SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૬૫ - સંક્રમણકરણ- સારસંગ્રહ : - -: અથ પ્રથમ પ્રકૃતિસંક્રમ : પૂર્વે બંધાયેલ અથવા બંધાતી પ્રકૃતિઓના સત્તામાં રહેલ પ્રકૃતિ - સ્થિતિ - રસ અને પ્રદેશ સ્વજાતીય બંધાતી પ્રકૃતિમાં પડી તે બંધાતી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશરૂપે બની જાય તે સંક્રમ કહેવાય. તેના મુખ્ય બે પ્રકાર પડી શકે છે. તે આ પ્રમાણે - (૧) વર્તમાન સમયે અબધ્યમાન પણ પૂર્વે બંધાયેલ અને સત્તામાં રહેલ પરાવર્તમાન સતાવેદનીય વગેરે પ્રકૃતિઓના દલિકોને વર્તમાન સમયે બંધાતી અસાતાવેદનીય વગેરે પ્રકૃતિઓ રૂપે બનાવે, અર્થાત્ તે રૂપે ફળ આપે તેવા કરે તે સંક્રમ. (૨) મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી એવી બધ્યમાન પ્રકૃતિઓના સત્તામાં રહેલ દલિકોને બધ્યમાન પોતાના મૂળકર્મથી અભિન્ન એવી અન્યપ્રકૃતિ રૂપે બનાવે તે પણ સંક્રમ, અર્થાત બંધાતી અને ન બંધાતી એમ બન્ને પ્રકારની પ્રકૃતિઓના સત્તાગત દલિકોનો બંધાતી પ્રકૃતિઓને વિષે સંક્રમ થાય છે. જે પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય તેમાંજ અન્ય પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. ફક્ત સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ ન હોવા છતાં સમ્યકત્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રનો તથા મિશ્રમોહનીયમાં મિથ્યાત્વનો સંક્રમ થાય છે. જે વીર્ય વિશેષથી આ સંક્રમ થાય છે તે વીર્ય વિશેષને સંક્રમણકરણ કહેવાય છે. જે સમયે જે દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે તે સમયથી એક આવલિકા સુધીનો કાળ તે સંક્રમાવલિકા કહેવાય છે. એજ પ્રમાણે જે સમયે જે કર્મ બંધાય છે, તે સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. - તે સંકમાવલિકા કે બંધાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી. અર્થાત જે સમયે જે કર્મ બંધાયેલ હોય અથવા જે સમયે જે કર્મ દલિક અન્ય પ્રકૃતિમાં સંક્રખ્યું હોય તે સમયથી એક આવલિકા સુધી તે કર્મલિક ઉપર કોઇપણ પ્રકારની અસર થતી નથી એટલે કે તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. તેમજ દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચારિત્રમોહનીયની પ્રવૃતિઓમાં પણ સંક્રમ થતો નથી અને ઉદયાવલિકામાં અને ઉદ્વર્તના આવલિકામાં પણ કોઇ કરણ લાગતું નથી માટે ઉદ્ધવના આવલિકા અને ઉદયાવલિકાગત કર્મનો પણ સંક્રમ થતો નથી. ઉદય સમયથી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં થયેલ લિક રચનાને ઉદયાવલિકા કહેવાય છે. ઉર્જના અને અપવર્તના પણ સંક્રમના જ પ્રકારો છે, પરંતુ વિવક્ષિત સાતવેદનીય વગેરે પ્રવૃતિઓના બંધ સમયે થયેલ દલિક રચનાના સ્થિતિસ્થાનોનો અને બંધાયેલ રસનો ફેરફાર થઇ માત્ર સ્થિતિ અને વધે તેને ક્રમશ: અપવર્ણના અને ઉદ્વર્તના રૂપ સ્વસંક્રમ કહેવામાં આવે છે. જેનું સ્વરૂપ સંક્રમણકરણ પછી કહેવામાં આવશે. તેથી અહીં વિવણિત પ્રકૃતિના સત્તાગત લિક વગેરેને બંધાતી મૂળકર્મથી અભિન્ન સ્વજાતીય અન્ય પ્રકૃતિના દલિકાદિ સ્વરૂપે બનાવી તે રૂપે ફળ આપે તેવા કરવા તે પરસંક્રમ છે. સંક્રમના બતાવેલ સમાન્ય લક્ષણમાં થોડા અપવાદો પણ છે. તે આ પ્રમાણે - (૧) દર્શનત્રિકમાંથી જે જીવને જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયનો સંક્રમ થતો નથી, અર્થાત્ મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વનો, મિશ્રદૃષ્ટિને મિશ્રનો અને સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વમોહનીયનો સંક્રમ થતો નથી. (૨) સાસ્વાદન અને મિશ્રગુણઠાણે રહેલ જીવ દર્શનત્રિકમાંથી એકેનો સંક્રમ કરતો નથી. (૩) મિશ્રમોહનીયમાં સમ્યકત્વમોહનીયનો સંક્રમ થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy