________________
સંક્રમણકરણ
૩૮૯
બાકીની વૈક્રિયસતક, દેવદ્વિક, ઉચ્ચગોત્ર, આતપ, તીર્થકર, આહારસપ્તક, મનુષ્યદ્રિક, મનુષ્ય-દેવ-તિર્યંચાયુષ્ય એ ૨૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ વિશુદ્ધિમાં વર્તતાં સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. અને થીણદ્વિ-૩, અસતાવેદનીય, દર્શનમોહનીયત્રિક, અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ એ ૮ કષાય, નરકાયુ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, અશુભ વર્ણાદિ-૯, અશુભવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરાદિ-૧૦, નીચગોત્ર એ ૫૬ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સંકલેશમાં વર્તતાં સંજ્ઞિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. તેવા પ્રકારની વિશુદ્ધિ - સંકલેશના અભાવે તો અનુત્કૃષ્ટ છે. તે પ્રમાણે સંક્રમ પણ ઉત્કૃષ્ટ - અનુકૃષ્ટ - સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે." વળી તે (૨૪ અને ૫૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સત્તાથી ઘણો ભાગ હણાયેલો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હોય છે. સત્તામાંથી ઘણો ભાગ હણાયો નથી તેવા તે જ જીવને અજઘન્ય હોય છે, તેથી તે બન્ને પણ (જઅજ0) સાદિ અધુવ છે. (યંત્ર નં ૨૬ જુઓ)
ઇતિ ૬ઠ્ઠી સાધાદિ પ્રરૂપણા સમાપ્તા
-: અથ ૭મી સ્વામિત્વ પ્રરૂપણા વિષે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ - )
उक्कोसगं पवंधिय, आवलियमइच्छिऊण उक्कस्सं । जाव ण घाएइ तयं, संकमइ आमुहुत्तंता ॥ ५२ ॥ उत्कृष्टं प्रबध्या - 5ऽवलिकामतिक्रम्य उत्कृष्टम् ।
यावन्न घातयति तकम्, संक्रमयत्याऽऽमुहूतान्तः ॥ ५२ ॥ ગાથાર્થ - ટીકાની જેમ
ટીકાર્ય :- સાદિ – અનાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહેવાનો અવસર છે. અને તે બે પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ અને (૨) જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ. ત્યાં ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વને કહેવાની ઇચ્છાવાળા તેના કાલ પ્રમાણનો નિયમ પ્રથમ કહે છે. - મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ તેની આગળ ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી (ઉ0અનુભાગનો) વિનાશ ન થાય. કેટલા કાલ સુધી વિનાશ ન થાય ? તો કહે છે. “ ' . અંતર્મહર્ત સુધી એ પ્રમાણે અર્થ છે. આગળ મિથ્યાદૃષ્ટિ સંકુલેશ વડે શુભપ્રકૃતિઓના અનુભાગને અને વિશુદ્ધિ વડે અશુભ પ્રકૃતિઓના અનુભાગને નાશ કરે છે.
असुभाणं अन्नयरो, सुहुमअपज्जत्तगाइ मिच्छो उ । वज्जिय असंखवासाउए य, मणुओववाए य ॥ ५३ ॥ अशुभानामन्यतरः, सूक्ष्मापर्याप्तकादिर्मियाद्दष्टिस्तु । वयित्वाऽसङ्ख्येयवर्षायुष्कांच, मनुष्योपपातांश्च ॥ ५३ ॥
ગાથાર્થ :- અસંખ્યવર્ષાયુવાળા મનુષ્ય તિર્યંચ તથા નિશ્ચયથી મનુષ્યમાં ઉત્પન્ન થનારા દેવ, એ ત્રણ સિવાયના શેષ મિથ્યાદષ્ટિ સુક્ષ્મ અપર્યાપ્તાદિ જીવોમાંનો કોઇપણ જીવ અશુભ પ્રવૃતિઓનો ઉઅનુ સંક્રમનો સ્વામી જાણવો.
ટીકાર્થ :- હવે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી કહે છે. - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતવેદનીય, મોહનીયકર્મની-૨૮, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, નીલ, કૃષ્ણ, દુરભિ, તિક્ત, ,
૫૫ જો ઉત્કૃષ્ટ રસનો બંધ કે સંક્રમ પહેલા ગુણઠાણે થતો હોય તો અનુત્કૃષ્ટ પર સાદિ - સાંત એ બે ભાંગા ઘટે, ને જઘન્ય પહેલે ગુણઠાણે થતો હોય તો અજઘન્ય
પર બે ભાંગા ઘટે. કેમકે વારાફરતી થાય છે. જેના જધન્ય કે ઉત્કૃષ્ટ બંધ કે સંક્રમ ઉપરના ગુણઠાણે થતાં હોય તેના અજઘન્ય અને અનુત્કૃષ્ટ પર ૩ કે ૪ ભાંગા ઘટે. કેમકે ચડીને પડેલા, નહીં ચડનાર અને હવે પછી ચડનાર જીવો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org