________________
25 પ્રભુવીરના કાળે જ થયેલ ચેડા રાજા પાસે દેવતાઈ બાણો હતાં જે અમોઘ લક્ષ્યને વીંધી નાખતા હતા, છતાંય અશોકચંદ્ર પણ દેવને સાધી પ્રતિપક્ષે લડાઈ આદરી અને દેવતાઈ સહાયતાથી જ વિજય મેળવ્યો. 5 ઉદયન રાજર્ષિને વિષમ રોગના ઉપચાર રૂપે દહીં લેવું પડ્યું જે વિષમય હતું, છતાંય હિતકારી દેવે તે વિષથી તેમને બચાવ્યા; ફરી વાર પણ રક્ષા કરી, છતાંય જયારે છેલ્લી વાર પ્રમાદમાં પડેલ દેવ ચૂકયો ત્યારે ગોચરીમાં આવેલ વિષમય દહીંથી મરણ પામ્યા, દેવને પોતાના પ્રમાદનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ' A ઐશ્વર્યનો મદ મનમાં રાખી પરમાત્માને વાંદવા જનાર રાજા દર્શાણભદ્ર
ત્યારે માનભંગ પામ્યો જયારે વિમાનવાસી દેવેન્દ્ર તેનાથી ઋદ્ધિસમૃદ્ધિવાળી દેવાયા વડે ઐરાવણ હાથી, તે ઉપર પધ, પાંખડીઓ ને દેવીઓ વિક્ર્વી પ્રભુ વરને વંદન કર્યા. દેવથી પરાજિત રાજાએ દીક્ષા લીધી. 25 સુદર્શન શેઠ પૌષધવ્રતમાં પણ ડગ્યા નહિ ને રાણી અભયાનો અનુકૂળ
ઉપસર્ગ સહન કર્યો. શૂળીની સજા વિરુદ્ધ શીલવતી પત્ની મનોરમાએ કાઉસગ્ન કર્યો, ને દેવતાઈ ચમત્કારોથી શૂળીનું સિંહાસન થયું. 25 રાજાના વ્યામોહથી ભાઈને ભગિનિ પુષ્પચૂલ-પુષ્પચૂલા ભાર્યા-ભર્તા બન્યા, જે પાપથી બચાવવા દેવીબનેલી માતા પુષ્પાવતીએ પુત્રને પ્રતિબોધ કરવાના રાગવશ નરક અને સ્વર્ગનાં સાક્ષાત્ સ્વપ્નો દેખાડી વૈરાગ્ય
પમાડ્યો અને પુષ્પચૂલાએ પણ પાપ ધોવાદીક્ષા લઈ મોક્ષ સાધ્યો. 25 જંબૂસ્વામીના ઘરે લૂંટવા આવનાર ૫૦૦ ચોરોનું સ્થંભન, સ્વપ્ન
દ્વારા કે દેવતાઈ સાંનિધ્યો દ્વારા પ્રતિમાજીઓનું ભૂગર્ભથી પ્રગટ થવું વગેરે અનેકે નજરે નિહાળેલી બીનાઓ છે. 25 આવી તો અનેક દેવતાઈ અવતરણો-સહાયોની-ઉપસર્ગોની ઘટના
પ્રભુ વિરના સમયકાળમાં થઈ છે, જે કદાચ જૂની માનીએ તોય તે પછી પણ ચમત્કારિક અનેક ઘટનાઓ દેવ સાંનિધ્યની સાક્ષીપક્ષે ઊભી જ છે. વાનર નવકાર પ્રભાવે દેવ થયો, જ્ઞાનના ઉપયોગ
જાણ્યું કે ફરી નવ જન્મ વાનર રૂપે જંગલમાં થશે, તેથી દેવતાઈ ૬૦
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org