________________
દર્શન કરાવ્યાં, તેમની પાસે પોતાના ભાઈ શ્રીયક મુનિને આરાધક જાણી ઉપયોગી સૂત્રો સંપ્રાપ્ત કર્યા જે દશવૈકાલિકની ચૂલિકા રૂપે
આજેય જાણવા-ભણવા મળે છે. 45 પૂર્વસંકેત પ્રમાણે કાળધર્મ પામી દેવ બનેલ પદ્માવતીના જીવે પૂર્વભવના
પતિને પ્રતિબોધવા વિવિધ ઉપાયો કર્યા, છેલ્લે તાપસી પાસે માર મરાવી શ્રાવક બનાવ્યા ને ક્રમે વૈરાગ્ય પ્રગટાવ્યો. અંતે પતિ ઉદાયન રાજવીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. 21 સંયમી મુનિવરથી સંધ્યા સમયે માત્રાની ભૂમિ જોવી રહી ગઈ. રાત્રે ચૂંકો
આવે તેવી લઘુશંકા વધતાં મરણાંત કષ્ટવાળી થઈ, છતાંય માગું કરી કયાં પરઠવવું-ની ચિંતામાં મુનિ વ્યગ્ર હતા તેટલામાં સમ્યગુદષ્ટિ દેવ
પ્રગટયાને પ્રકાશ વેરી દીધો. મુનિવરનું કાર્ય પાર ઊતર્યું. 25 નાગકેતુની શિશુ અવસ્થા છતાંય પૂર્વભવનો અધૂરો રહેલ અટ્ટમ કર્યો, શાસનદેવને પ્રગટ થવું પડ્યું, ને મૃત જાહેર થયેલ બાળકની
રક્ષા કરી. તે જ નાગકેતુ તે જ ભવે મોક્ષે ગયા. 25 સૂર્યવંશના પ્રણેતા અયોધ્યામાં થયા, નામ સૂર્યયશ રાજા, તેમની
ધર્મપરીક્ષા કરવા બે દેવીઓ રૂપી સ્ત્રી બની પરણી, તિથિના પૌષધ વખતે અંતરાયો કર્યા, રાજાની અડગતા હતી તો છૂટાછેડા માગ્યા, પતિએ બીજું માંગવા કહ્યું તો પુત્રનું માથું કાપી આપવાની માગણી કરી. તેને બદલે પૌષધ ટકાવવા પોતાનું માથું કાપી દેવા તૈયારી દેખાડતાં જ દેવીઓ પ્રત્યક્ષ થઈ. 41 ભરૂચમાં શકુનિકા વિહાર બાંધવા ભૂમિખનન વખતે ક્ષેત્રદેવતાએ
કારીગરોને પળમાં દાટી દીધા, તેમના ઉપદ્રવને વારવા આમ્રદેવે પત્ની અને પુત્ર સાથે તે જ આગકાંડ ઝપાપાત કરી લેવા નિર્ધાર કર્યો, ત્યારે તેના શૌર્ય ઉપર વારી ગયેલ ભૂદેવી પ્રગટ થઈ અને વરદાન માગવા કહ્યું. આમ્રદેવે કારીગરોની પ્રાણરક્ષા માંગી, ને દહેરું બંધાણું જેની પ્રતિષ્ઠા પણ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ દેવતાઈ સાંનિધ્યથી સંપન્ન કરી આપી. 5 મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ના સમકાલીન મહાત્મા મુનિ
મનં સંસાર સારં.
૬ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org