________________
૧૨૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
અવધિજ્ઞાન - દર્શનાવરણ સિવાય જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક અર્થાત્ જ્ઞાના-૪, દર્શનાd -૩ = ૭ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા ક્ષીણકષાયી ગુણીતકમશ શ્રુતકેવલીને અથવા અન્ય ગુણિતકર્માશ જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે. વળી અવધિજ્ઞાનાવરણ - અવધિદર્શનાવરણની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા અવધિલબ્ધિ રહિત તે જ જીવને ત્યારે અર્થાત્ ગુણિતકર્માશ ક્ષીણકષાય જીવને સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં હોય છે.*
નિદ્રા – પ્રચલાની ઉ0 પ્ર0 ઉદીરણા ઉપશાંત કક્ષાથી જીવને હોય છે. થાણદ્વિત્રિકની ઉ0 પ્ર0 ઉદીરણા અપ્રમત્ત સન્મુખ થયેલ પ્રમત્તયતિને હોય છે. મિથ્યાત્વ - અનંતાનુબધિ-૪ = ૫ પ્રકૃતિઓની ઉ0 પ્ર ઉદીરણા અનંતર સમયે સંયમ સહિત સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળા મિથ્યાદૃષ્ટિને અન્ય સમયે હોય છે. મિશ્રમોહનીયની ઉ0 પ્રd ઉદીરણા સમ્યકત્વ પામતાં વ્યવઘાત વગરના પૂર્વના સમયે અર્થાત્ મિશ્રના અન્ય સમયે હોય છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ની ઉ% પ્રવ્ર ઉદીરણા અનંતર સમયે સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળા અવિરત સમ્યગુદૃષ્ટિને હોય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાય-૪ ની ઉ% પ્રવ્ર ઉદીરણા તેવા પ્રકારનો અર્થાત્ અનંતર સમયે સર્વવિરતિ પામવાની ઇચ્છાવાળા દેશવિરતિ જીવને હોય છે. સંજ્વલન ક્રોધ-માન-માયાની ઉ0 પ્ર0 ઉદીરણા તે તે વેદક (ઉદયવાળા) જીવને પોત-પોતાના ઉદયને અન્ને હોય છે. વેદ-૩ અને સંજવલન લોભની ઉ૦ પ્ર ઉદીરણા તે તે વેદક (ઉદયવાળા) ક્ષપક જીવને સમયાધિક આવલિકાના અન્ય સમયે હોય છે. હાસ્યાદિ-૬ની ઉ0 પ્ર ઉદીરણા અપૂર્વકરણના અન્ય સમયે હોય છે. અહીં સર્વ ઠેકાણે ગુણિતકર્માશ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા જાણવી.
वेयणियाणं गहिहिई, से काले अप्पमायमिय विरओ । संघयणपणगतणुदुग-उज्जोया अप्पमत्तस्स ।। ८३ ।। वेदनीययोर्ग्रहीष्यति, तस्मिन् काले-ऽप्रमादमिति विरतः ।
संहननपञ्चकतनुद्विको-द्योतानाम् अप्रमत्तस्य ।। ८३ ।। ગાથાર્થ - વેદનીયની ઉ00ઉદીનો સ્વામી અપ્રમત્ત પ્રાપ્ત કરનાર પ્રમત્ત છે. સંઘયણ-૫, તનુદ્ધિક અને ઉદ્યોતનો ઉ0મ0 ઉદીરક અપ્રમત્ત આત્મા છે.
ટીકાર્થ:- “સે વાલે'- જે જીવ અનંતર સમયે અપ્રમત્ત ગ્રહણ કરશે અર્થાતુ અપ્રમત્ત ગુણસ્થાનક પામશે તે પ્રમત્ત સંયતને સાતા-અસાતારૂપ વેદનીય-રની (૬ઠ્ઠા ગુણસ્થાનકના અન્ય સમયે) ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા થાય છે, કારણ કે તેને જ સર્વ વિશુદ્ધપણું છે. તથા અપ્રમત્તમુનિને પ્રથમ સિવાયના સંઘયણ-૫, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉદ્યોતનામ એ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશ ઉદીરણા હોય છે.
देवनिरयाउगाणं, जहन्नजेट्टट्टिई गुरुअसाए । इयराऊण वि अट्टम - वासे योऽट्ठवासाऊ ।। ८४ ।। देवनारकायुषो - जघन्यज्येष्ठस्थितिको गुर्वसातायाम् । इतरायुषोरप्यष्टम - वर्षे ज्ञेयोऽष्टवर्षायुः ।। ८४ ॥
૮૫
આ વખતે ગુણિતકમાંશ જીવ સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ, જઘન્ય અનુભાગ, અને ઉત્કૃષ્ટ પ્રદેશની ઉદીરણા કરે છે. ૧૨મા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિ રહે ત્યારે ઉકત કર્મપ્રકૃતિઓની પણ તેટલી સ્થિતિ સત્તામાં શેષ રહે છે છેલ્લી આવલિ કા ઉદયાવલિકા હોવાથી તેની ઉપરની સમય પ્રમાણ સ્થિતિ, અને તે સ્થિતિસ્થાનમાંના જધન્ય રસયુકત વધારેમાં વધારે દલિકોને ગુણિતકમાંશ જીવ ઉદીરે છે.
અહીં ૧૨મા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ સ્થિતિ રહે ત્યારે દરેકને જધન્ય સ્થિતિની ઉદીરણા તો થાય. પરંતુ દરેકને જધન્ય રસની જ ઉદીરણા થતી હોત તો જઘન્ય રસની જ ઉદીરણાના અધિકારમાં ઉત્કૃષ્ટ કૃતજ્ઞાનીને કે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીને એમ ઉત્કૃષ્ટ આદિ વિશેષણે જોડીને જઘન્ય અનુભાગ ઉદીરણો નું કહેત, પરંતુ સામાન્યથી જ ૧૨માં ગુણસ્થાનકની સમયાધિક આવલિ કા શેષ રહે ત્યારે શ્રુત જ્ઞાનાવરણાદિની જઘન્ય રસોદીરણા થાય એમ કહેત, એમ નથી કહ્યું તે પરથી એમ સમજાય છે કે ઉત્કૃષ્ટ શ્રુતપૂર્વ આદિને જધન્ય રસની ઉદીરણા થાય, અન્યને મધ્યમ રસની ઉદીરણા થાય. વળી એમ પણ નથી સમજવાનું કે જઘન્ય રસોંદીરણા કરનાર દરે ક ઉત્કૃષ્ટ પ્રદેશની જ ઉદીરણા કરે છે, કેમ કે ગુણિતકમાંશ હોય તે કરે, અન્ય મધ્યમ પ્રદેશોદરણા કરે. માત્ર જે સ્થળે ઘાતકર્મની જઘન્ય રસોદીરણા કહીં ત્યાં જ તેની ઉત્કૃષ્ટ પ્રદેશોદરણા થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયાદિની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય રસોદીરણા કહીં છે તેમ બારમાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે તે પ્રકૃતિની ગુણિતકર્માશ જીવને ઉત્કૃષ્ટ પ્રદેશદીરણા પણ કહેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org