________________
ઉપશમનાકરણ
૨૦૭
ચારિત્રમોહનીય ઉપશમના વિષે ૨જું-૩જું દ્વાર
દેશવિરતિ-સર્વવિરતિલાભ પ્રરૂપણા
वेयगसम्मद्दिट्टी, चरित्तमोहुवसमाइ चिट्ठतो । अजऊ देसजई वा, विरतो व विसोहिअद्धाए ॥ २७ ॥ वेदकसम्यग्दृष्टि - श्चारित्रमोहनीयोपशमाय चेष्टते ।
अयतो देशयतिर्वा, विरतो वा विशोध्यद्धायाम् ॥ २७ ।। ગાથાર્થ :- ટીકાની જેમ.
ટીકાર્ય :- એ પ્રમાણે સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા કરી, હવે ચારિત્રમોહનીયની ઉપશમનાની વિધિ કહેવાય છે. ત્યાં ચારિત્રમોહનીયની ઉપશમનાના અધિકારી કહે છે. વેદક સમ્યગુદષ્ટિ = એટલે ક્ષાયોપથમિક સમ્યગુદૃષ્ટિ જીવ ચારિત્રમોહનીયની ઉપશમનાની શરૂઆત કરે છે. અહીં પૂર્વે કહેલ સ્વરૂપવાળો ઔપશમિક સમ્યગુદૃષ્ટિ નહીં કહેવો. અને તે “ગવત' = એટલે અવિરત અથવા ‘રેરાતિ' = એટલે દેશવિરતિ અને વિરતઃ” = એટલે સર્વવિરતિવાળા જ છે. ક્યારેક તે જીવો સંકલેશ અદ્ધામાં વર્તતાં હોય છે, અને ક્યારેક વિશુદ્ધિ અદ્ધામાં વર્તતાં હોય છે. ત્યાં વિશુદ્ધિ અદ્ધામાં વર્તતો હોય ત્યારે તે (અવિરત-દેશવિરતિ કે સર્વવિરતિ) આ ત્રણમાંથી કોઇપણ એક જ જીવ ચારિત્રમોહનીયની ઉપશમના માટે યત્ન કરે છે, પરંતુ સંકુલેશ અદ્ધામાં વર્તતો જીવ નહીં.
अन्नाणाणभुवगम - जयणाहजओ अवज्जविरईए । एगव्वयाइ चरिमो, अणुमइमित्तो त्ति देसजई ।। २८ ।। अणुमइविरओ य जई, दोण्ह वि करणाणि दोण्णि न उ तइयं । पच्छा गुणसेढी सिं, तावइया आलिगा उप्पिं ॥ २९ ।। अज्ञानानभ्युपगमा - यतनाभिरयतोऽवद्यविरतौ । વિદ્વતાશિરમો - Sનુમતિ માત્ર તિ રેરાતિ : / ૨૮ | अनुमतिविरतश्च यति - योरपि करणे द्वे न तु तृतीयम् ।
पश्चाद् गुणश्रेणिस्तयोः, तावत्याआवलिकया उपरिम् ॥ २९ ॥
મજ્ઞાન-અનભ્યપગમ અને અયતન એ ત્રણ વડે અવિરતપણું હોય છે. તથા એક વ્રત ગ્રહણાદિથી થાવતુ અંતે અનુમતિમાત્ર સિવાય સુધીના અવધ = પાપની વિરતિવાળો જીવ દેશવિરતિ કહેવાય છે. | ૨૮ ||
પુનઃ જે અનુમતિ માત્રથી પણ વિરક્ત થયો તે સર્વવિરતિવંત યતિ કહેવાય છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ એ બને ભાવની પ્રાપ્તિમાં પ્રથમના બે કરણો જ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્રીજાં કરણે પ્રાપ્ત થાય નહીં. અને દેશવિરત્યાદિ ભાવને પામ્યા બાદ એ બન્ને સંબંધી જે ગુણશ્રેણિ રચના તે પણ તેટલાં જ (અંતર્મ) પ્રમાણવાળી પરંતુ ઉદયાવલિકાથી ઉપર થાય છે. || ૨૦ ||
ટીકાર્થ:- અને આ અવિરતાદિ ત્રણેના લક્ષણ આ છે. :- જે વ્રતને જાણે નહીં, અંગીકાર ન કરે અને પાલવા માટે યત્ન ન કરે તે અજ્ઞાન, અનન્યુપગમ = અસ્વીકાર અને અયતના = અપ્રયત્ન એ ત્રણ વડે અવિરત કહેવાય છે. અહીં જ્ઞાન-ગ્રહણ–પાલણરૂપ ત્રણ પદવડે ૮ ભાંગા થાય છે. સ્થાપના આ પ્રમાણે છે. (યંત્ર નંબર -૧૨ જુઓ.)
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org