________________
બંધનકરણ
અગુરુલઘુ તૈજસ - કાર્મણ - નિર્માણ - પ્રશસ્તવર્ણ - ગંધ - રસ - સ્પર્શ - દેવદ્વિક - વૈક્રિયદ્ઘિક - આહારકદ્ધિક - પંચેન્દ્રિયજાતિ - સમચતુરસ્રસંસ્થાન - પરાધાત - ઉચ્છવાસ - પ્રશસ્તવિહાયોગતિ - તીર્થંકરનામ`૦૯ યશઃકીર્તિ સિવાય ત્રસનવક એમ ૨૯ પ્રકૃતિઓનો અપૂર્વક૨ણે ક્ષપકને યોગ્ય દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ સમયે વર્તતો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામી થાય. તે બંધકને તેનું જ અતિવિશુદ્ધપણું હોવાથી.
૧૫૫
મનુષ્યદ્ધિક - ઔદારિકદ્ધિક - પ્રથમ સંધયણ એ પાંચ પ્રકૃતિઓનો અતિવિશુદ્ધ એવો સમ્યગ્દષ્ટિ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ ૧ અથવા ૨ સમય બાંધે છે. કારણકે મિથ્યાદૃષ્ટિથી સમ્યગ્દષ્ટિ અનંતગુણ વિશુદ્ધ છે તેથી સમ્યગ્દૃષ્ટિનું ગ્રહણ કર્યું છે. નારકો પણ વિશુદ્ધ હોતે છતે આ પ્રકૃતિઓને બાંધે ખરા પણ ફક્ત નંદીશ્વરાદિ ચૈત્યમાં મહોત્સવ આદિથી ઉપબૃહણા (અનુમોદના) કરેલ દેવ જેવો અતિવિશુદ્ધપણાનો ભાવ નથી તેથી તેઓનું (નારકીનું) અગ્રહણ છે. અતિવિશુદ્ધ એવા તિર્યંચ મનુષ્યને તો દેવગતિ પ્રાયોગ્ય બંધ થતો હોવાથી તે અયોગ્ય છે, તેથી બતાવેલ (પાંચ) પ્રકૃતિ બંધનો અસંભવ છે. એ પ્રમાણે અન્યગતિ છોડી દેવનું જ ગ્રહણ કર્યું છે.
દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી અપ્રમત્તસંયત છે, કારણકે તેને સર્વ બંધકોથી અતિવિશુદ્ધપણું છે. સાતાવેદનીય, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી સુક્ષ્મસંપરાયના અંત્ય સમયે વર્તતો (ક્ષપક) જીવ કરે છે. કારણકે તે બંધકને અતિવિશુદ્ધપણું છે. (યંત્ર નંબર - ૩૩ જુઓ)
ઇતિ ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત.
-: અથ જઘન્ય અનુભાગબંધ સ્વામિત્વ પ્રરૂપણા :
જઘન્ય અનુભાગ સ્વામિત્વ વિષયમાં અપ્રમત્તયતિ પ્રમત્ત સન્મુખ થયેલો આહારકક્રિકનો જધન્ય અનુભાગબંધનો સ્વામી થાય છે, તેને તે બંધકમાં સર્વસંક્લિષ્ટપણું છે.
સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, આયુષ્ય-૪, દેવદ્વિક, નરકઢિક, વૈક્રિયદ્ધિક રૂ૫ - ૧૬ પ્રકૃતિઓનો મનુષ્ય - તિર્યંચ જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય. કારણકે અહીં તિર્યંચ મનુષ્ય આયુષ્ય વિના બાકીની ૧૪-પ્રકૃતિઓ દેવ-ના૨કો ભવ પ્રત્યયથી જ ન બાંધે, તિર્યંચ-મનુષ્ય બંને આયુષ્ય પણ જ્યારે જધન્ય સ્થિતિનું બાંધે ત્યારે જધન્ય રસ કરે, ૧૧oદેવ-ના૨કો તો તે જઘન્ય બાંધે નહીં. તે સ્થિતિને વિષે તેઓને ઉત્પન્ન થવાનો અભાવ છે, તેથી આ ૧૬ પ્રકૃતિઓ દેવ-ના૨ક અયોગ્ય છે. એ પ્રમાણે મનુષ્ય તિર્યંચનું જ ગ્રહણ કર્યું છે. ત્યાં ના૨ક આયુષ્ય અશુભત્વપણું હોવાથી તે બંધકમાં સર્વ વિશુદ્ધ ૧૦ હજાર વર્ષ જધન્ય સ્થિતિબંધ કાળમાં જઘન્ય અનુભાગબંધ તિર્યંચ મનુષ્ય કરે. બાકીના ત્રણ આયુષ્ય શુભપણું હોવાથી તે બંધકમાં ૧૧૧સર્વસંક્લિષ્ટ પોતપોતાની સર્વ જધન્યસ્થિતિના બંધકમાં જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. નરકક્રિકનું અશુભત્વપણું હોવાથી જધન્ય સ્થિતિબંધ કાળે તે બંધકને