________________
૨૧૧
બંધનકરણ - સારસંગ્રહ જ સ્પર્ધક થાય છે. જગતમાં તથાસ્વભાવે જ ઓછા ઓછા સ્નેહવાળા પરમાણુઓ ઘણા અને અધિક અધિક સ્નેહવાળા પરમાણુઓ થોડા હોય છે. તે કારણથી પ્રથમ વર્ગણાથી ઉત્તરોત્તર વાવતુ સર્વોત્કૃષ્ટ વર્ગણા સુધી પરમાણુઓ ઓછા ઓછા હોય છે. માટે વર્ગણાઓમાં પુદગલોની અપેક્ષાએ અનંતરોપનિધા અને પરંપરોપનિધા એમ બે પ્રકારની હાનિ સંભવે છે.
ત્યાં પ્રથમ અનંતરોપનિધાથી....પ્રથમ વર્ગણાની અપેક્ષાએ અનંતી વર્ગણાઓમાં ક્રમશઃ અસંખ્યભાગ હીન-હીન અને ત્યાર પછીની અનંતી વર્ગણાઓમાં અનુક્રમે એક એકથી સંખ્યામભાગ હીન ત્યાર પછીની અનંતી વર્ગણાઓમાં ક્રમશ: સંખ્યાતગુણહીન ત્યારબાદ અનંતી વર્ગણાઓમાં અસંખ્ય ગુણહીન અને ત્યાર પછીની સવતિમ વર્ગણા સુધીની અનંતી વર્ગણાઓમાં અનંતગુણ હીન હીન પરમાણુઓ હોય છે. તેમાં પણ પાંચે હાનિવાળી વર્ગણાઓ અનંતી હોવા છતાં અસંખ્યાતભાગહીન યુગલોવાળી વર્ગણાઓ સર્વથી થોડી તે થકી સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અને અનંતગુણહીન પુદ્ગલોવાળી વર્ગણાઓ ક્રમશ: એક એકથી અનંતગુણ છે. અને પરમાણુઓની અપેક્ષાએ અનંતગુણહીન વર્ગણાઓમાં પરમાણુઓ સૌથી થોડા તેનાથી અસંખ્યાતગુણહીન, સંખ્યાતગુણહીન, સંખ્યાતભાગહીન અને અસંખ્યાતભાગ હીન પુદ્ગલોવાળી વર્ગણાઓમાં પુદ્ગલો અનુક્રમે એક એક થી અનંતગુણ છે.
વિવક્ષિત વર્ગણાથી અમુક વર્ગણાઓ ગયા પછી પુદ્ગલો કેટલાં ઓછા થાય તેની વિચારણા કરવી તે પરંપરોપનિધા કહેવાય છે
ત્યાં અસંખ્યાતભાગહીન પુદ્ગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે. તેમાં સર્વથી અલ્પ સ્નેહાણુવાળી જે પ્રથમ વર્ગણા તેમાં જે પુગલો છે તેની અપેક્ષાએ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા હોય છે અને તે વર્ગણાના પગલોથી પુનઃ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ પછીની વર્ગણામાં પગલો અર્ધા હોય છે. તેની અપેક્ષાએ ફરીથી તેટલી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુગલો અર્ધા હોય છે. તે રીતે અસંખ્યાતમાં ભાગ હીન પુદ્ગલો વાળી અંતિમ વર્ગણા સુધી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગી ઓળંગી પછી પછીની વર્ગણામાં પુદ્ગલો અર્ધા અર્ધા હોય છે.
- 'અસંખ્યાતભાગ હાનિવાળી છેલ્લી વર્ગણામાં જેટલાં પગલો છે તેની અપેક્ષાએ સંખ્યાતભાગ હાનિવાળી સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં અર્ધા પુદ્ગલો થાય છે. ત્યાંથી પુનઃ સંખ્યાતી વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પુગલો અર્ધા થાય છે. એમ સંખ્યાતી-સંખ્યાતી વર્ગણાઓ ઓળંગી ઓળંગી પછી પછીની વર્ગણામાં અર્ધા અર્ધા પગલો ત્યાં સુધી સમજવાં કે યાવતું સંખ્યાતભાગ હાનિવાળી અનંતી વર્ગણાઓમાંની છેલ્લી વર્ગણા આવે.
. ત્યાર પછી સંખ્યાતગુણ હિનાદિક ત્રણ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં એ રીતે પરંપરોપનિધા ધટતી નથી, કારણકે સંખ્યાતભાગહીન પુદ્ગલોવાળી અન્તિમ વર્ગણાથી સંખ્યાતગુણહીન પ્રથમ વર્ગણામાં જ પુદ્ગલો સંખ્યાતગુણહીન એટલે ઓછામાં ઓછા ૩-૪ ગુણહીન અર્થાત્ ત્રીજા કે ચોથા ભાગ જેટલાં થઇ જાય છે. ' તે કારણે મૂળથી પાંચ પ્રકારની હાનિવાળી વર્ગણાઓમાં. બીજી રીતે પરંપરોપનિધા આ રીતે છે. અસંખ્યાતભાગહીન જે અનંતી વર્ગણાઓ છે તેમાં પ્રથમ વર્ગણાના પુલોની કેટલીક વર્ગણાઓમાં અસંખ્યાતભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતગુણહીન, કેટલી વર્ગણાઓમાં અસંખ્યાતગુણહીન અને કેટલીક છેલ્લી વર્ગણાઓમાં અનંતગુણહીન પગલો હોવાથી પાંચેય પ્રકારની હાનિ સંભવે છે.
સંખ્યાતભાગહીન યુગલોવાળી જે અનંતી વર્ગણાઓ છે તેમાંની પ્રથમ વર્ગણામાં જે પુદગલો તેના પર્વની છેલ્લી વર્ગણામાં રહેલ પુદ્ગલોની સંખ્યાતભાગહીન હોય છે. તેથી અસંખ્યાતભાગીન-હાનિ સંભવતી નથી. તેથી પ્રથમ સંખ્યાતભાગહાનિવાળી વર્ગણાના પુદ્ગલોની અપેક્ષાએ પછીની કેટલીક વર્ગણાઓમાં સંખ્યાતભાગહીન, * કેટલીકમાં સંખ્યાતગુણહીન, કેટલીકમાં અસંખ્યાતગુણહીન અને કેટલીક વર્ગણાઓમાં અનંતગુણહીન પુદગલો હોવાથી છેલ્લી ૪ હાનિઓ સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org