ કરીને પછીના ક્રમથી દરેક કિષ્ટિના પ્રદેશોનો સમૂહ વિશેષોન - વિશેષોન હોય છે. અહીં આ તાત્પર્ય છે - પ્રથમ સમયે કરેલ કિઠ્ઠિઓની મધ્યમાં જે સર્વ મન્દ અનુભાગવાળી કિટ્ટિ છે, તેના પ્રદેશોનો સમૂહ સર્વથી વધારે હોય છે. તેથી તેની મધ્યમાં રહેલ બીજી કિટ્રિમાં અનંતર અનંતગુણ અનુભાગ અધિક એવી કિટ્રિમાં પ્રદેશોનો સમૂહ વિશેષહીન હોય છે. તેથી પણ અનંતર જે અનંતગુણ અનુભાગથી અધિકવાળી ત્રીજી કિટ્રિમાં વિશેષહીન હોય છે. એ પ્રમાણે એક પછી એક એવી અનંતગુણ
ટક, bh
૫૧
અહીં અપૂર્વ સ્પર્ધકો તથા પૂર્વ સ્પર્ધકો એમ બંને કહે છે એનું તાત્પર્ય એ છે કે અપૂર્વ સ્પર્ધકના કાળમાં જેટલાં સ્પર્ધકો તત્કાળ બંધાતાં સંજ્વલન લોભના જેવા અલ્પ રસવાળા કરેલા છે તેઓને તથા તે કાળે જે સ્પર્ધકોના અપૂર્વ સ્પર્ધક કર્યા નથી તે બંનેને ગ્રહણ કરીને કિક્રિઓ કરે છે. અપૂર્વ સ્પર્ધક કાળમાં સત્તાગત બધા સ્પર્ધકો અપૂર્વ થતા નથી. કેટલાક થાય છે અને કેટલાક તેવા જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org