________________
૩૧૮
કર્મપ્રકૃતિ
-: અથ મોહનીયકર્મને વિષે સંક્રમ - પતટ્ઠહ વિધિઃઅથ મોહનીયકર્મના સંક્રમ - અસંક્રમસ્થાન પ્રરૂપણા:
अट्ठचउरहियवीसं, सत्तरसं सोलसं य पन्नरसं । वज्जिय संकमट्ठाणाई, होति तेवीसई मोहे ॥१०॥ अष्टचतुरधिकविंश, सप्तदश-षोडश च पञ्चदश ।
वर्जयित्वा संक्रमस्थानानि, भवन्ति त्रयोविंशतिहि ॥ १० ॥ ગાથાર્થ :- ૨૮, ૨૪, ૧૭, ૧૬ અને ૧૫ એ પાંચ સત્તાસ્થાનો વર્જીને બાકીના ૨૭, ૨૬, ૨૫, ૨૩, ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, ૧૪ વિગેરે સુધીના ૨૩ સત્તાસ્થાનો મોહનીયના સંક્રમમાં હોય છે.
ટીકાર્ય - મોહનીયકર્મને વિષે ૧૫ સત્તાસ્થાનકો છે. - ૨૮, ૨૭, ૨૬, ૨૫, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ છે. ત્યાં ૨૮ અને ૨૪ સત્તાસ્થાનો કહેલ છે પણ તે સંક્રમમાં પ્રાપ્ત નથી, તેથી તે સત્તાસ્થાનની મધ્યમાં બે સત્તાસ્થાન અને ૧૭ - ૧૬ - ૧૫ સ્થાનો છોડીને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૬, ૨૭ તે ૨૩ સંક્રમસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. -
મિથ્યાષ્ટિના ૩ સંક્રમસ્થાનો:- ૧લું, ૨૭નું સંક્રમ - ૨૮ ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ જીવને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતઘ્રહ છે. તેથી મિથ્યાત્વ સિવાયની બાકીની ૨૭ પ્રકૃતિનું સંક્રમણ કરે છે. ત્યાં ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓ પરસ્પર સંક્રમે છે. અને સમ્યકત્વ તથા મિશ્ર મિથ્યાત્વમાં સંક્રમે છે.
રજું ૨૬નું સંક્રમ :- તથા સમ્યક્ત્વની ઉદ્ગલના થતાં ર૭ ની સત્તાવાળો મિથ્યાષ્ટિ મિથ્યાત્વ વિના ૨૬ પ્રકૃતિનું સંક્રમણ કરે છે. મિથ્યાત્વ તે મિશ્રનું પતગ્રહ છે, માટે તેનો અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે.
૩જે ૨૫નું સંક્રમ :- મિશ્રની પણ ઉવલના થતાં ૨૬ની સત્તાવાળો ૨૫ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિ ૨૬ની સત્તાવાળો ૨૫ પ્રકૃતિઓ સંક્રમણ કરે છે કારણ કે મિથ્યાત્વના સ્થાનનો અભાવ હોવાથી સંક્રમણનો પણ અભાવ છે. (કારણકે ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય એ બન્નેનો પરસ્પર સંક્રમ થાય નહીં, તેથી મિથ્યાત્વ મોહનીય તે ચારિત્રમોહનીયમાં સંક્રમે નહીં.].
ઓપશમિક સમ્યગુદષ્ટિ જીવના ૪ સંક્રમસ્થાનો:- ૧લું ૨૭નું સંક્રમ :- અથવા ઔપશમિક સમ્યગુદૃષ્ટિ ૨૮ ની સત્તાવાળો સમ્યક્ત્વના લાભથી પ્રથમ આવલિકાથી ઉપર વર્તતાને સમ્યકત્વ તે મિથ્યાત્વ અને મિશ્રનું પતન્રહ છે. તે કારણથી સમ્યકત્વ પતગ્રહપણું હોવાથી તેનો ત્યાગ કરે છતે બાકીની ૨૭ પ્રકૃતિઓ સંક્રમણમાં પ્રાપ્ત થાય છે.
૨૬નું સંક્રમ :- અને તે જ ઔપથમિક સમ્યગુદૃષ્ટિ ૨૮ની સત્તાવાળો પ્રથમ આવલિકાની અંદર વર્તતો મિશ્રને સમ્યકત્વમાં ન સંક્રમાવે, કારણ કે સમ્યકત્વને અનુસરનાર જ વિશુદ્ધિના પ્રભાવથી મિથ્યાત્વ પુદ્ગલો જ મિશ્રના લક્ષણને પરિણમાન્તરને પ્રાપ્ત થયેલા છે. અને તે પરિણામ વિશેષ અહીં સંક્રમણ છે. અન્ય પ્રકૃતિરૂપે પરિણામ પમાડવું તે જ સંક્રમણનું લક્ષણ છે. અને સંક્રમણ આવલિકાગત પુદ્ગલો સકલ કરણ અયોગ્ય હોવાથી સમ્યકત્વ લાભની પ્રથમ આવલિકામાં વર્તતાં મિશ્રને સમ્યક્ત્વમાં ન સંક્રમે પણ ફક્ત મિથ્યાત્વ જ સંક્રમે છે. માટે મિશ્રને પણ બાદ કરતાં બાકીની ૨૬ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે. ૨૪ પ્રકૃતિઓનું સંક્રમણ પ્રાપ્ત નથી.
૪છું ૨૩નું સંક્રમ - ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ પણ મિથ્યાત્વને પામેલો મિથ્યાત્વ પ્રાયોગ્ય ફરી પણ અનંતાનુબંધિનો બંધ થવાથી અનંતાનુબંધિની સત્તા હોવા છતાં બંધાવલિકાગતના પુદ્ગલો સકલ કરણોનું અયોગ્યપણું હોવાથી સંક્રમણનો અભાવ છે, અને મિથ્યાત્વ તે સમ્યકત્વ અને મિશ્રનું પતઘ્રહ હોવાથી, મિથ્યાત્વ અને અનંતાનુબંધિ-૪ = ૫ પ્રકૃતિ બાદ કરતાં બાકીની ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે.
૪થું ૨૩નું સંક્રમ :- અથવા ૨૪ની સત્તાવાળો સમ્યગુદૃષ્ટિ સમ્યકત્વમોહનીય એ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનું પતઘ્રહ હોવાથી તેનું સંક્રમ થતું નથી. તેથી સમ્યક્ત્વ +અનંતા-૪ =૫ સિવાય બાકીની ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ હોય છે'' ૧૧ અથવા અનંતાનુબંધિ-૪ ની ઉપશમના માનનારના મતે ૨૮ની સત્તાવાળા સમ્યગુદષ્ટિને અનં-૪ની ઉપશમના થવાથી અને સમ્યક્ત્વમોહનીય પતંગ્રહરૂપ
હોવાથી તે પાંચ વિના ૨૩ પ્રકૃતિઓનું સંક્રમણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org