________________
૩૮૨
કર્મપ્રકૃતિ
પ્રષિાયા - અનંતાનુબંધિ -૪નો વિસંયોગને - વિનાશ કરે છતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સંકોમ - અંત્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો ચારે ગતિમાંથી કોઇપણ ગતિનો સમ્યગ્દષ્ટિ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે.
चरिमसजोगे जा अत्थि, तासिं सो चेव सेसगाणं तु । खवगक्कमेण अणियट्टि - बायरो वेयगो वेए ॥ ४३ ॥ सयोगिचरमे याः सन्ति, तासां स चैव शेषाणां तु । क्षपणक्रमेणा-ऽनिवृत्ति - बादरो वेदको वेदस्य ।। ४३ ॥
ગાથાર્થ - જે પ્રકૃતિઓનો અંત સયોગી કેવલિને હોય છે, તે પ્રકૃતિઓની જ0િ0 સંક્રમનો સ્વામી તે જ સયોગી કેવલિ હોય છે, અને શેષ પ્રકૃતિઓના જ સ્થિ, સંક્રમ સ્વામી ક્ષયના અનુક્રમે ક્ષય કરનાર અનિવૃત્તિબાદર ગુણસ્થાનવર્તિ જીવો છે, તથા વેદની જ સ્થિ, સંક્રમના સ્વામી તે તે વેદના ઉદયવાળા જીવો જાણવાં.
ટીકાર્થ:- “સીસયોગી કેવલી જે પૂર્વ કહીં તે જ ૯૪ પ્રકતિઓનો સયોગી કેવલિ અંત્ય અપવર્ણનામાં વર્તતો જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે.
બાકીની થીણદ્વિત્રિક નામકર્મની-૧૩, ૮ કષાય, ૯ નોકષાય, સંક્રોધ, -માન - માયા લક્ષણવાળી ૩૬ પ્રકૃતિઓનો ક્ષયના ક્રમથી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ “સંકોમે'- અન્ય સ્થિતિખંડના પ્રક્ષેપમાં વર્તતો અનિવૃત્તિ બાદર ગુણસ્થાનકે રહેલ જીવ જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. (અહીં હાસ્યાદિ-૬નો સંખ્યાત વર્ષ, પુરુષવેદનો ૮ વર્ષ, સંક્રોધનો - રમાસ, સં-માનનો – ૧માસ, સંમાયાનો ૧૫ દિવસ પ્રમાણ અબાધાન્યૂન જઘન્ય સ્થિતિસંક્રમ જાણવો) :
“યો 'ત્તિ વેદનો પોતાના ઉદયના વેદમાં વર્તતો સપક અનિવૃત્તિ બાદરે અન્ય સંક્રમ કરતો જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી જાણવો. બીજા વેદથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયેલ જીવને અન્ય વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થતો નથી કારણકે જે વેદ સહિત ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે. તે જ વેદનો ઉદય ઉદીરણા અપવર્તનાદિ વડે ઘણી સ્થિતિ ઘણા પુદ્ગલોને ખપાવે છે.
જો નપું, વેદ ક્ષપકશ્રેણિએ ચલો જીવ સ્ત્રીવેદ અને નપુંસકવેદને એકી સાથે ખપાવે છે તો પણ નપુંસકવેદનો જ જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. સ્ત્રીવેદનો નહીં, કારણકે સ્ત્રીવેદના ઉદય - ઉદીરણાનો અભાવ છે. અને સ્ત્રીવેદ સહિત અર્થાતુ સ્ત્રીવેદ પામેલ તે જીવ (જો ક્ષપકશ્રેણિએ ચઢેલો હોય તો) પ્રથમ નપુંસકવેદનો ક્ષય કર્યા બાદ તરત જ અંતર્મુહૂર્ત કાલથી સ્ત્રીવેદનો ક્ષય કરે છે. અને પુરુષવેદ સહિત અર્થાત્ પુરુષવેદ પામેલ છે તે જીવ (જો ક્ષપકશ્રેણિ કરે તો) એટલો જ કાલ પામે છે. તો પણ તેને સ્ત્રીવેદ સંબંધિ ઉદય ઉદીરણા થતી નથી. એ પ્રમાણે એટલા કાલ વડે સ્ત્રીવેદને પામેલ જ ઉદય ઉદીરણાથી ઘણી સ્થિતિ ને તોડવાપણું હોવાથી તે જ સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. પણ બાકીના ને નહીં.
તથા પુરૂષવેદ સહિત ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે તો હાસ્યાદિ-૬ નો ક્ષય કરી તરત જ પુરૂષવેદનો ક્ષય કરે છે. અન્યથા અર્થાતુ પુરૂષવેદ સિવાય ક્ષપકશ્રેણિ કરે તો હાસ્યાદિ-૬ની સાથે જ પુરૂષવેદને ખપાવે છે. અને ઉદયમાં રહેલ વેદની ઉદીરણા પણ પ્રવર્તે છે. તેથી ઘણી સ્થિતિ ખપે એ કારણે પુરૂષવેદનો પણ પુરૂષદને વિષે આરૂઢ થયેલાને જ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. બાકીનાને નહીં.
ચારે આયુષ્યની તો પોત પોતાના ભવવિચ્છેદ સમયે બાકી રહેલ સમયાધિક આવલિકામાં વર્તતો સમયમાત્ર ઉપરની સ્થિતિને પોત પોતાના ઉદયાવલિકાના ત્રીજા ભાગે નીચે રહેલ સમયાધિક સ્થિતિમાં નાંખતા જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી થાય છે. (યંત્ર નં-૨૪ જુઓ).
ઇતિ જઘન્ય સ્વામિત્વ સહિત દકી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત
ઇતિ રજ સ્થિતિસંક્રમ સમાપ્ત
( – અથ ૩ો અનુભાગસંક્રમ - ) मूलुत्तरपगइगतो, अणुभागे संकमो जहा बंधे । ૫૫ સો હિં, સવેરાયપાન ૪૪ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org