SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ કર્મપ્રકૃતિ રસબંધમાં જીવના અલ્પબદુત્વના સ્થાપના યંત્ર-૪૬ શુભ પરાવર્તમાન અશુભ પરાવર્તમાન ચતુઃસ્થાનક બંધક જીવો અલ્પ તેથી | ક્રિસ્થાનક બંધક જીવો | સંખ્યયગુણ તેથી ત્રિસ્થાનક બંધક જીવો : સંખ્યયગુણ તેથી | ચતુઃસ્થાનક બંધક જીવો સંખ્યયગુણ તેથી ૩ દ્વિસ્થાનક બંધક જીવો | સંખ્યયગણ તેથી | ૬ | ત્રિસ્થાનક બંધક જીવો |વિશેષાધિક બાકીની સર્વપણ પ્રકૃતિઓનો જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ સ્થિતિબંધ સાદિ અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. નિદ્રાપંચક-મિથ્યાત્વ, પ્રથમના કષાય-૧૨, ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપધાત, નિર્માણ-૩૫-૨૯ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ સર્વ વિશુદ્ધ બાદર એકેન્દ્રિય પર્યાપ્તને વિષે અંતર્મુહુર્ત સુધી પામે. તદનન્તર તે જ અધ્યવસાયની પરાવૃત્તિથી મન્દ પરિણામમાં અજઘન્ય. ફરી પણ કાલાન્તરે તે જ અથવા બીજા ભવમાં વિશુદ્ધિ થયે છતે જંઘન્ય એ પ્રમાણે તે બન્ને સાદિ-અધ્રુવ છે. સર્વ સંફિલષ્ટ સંજ્ઞિ મિથ્યાદૃષ્ટિને વિષે ઉત્કૃષ્ટ બંધ, મધ્યમ પરિણામને વિષે અનુત્કૃષ્ટ તે બન્ને વારાફરતી પામે તેથી સાદિ-અધ્રુવ. અને બાકીની અધુવબંધિનીનો અધ્રુવબંધિપણું હોવાથી જ ચારે પણ વિકલ્પ સાદિ-અધ્રુવ જાણવાં. (યંત્ર નં. -૪૭ જુઓ) ઈતિ સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામિત્વ પ્રરૂપણા - સ્વામિત્વના વિચારમાં તીર્થકર નામકર્મનો નરકનું આયુષ્ય બાંધેલો મનુષ્યનો જીવ નરકમાં જવાની ઈચ્છાવાળો મિથ્યાત્વ પામતાં પૂર્વના સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધક થાય. ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ઉત્કૃષ્ટ સંકુલેશ વડે જ બંધાય. તે બંધકને વિષે તેનું સંફિલષ્ટપણું છે. . ' આહારકદ્વિકનો અપ્રમત્તયતિ પ્રમત્તપણાને સન્મુખ થયેલો ઉસ્થિતિબંધક થાય. દેવાયુષ્યનો પ્રમત્તયતિ પૂવક્રોડ આયુષ્યના અપ્રમત્તભાવ સન્મુખ થયેલ પોતાના આયુષ્યના ત્રીજા ભાગના આદ્ય (પ્રથમ) સમયે વર્તતો કરે છે. પૂર્વ કોટિ ત્રિભાગના બીજા આદિ સમયે બાંધતો ઉત્કૃષ્ટ આયુષ્ય ન પામે. અબાધાના પરિગલન થવાથી એટલેકે ન્યૂન થવાથી મધ્યમપણાની પ્રાપ્તિ થાય, તેથી પ્રથમ સમયનું ગ્રહણ કરેલ છે. શુભ સ્થિતિ વિશુદ્ધિથી બાંધે તેથી અપ્રમતભાવ અભિમુખપણાનું ગ્રહણ કર્યું છે. બાકીની ૧૧૬ પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત સર્વસંકિલષ્ટ ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો સ્વામી થાય છે. અહીં સર્વ સંફિલષ્ટપણું પ્રાય: વૃત્તિથી કહ્યું છે. જેથી તિર્યંચ-મનુષ્ય આયુષ્ય ઉત્કૃષ્ટમાં તધ્યાયોગ્ય વિશુદ્ધિથી ઉત્પન્ન થતું હોવાથી અહીં પ્રશ્ન થાય છે કે આ બન્ને આયુષ્ય વિશુદ્ધિથી બાંધે ત્યારે મિથ્યાદૃષ્ટિ કરતાં સાસ્વાદન વિશુદ્ધતર છે. તો તે શા કારણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધકપણે ન કહેવાય ? અને તિર્યંચ-મનુષ્યના આયુષ્યને સાસ્વાદની બાંધતો જ નથી એ પ્રમાણે ન કહેવું કારણકે તિર્યંચ આયુષ્યનો બંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, તિર્યંચ મનુષ્ય આયુષ્યની સત્તા, આ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અથવા સાસ્વાદનને હોય છે. મનુષ્ય આયુષ્યનો બંધ, મનુષ્ય આયુષ્યનો ઉદય, મનુષ્ય આયુષ્યની સત્તા આ પણ વિકલ્પ મિથ્યાદૃષ્ટિ અથવા સાસ્વાદનને હોય છે. એ પ્રમાણે સપ્તતિકાની ટીકામાં કહ્યું છે. અહીં સમાધાન કરે છે. સામાન્યથી મનુષ્ય-તિર્યંચાયુષ્યના બંધની અનુજ્ઞા હોતે છતે પણ અસંખ્ય વર્ષ આયુષ્ય યોગ્ય ઉત્કૃષ્ટ તે પ્રસ્તુત બન્ને આયુષ્યને સાસ્વાદની ન બાંધે, તેનું ગુણપ્રતિપાત અભિમુખપણું હોવાથી, ગુણાભિમુખ વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ કરતાં વિશુદ્ધિની અધિકતા અસિદ્ધ છે. અર્થાત્ સાસ્વાદન ગુણસ્થાનકવાળો ગુણથી પડતો હોવાથી ગુણાભિમુખ જે વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિવાળો જીવ છે તેના કરતાં અધિક વિશુદ્ધિ સંભવી શકે નહીં. * અને અહીં વિશેષ વિચારતાં વિકલત્રિક-સૂક્ષ્મત્રિક-દેવાયુ સિવાય ત્રણ આયુષ્ય દેવદ્રિક, વૈક્રિયદ્રિક, નરકદ્વિક, લક્ષણની ૧૫-પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને તિર્યંચ મનુષ્યો જ મિથ્યાદૃષ્ટિ નક્કી કરેલ સમયે બાંધે છે. કારણકે દેવ નારકો તિર્યંચ મનુષ્ય આયુષ્ય સિવાયની તે ૧૩ પ્રકૃતિઓ ભવપ્રત્યયથી જ ન બાંધે. તિર્યંચ મનુષ્ય - આયુષ્ય પણ ત્રણ Jain Education International For Personal & Private Use Only www.lainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy