________________
મણિઉધોત મ.સા.ની પીઠમાં પાઠું થયું, રસી થઈ, જિવાતો ભરાણી. તેની કારમી વેદના વદન ઉપર છવાઈ ગઈ, છતાંય સહન કરી, રાત્રે કાયોત્સર્ગ વખતે ક્ષેત્રદેવ પ્રગટ થયો ને દર્દ દૂર કરી આપવા તૈયારી દેખાડી, છતાંય મહાત્માએ બસ, સહન જ કર્યું; પણ ઉપચાર ન કરાવ્યો, કારણ કે તેઓ વિપત્તિને કર્મનિજરાની સંપત્તિ માનતા હતા. આજ મહાત્માની પ્રશંસા ખુદ સિમંધર સ્વામીએ કરેલી. / રસનેન્દ્રિય ઉપરના જબ્બરદસ્ત કાબૂ દ્વારા બ્રહ્મચર્યમાં સ્થિત યક્ષ વજસ્વામી ઉપર પૂર્વભવના મિત્ર દેવો ઓવારી ગયા હતા અને રાજી થઈ વૈક્રિય રૂપ તથા વિદ્યાઓ આપી હતી. 25 રાજા દંડવીર્ય આંગણે આવેલ તમામ સાધર્મિકો જમી લે પછી ભોજન
ગ્રહણની પ્રતિજ્ઞાવાળા હતા. તેમની કસોટી કરવા ઈન્દ્ર ક્રોડો સાધર્મિકોને વિદુર્વાને તેમના મહેલે મોકલ્યા. રાજાએ સોલ્લાસ આઠ ઉપવાસ રાખી સૌની સાધર્મિક ભક્તિ કરી, ત્યારે ઈન્દ્ર પ્રગટ થઈ દિવ્ય ધનુષ-કુંડલ ભેટમાં આપ્યાં. 45 જિનપ્રભસૂરિજી પદ્માવતી દેવી દ્વારા વરપ્રાપ્ત આચાર્ય થયા. તે જ દેવીની સહાયતાથી ઑછોને પ્રતિબોધિત કર્યા. ચમત્કારોથી રાજાને વશ કર્યો, વટવૃક્ષને રસ્તે ચાલવા આજ્ઞા આપી તો વૃક્ષ સાથે ચાલવા લાગ્યો. મુનિના ઘડાની દોરી ચોરનાર ઉંદરડાને જાણવા, ત્યાંના બધાય ઉંદરોને આકર્ષી અપરાધીને પકડી પાડયો. ચમત્કાર દેખાડી પછી બધાયને મુક્ત પણ કર્યા. અન્યલિંગી આવ્યો ને ટોપી આકાશમાં અધ્ધર કરી, ત્યારે રજોહરણથી ખેંચી નીચે ઉતારી. બીજા દિવસે પાણી ભરેલો ઘડો આકાશમાં બિનાધાર કર્યો, તો ઘડો ઉતારી પાણીને
અલગ કરી દેખાડ્યું. 4] આ જ પ્રમાણે ધર્મભાવના અને નિષ્ઠામૃત્યુ મેળવી જનાર શેઠ માણેકશાહ
મટી યક્ષેન્દ્ર બનનાર માણિભદ્ર દેવ પણ આજે જાગૃત છે, અનેકોને પરચાઓ આપ્યા છે, આજેય આપે છે. ઉપવાસાદિ દ્વારા, જાપ દ્વારા કે વિશિષ્ટ પુણ્યના બળે તેઓને સાધી શાસનરક્ષાને પ્રભાવનાનાં
અનેક કાર્યો કરી શકાય છે તેવી સત્ય ઘટનાઓ સાક્ષીમાં છે. મનં સંસાર સારં....
૬૩ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org