________________
ઉદીરણાકરણ
મનુષ્યને વિષે ૫૭૬, વૈક્રિય મનુષ્યને વિષે ૯ અને દેવને વિષે ૧૬ પ્રાપ્ત થાય છે. બાકીના તો તે પ્રમાણે છે તેથી ૫૫ની ઉદીરણામાં કુલ ૧૭૮૫ ભાંગા અન્યમતે થાય છે.
(૮) ૫૬ની ઉદીરણાએ ૧૪૬૯/૨૯૧૭ ભાંગા :- ૫૬ના ઉદીરણાસ્થાનમાં ૧૪૬૯ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. વિકલેન્દ્રિયને વિષે દરેકને ૬ પ્રાપ્ત થાય તેથી ૬ X ૩ = ૧૮, સ્વભાવસ્થ તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૮૬૪, વૈક્રિય શરીરી તિ૰પંચે ને વિષે ૪, મનુષ્યને વિષે ૫૭૬, વૈક્રિયશરીરી સંયતને વિષે ઉદ્યોત સહિત ૧, આહારકશરીરીને વિષે ૧, તીર્થંકરને વિષે પણ ૧ અને દેવને વિષે ૪ એમ કુલ ૧૪૬૯ ભાંગા થાય છે. અને અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૭૨૮, વૈક્રિય તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૮, મનુષ્યને વિષે ૧૧૫૨ અને દેવને વિષે ૮ ભાંગા પ્રાપ્ત થાય છે, બાકીના તો તે પ્રમાણે છે તેથી ૫૬ની ઉદીરણામાં ૨૯૧૭ ભાંગા અન્યમતે થાય છે.
(૯) ૫૭ની ઉદીરણાએ ૫૮૯/૧૧૬૫ ભાંગા ઃ
૫૭ના ઉદીરણાસ્થાનમાં ૫૮૯ ભાંગા થાય છે. તે આ પ્રમાણે કહે છે. વિકલેન્દ્રિયને વિષે દરેકને ૪ પ્રાપ્ત થાય એટલે ૪ X ૩ = ૧૨, તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૫૭૬ અને તીર્થંકરને વિષે-૧ = કુલ ૫૮૯ ભાંગા થાય છે. અહીં પણ અન્યમતે તિર્યંચ પંચેન્દ્રિયને વિષે ૧૧૫૨ ભાંગા પ્રાપ્ત થાય છે. તેથી ૫૬ની ઉદીરણામાં સર્વ મળીને ૧૧૬૫ ભાંગા અન્યમતે થાય છે.
पण णव णवगच्छक्काणि गइसु ठाणाणि सेसकम्माणं । ોમેન એય, સાહિત્ત્તોપાક || ૨૮ ॥
66
पञ्च - नव नवकषट्कानि गतिषु स्थानानि शेषकर्मणाम् । વૈવમેવ જ્ઞેય, સાવિત્વે પ્રત્યા ઃ ॥ ૨૮ |
ગાથાર્થ :- નરકગતિમાં - ૫, તિર્યંચગતિમાં - ૯, મનુષ્યગતિમાં - ૯ અને દેવગતિમાં ૬ ઉદીરણાસ્થાનો છે. અને શેષ જ્ઞાનાવરણાદિ કર્મોમાં એકેક ઉદીરણાસ્થાન છે. એ એકેક પ્રકૃતિઓની ઉદીરણાનું સ્વામિત્વ સ્વયં નિશ્ચય કરીને કહેવું.
Jain Education International
ટીકાર્થ :- ગતિને વિષે ઉદીરણાસ્થાનો :- હવે ગતિને આશ્રયીને સ્થાનપ્રરૂપણા કહે છે. નરકગતિને વિષે ૫ ઉદીરણાસ્થાનો છે. તે આ પ્રમાણે ૪૨-૫૧-૫૩-૫૪ અને ૫૫ છે. તિર્યંચગતિને વિષે ૪૧ સિવાયના ૯ ઉદીરણાસ્થાનો છે. મનુષ્યગતિને વિષે સયોગી કેવલી આદિને આશ્રયી ૫૦ સિવાયના ૯ ઉદીરણાસ્થાનો છે. દેવગતિને વિષે ૬ ઉદીરણાસ્થાનો છે. ૪૨-૫૧ અને૫૩ આદિ ૪ (૫૩-૫૪-૫૫-૫૬) છે. આ સર્વ પણ પૂર્વે કહ્યાં છે. તે પ્રમાણે નામકર્મના ઉદીરણાસ્થાનો વિસ્તારથી કહ્યાં. (યંત્ર નં ૫ જુઓ)
ઇતિ નામકર્મના ઉદીરણાસ્થાનો અને ભાંગા સમાપ્ત
-: અથ જ્ઞાનાવરણાદિ
૫ કર્મોના ઉદીરણાસ્થાનો :
હવે બાકીના કર્મના ઉદીરણાસ્થાનો કહે છે. ‘‘સેસમ્માનં’’ ઇત્યાદિ બાકીના કર્મ જ્ઞાનાવરણ, વેદનીય, આયુષ્ય, ગોત્ર અને અંતરાયકર્મના ઉદીરણાસ્થાન એકેક જાણવાં. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ અને અંતરાયકર્મની ૫-૫ પ્રકૃતિરૂપ એક એક ઉદીરણાસ્થાન છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મમાં પણ અનુભવથી એટલે વેદ્યમાન એક પ્રકૃતિરૂપ એક ઉદીરણાસ્થાન છે. કારણ કે આ ૩ કર્મની બે -ત્રણ આદિ પ્રકૃતિ એકી સાથે ઉદય ન હોવાથી એકી સાથે ઉદીરણા પણ થતી નથી. અને તેથી આ કર્મના એક એક ઉદીરણાસ્થાન અને એક એક પ્રકૃતિના ઉદીરણા સ્વામિત્વને‘સાથાયિત્વા’તે ગુણસ્થાનક અને નરકાદિ ગતિને વિષે સ્વયમ્ નિશ્ચય કરીને કહેવું
ઇતિ જ્ઞાનાવરણાદિ - ૫ કર્મોના ઉદીરણાસ્થાનો સમાપ્ત ઇતિ ૫-૬ઠ્ઠી ઉદીરણાસ્થાન સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
ઇતિ ૧લી પ્રકૃતિ ઉદીરણા સમાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org