વિષે સર્વ વિશુદ્ધ છે. દેવદ્વિકનું શુભત્વપણું હોવાથી પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કાળે તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ હોય ત્યારે જ૰ અનુ બંધ કરે, અતિ સંક્લિષ્ટ હોય તો નરકાદિ યોગ્ય બાંધે તેથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ હોય ત્યારે જઘન્ય ૨સબંધ કરે છે. તેથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટનું ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે બીજે પણ જાણવું. વૈક્રિયદ્વિકનું પણ શુભત્વપણું હોવાથી નરકગતિ સાથે સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા (જઘન્ય અનુભાગબંધ) કરે. વિકલત્રિક, સૂક્ષ્મત્રિકનું તો અશુભપણું હોવાથી તત્ પ્રાયોગ્ય વિશુદ્ધ હોય ત્યારે (જઘન્ય અનુભાગબંધ) કરે કારણકે અતિવિશુદ્ધ મનુષ્યાદિ પ્રાયોગ્ય બાંધે તેથી તતુ પ્રાયોગ્ય વિશુદ્ધિનું ગ્રહણ છે.
૧૦૯ સારામાં સારા પરિણામે તીર્થંકરાદિ પ્રકૃતિઓનો આઠમે ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ ૨સ બંધ થાય અને યશઃકીર્તિ આદિનો દશમે થાય એમ અહીં કહ્યું. ત્યારે અહીં શંકા થાય કે આઠમા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકે અનંતગુણ વિશુદ્ધ પરિણામ છે. દશમાથી અગિયારમે અત્યંત નિર્મળતા છે તો ત્યાં તેનો ઉત્કૃષ્ટ રસબંધ કેમ ન થાય ? કદાચ અહીં એમ કહેવામાં આવે કે ત્યાં બંધાતી નથી માટે ન થાય. પરંતુ શા માટે ન બંધાય ? તેના ઉત્તરમાં સમજવું કે દરેક પુણ્ય કે પાપ પ્રકૃતિઓના બંધ યોગ્ય પરિણામની તીર્થંકર પરમાત્માના જ્ઞાનમાં મર્યાદા છે કે ઓછામાં ઓછા અમુક હદના સારા પરિણામથી આરંભી વધારેમાં વધારે અમુક હદ સુધીના સારા પરિણામ પર્યંત અમુક અમુક પુણ્ય પ્રકૃતિઓ બંધાય. તે જ પ્રમાણે ઓછામાં ઓછા અમુક હદના સંશ્ર્લિષ્ટ પરિણામથી આરંભી ઉત્કૃષ્ટ અમુક હદ સુધીના સંશ્ર્લિષ્ટ પરિણામ પર્યંત અમુક પાપ પ્રકૃતિ બંધાય. આ પ્રમાણે બંધમાં પોતપોતાની જે ઓછામાં ઓછી કે વધારેમાં વધારે સંક્લેશ કે વિશુદ્ધિની મર્યાદ છે તે કરતાં ઓછા હોય કે વધી જાય તો તે પ્રકૃતિનો બંધ ન થાય. આ હેતુથી જ અમુક અમુક પ્રકૃતિ અમુક ગુણસ્થાનક સુધી બંધાય આગળ ન બંધાય એમ કહ્યું છે. જો આ પ્રમાણે મર્યાદા ન હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકે બંધાયા જ કરે તો તેના બંધનો અંત જ ન આવે અને કોઇ જીવ મોક્ષમાં જ ન જાય. તેથી જ તીર્થંકરાદિનો આઠમે અને યશઃકીર્તિ આદિનો દશમે ઉત્કૃષ્ટ રસબંધ કહ્યો અને બંધવિચ્છેદ પણ ત્યાં જ કહ્યો. કારણ કે તેના બંધને યોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામ ત્યાં જ છે તે કરતાં આગળના ગુણસ્થાનકે તેના બંધ યોગ્ય હદથી વધારે નિર્મળ પરિણામ છે. માટે ત્યાં ન બંધાય. આ પ્રમાણે દરેક પ્રકૃતિઓ માટે સમજવું.
૧૧૦ અહીં ટીકામાં રેવ શબ્દ નથી પણ તે જરૂરી છે.
૧૧૧ અહીં ટીકામાં સર્વક્લિષ્ટ કહેલ છે. પણ આયુનો બંધ તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી હોય ત્યારે જધન્ય ૨સબંધ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org