SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂચનને, મૂર્ત સ્વરૂપ આપવા દેવ-ગુરૂ કૃપાએ પૂજ્ય પં. મહારાજ શ્રીની નિશ્રામાં અમોએ વિ. સં. ૨૦૩૯માં પાલનપુર ના ચોમાસામાં આ વદ ૭–૮–૯ ભારતભરના ભારતીય અને વિજ્ઞાનિક વિદ્વાનેને વધતા વિજ્ઞાન સંગોષ્ઠીના માધ્યમથી આમંચ્યા હતા. ૬૦ ની બહળી સંખ્યામાં ઉપસ્થિત થયેલ વિદ્વાનોએ સવાર-સાંજની અઢી કલાકની બેઠકમાં પિતાના નિબંધે ગુજરાતી હિન્દી સંસ્કૃત-અંગ્રેજીમાં રજૂ કર્યા હતા. તે નિબંધને ડેઃ નેમીચંદ્રજીના કરેલ સૂચનને લક્ષ્યમાં લઈ જ બૂઢીપ નામથી છ-માસિક પત્ર રૂપે પ્રગટ કરવાનું વિચાર્યું. તે પ્રમાણે, વિ. સં. ૨૦૩૯ માં પ્રથમ, વિ. સં. ૨૦૪૦ માં દ્વિતીય વિ. સં. ૨૦૪૧ માં તૃતીય પુસ્તક તે તે વિદ્વાનોના લેખ-નિબંધના સંગ્રહ રૂપે પ્રકાશિત થયા. " પરિસ્થિતિ-સંજોગવશ જંબુદ્વીપ પુસ્તક છ મહિનાના બદલે વાર્ષિક રૂપે પ્રગટ કરી શકીએ છીએ, .આ ચોથું પુસ્તક સં. ૨૦૪૨નું હિન્દુ-મુસ્લીમ હુલ્લડ આરિ, અવધેમાંથી પસાર થઈ વર્ષની આખરે પ્રગટ કરી શકીએ છીએ. કેમકે આ પુસ્તકના પ્રકાશનની વ્યવસ્થા, પ્રેસ, તે અંગેના કાર્યવાહક બધા અમદાવાદમાં છે. આમ છતાં દેવ-ગુરૂ કૃપાએ અમે આ ચોથું પુસ્તક પ્રગટ કરી શક્યા છીએ એ અમારે મન પરમ સૌભાગ્યની વાત છે. આ પ્રકાશનમાં અનેક પુણ્યવાના પવિત્ર, સહયોગને અમે મેળવી શક્યા છીએ. અમારા આ પ્રકાશનના મુખ્ય પ્રેરક મુનિ મંડળ સંપાદક મંડળ, અને સહસંપાદક મંડળના ધર્મસ્નેહ ભર્યા સહયોગની અંતરથી અનુમોદના કરીએ છીએ. કે જેઓની પવિત્ર સહાગ વિના મોંઘવારી અને હાડમારીના કપરા કાળમાં આટલી સફળતા પૂર્વક આ પ્રકાશન કરી શકયા ન હોત. * પ્રેકમંડળના પરમ-ઉપકારી મુનિભગવંતેની પરમકૃપાના અમે ચિર-ઋણી છીએ. જેમાં ખાસ પૂ. બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. તથા મુનિશ્રી વિવેકચન્દ્ર સાગરજી મ. ના ઉદાર સહયોગની ખૂબ અનુમોદના કરીએ છીએ કે– છે. જેઓશ્રીએ પૂ. પંન્યાસજી મ.ની નિશ્રામાં અમારા છાપકામ અંગે પ્રેસકોપી વગેરે તૈયાર કરવામાં ખૂબ શ્રમે લીધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy