________________
૩૬૬,
-: અથ ૩જી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ પ્રરૂપણા :
तीसा सत्तरि चत्तालीसा, वीसुदहिकोडिकोडीणं । जेट्ठो आलिगदुगहा, सेसाण वि आलिगतिगूणो ।। २९ ।। ત્રિંશત્ - સપ્તતિ - ચત્વાશિય્ - વિશષુષિોટિોટીનામ્ । ज्येष्ठ आवलिकाद्विकहीनः, शेषाणामप्यावलिकात्रिकोन ।। २९ ।।
ગાથાર્થ :- બંધ સમયેજ જે પ્રકૃતિઓની ૩૦ - ૭૦ - ૪૦ અને ૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વોત્કૃષ્ટ સ્થિતિથી ૨ આવલિકાહીન જાણવો. અને શેષ અબંધોત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિઓનો ઉ∞ સ્થિતિસંક્રમ સ્વોત્કૃષ્ટ સ્થિતિથી ૩ આવલિકાહીન જાણવો.
કર્મપ્રકૃતિ
ટીકાર્થ :- તે પ્રમાણે ભેદ અને વિશેષલક્ષણ કહ્યાં. હવે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણનું પ્રતિપાદન કરે છે. - અહીં સર્વ પ્રકૃતિઓનો બંધને આશ્રયીને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે જે બંધનકરણમાં બતાવી છે. અહીં તો સંક્રમને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારતાં બે પ્રકારે પ્રાપ્ત થાય છે. - બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટ છે. ત્યાં બંધથી જ જે ઉત્કૃષ્ટ સ્થિતિ (બંધાય છે) તે બંધોત્કૃષ્ટ, જે બંધ થયે અથવા નહીં બંધ થયે છતે સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ પામે તે સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે.
ત્યાં જે પ્રકૃતિઓની પોત પોતાની મૂલપ્રકૃતિની અપેક્ષાએ સ્થિતિની ન્યૂનતા (ઓછી) ન થાય, પરંતુ તુલ્યતા જ રહે તે બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ ૯૭ છે. જ્ઞાનાવરણ - ૫, દર્શનાવરણ - ૯, અંતરાય - ૫, આયુષ્ય - ૪, અસાતાવેદનીય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસસપ્તક, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, નીલ - કટુ (તિક્ત) સિવાયના અશુભ વર્ણાદિ - ૭, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, અંત્ય સંસ્થાન - સંધયણ, અશુભવિહાયોગતિ, સ્થાવરનામ, ત્રસચતુષ્ક, અસ્થિરષટ્ક, નીચગોત્ર, ૧૬ કષાય અને મિથ્યાત્વ.
=
બાકીની ૬૧ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે, અને તે આ છે. - સાતાવેદનીય, સમ્યક્ત્વ - મિશ્રમોહનીય, નોકષાય, આહારકસપ્તક, શુભ વર્ણાદિ - ૧૧, નીલ, કટુ (તિક્ત), દેવદ્વિક, મનુષ્યદ્ઘિક, બે-તે-ચઉરિન્દ્રિયજાતિ, છેલ્લા સિવાયના પાંચ સંસ્થાન, પાંચ સંઘયણ, શુભવિહાયોગતિ, સુક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, સ્થિરષટ્ક, તીર્થંકર, ઉચ્ચગોત્ર.
ત્યાં “બંધોત્કૃષ્ટ જે મતિજ્ઞાનાવરણીયાદિ, મિથ્યાત્વ, ૧૬ કષાય, નરકઢિકાદિનો, યથાક્રમે ૩૦ - ૭૦ - ૪૦ - ૨૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ છે. ‘‘જ્યેષ્ઠઃ’' ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ‘‘તિયવુાન્હ’’ ત્તિ બે આવલિકા હીન હોય છે. તે આ પ્રમાણે - સ્થિતિનો બંધ થયા બાદ બંધાવલિકા પસાર થયે છતે સંક્રમ થાય છે. તેમાં પણ ઉદયાવલિકા સકલકરણ અયોગ્ય છે. તેથી કરીને ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ સંક્રમે છે. ઉદયાવલિકા માત્ર તો સંક્રાન્ત વગર રહે છે. તેથી બંધોત્કૃષ્ટનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બે આવલિકા હીન જ પ્રાપ્ત થાય છે.
અહીં ઉદયવતી અથવા અનુદયવતી પ્રકૃતિઓનો ઉદય સમયથી શરૂ કરીને આવલિકા માત્ર સ્થિતિ ઉદયાવલિકા છે, એ પ્રમાણે પૂર્વ ગ્રંથમાં વ્યવહાર છે. અને અહીં મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ જો કે બે આવલિકા હીન કહ્યો છે, તો પણ અંતર્મુહૂર્ત ન્યૂન જાણવો. કારણકે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને જધન્યથી પણ અંતર્મુહૂર્ત મિથ્યાત્વે જ રહે, પછી સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને મિથ્યાત્વની સ્થિતિને અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમે તેથી અંતર્મુહૂર્ત ન્યૂન જ મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. ‘સત્તર’ પદનું ગ્રહણ સૂત્રમાં બધી જ બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો બાહુલ્યથી આવલિકાક્રિક હીન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ હોય છે. તે વ્યાપ્તિ નિયમ બતાવવા માટે છે.
બાકીની સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ૩ આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમે છે. તે આ પ્રમાણે :- બંધાવલિકા પસાર થયે છતે આવલિકાથી ઉપરની સ્થિતિને સર્વ પણ બીજી પ્રકૃતિઓની અંદર આવલિકા ઉપર સંક્રમે છે. અને ત્યાં સંક્રાત થયે છતે
Jain Education International
૩૧ કોઇપણ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી બંધાય તેટલી અને સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમદ્વારા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં એક ઉદયાવલિકા મેળવતા જેટલી થાય તેટલી હોય છે.તેનાથી વધારે હોતી નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org