________________
કર્મપ્રકૃતિ ભાગ -૨
સંપ૨ાય ગુણસ્થાનકે હોય છે. અહીં પણ સ્થિતિઘાતાદિ પૂર્વની જેમ જ પ્રવર્તે છે. અહીં વિશેષ એ છે કે અબધ્યમાન સર્વ અશુભપ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તે છે, એ પ્રમાણે કહેવું .
૨૨૪
અને અપૂર્વકરણ અદ્ધાનો સંખ્યાતમો ભાગ ગયે છતે નિદ્રા-પ્રચલાનો બંધવચ્છેદ થાય છે. પછી ઘણાં હજારો સ્થિતિખંડ ગયે છતે અપૂર્વકરણ અદ્ધાના સંખ્યેયભાગો જાય છે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. અહીં પછી દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, તૈજસ, કાર્મણ, સમચતુસ્ર, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસચતુષ્ક, શુભવિહાયોગતિ, સ્થિરપંચક, નિર્માણ, અને તીર્થંકર એ ૩૦ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે. ત્યાર પછી પૃથહ્ત્વ સ્થિતિખંડો ગયે છતે અપૂર્વકરણના અન્ય સમયે હાસ્ય-રતિ, ભય–જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે. અને હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સાનો ઉદયવિચ્છેદ થાય છે, અને સર્વ કર્મોની દેશોપશમના-નિત્તિ નિકાચનાકરણ વિચ્છેદ થાય છે. પછી અનન્તર સમયે ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. ત્યાં જે વિશેષ છે તે આગળ કહેવાશે તે સાંભળો.
अन्तोकोडाकोडी, संतं अनियट्टिणो य उदहीणं । વન્દો ગત્તોજોડી, પુત્વમાં જ્ઞાળિ ગળવન્દૂ || ૩ |
अन्तःकोटीकोटी, सत्कर्माऽनिवृत्ते श्चोदधीनाम् । વન્પોન્નઃોટી, પૂર્વ માનાનિમત્વવત્વમ્ ॥ ૩૯ ||
ગાથાર્થ ઃઅનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય વિના ૭ કર્મની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે, અને બંધ પણ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ હોય છે, અને તે પૂર્વ પૂર્વક્રમ પ્રમાણે હીન હીન થતો જાય છે. અલ્પબહુત્વ પણ તે પ્રમાણે જાણવું.
ટીકાર્થ :- અનિવૃત્તિકરણના પ્રથમ સમયે આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિસત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. વળી બંધ અંતઃકોડી સાગરોપમ પ્રમાણ છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૫૦માં અહીં કહ્યું છે. -અન્તો જોડાજોડી ગંધ સસ્તું = સત્તર્દૂ ॥'' ( અર્થ :- સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ કરે છે. ) એ ગ્રંથથી આયુષ્ય સિવાયના સાતે કર્મોનો બંધ અને સત્તા અંતઃકોડકોડી પ્રમાણ જ કહ્યો છે. ત્યાં જો કે પૂર્વે કહેલા કરણને વિષે આટલો બંધ અને આટલી જ સત્તા સાતે કર્મોની પ્રાપ્ત થાય છે, તો પણ અહીં બંધ અને સત્તા તેની અપેક્ષાએ સંખ્યયગુણ હીન જાણવાં, એ વિશેષ છે. અને તે પણ બંધ પૂર્વક્રમથી હાનિ પામે છે, તે આ પ્રમાણે
સ્થિતિબંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન ક૨ે છે. તે પણ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંધ્યેયભાગ હીન કરે છે, ઇત્યાદિ. અલ્પબહુત્વ પણ બંધ સત્તા ઓછા થતાં પણ પૂર્વક્રમથી જ જાણવું તે આ પ્રમાણે-નામ-ગોત્ર સર્વથી અલ્પ, સ્વસ્થાનમાં તો પરસ્પર તુલ્ય છે. તેથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીયઅંતરાયનો વિશેષાધિક છે, સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. તેથી પણ મોહનીયને વિષે વિશેષાધ્રિક છે. અને જ્યાં સુધી આ અનિવૃત્તિકરણ સ્થાન છે ત્યાં સુધી સર્વ કાળ આ જ અલ્પબહુત્વ છે.
टिइकण्डगमुक्करसं पि तस्स पल्लस्स संखतमभागो । ठिइबन्धवहुसहस्से, सेक्केक्कं जं भणिस्सामो ।। ३६ ।
स्थितिकण्डकमुत्कृष्टमपि, तस्य पल्यस्यसंख्येयतमभागः । स्थितिवन्धवहुसहस्रेष्वैकैकं यद् भणिष्यामः ।। ३६ ।।
ગાથાર્થ ઃસ્થિતિબંધ વ્યતીત થયે છતે સાત કર્મમાં પ્રત્યેક કર્મનું જે જે થાય છે તે કહીશ.
ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના સંખ્યાતમા ભાગ સ્થિતિકંડકનો સ્થિતિઘાત થાય છે. ઘણાં હજારો
ટીકાર્થ :- અનિવૃત્તિકરણમાં પ્રવેશેલા ચારિત્રમોહનીયના ઉપશમક જીવને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિકંડકનો ઘાત થાય છે, જઘન્યથી પણ તેના (ઉત્કૃષ્ટ) જેટલો જ હોય છે, પરંતુ ઉત્કૃષ્ટ પલ્યોપમ સંધ્યેયભાગ પ્રમાણ સ્થિતિઘાતથી આ જઘન્ય અતિ લઘુ જાણવું. અને હજારો સ્થિતિઘાતો ગયે છતે બધ્યમાન પ્રકૃતિઓનો બંધ સહસ્ર પૃથ સાગરોપમ પ્રમાણ થાય છે. પછી અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યેયભાગો ગયે છતે અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે છતે અસંજ્ઞિ પંચેન્દ્રિય બંધ તુલ્ય સ્થિતિબંધ થાય છે. તદનંતર પૃથ = (ઘણાં)સ્થિતિખંડ ગયે છતે ચઉરિન્દ્રિય બંધ તુલ્ય સ્થિતિબંધ, તેથી ફરી પૃથક્ત્વ = (ઘણાં) સ્થિતખંડ ગયે છતે તેઇન્દ્રિય બંધ તુલ્ય, પછી આ જ ક્રમથી બેઇન્દ્રિય બંધ તુલ્ય, પછી પણ એ જ પ્રમાણે એકેન્દ્રિય બંધ તુલ્ય. અહીંથી આગળ હજારો સ્થિતિબંધ ગયે છતે આયુષ્ય સિવાયના સાતે કર્મોમાં પ્રત્યેકનું જે કાંઇ થાય છે તે કહીશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org