________________
શ્રી શંખેશ્વર, મહુડી, આગલોડ, બલસાણા, શાહપુર વગેરે ચમત્કારી તીર્થોમાં જે જાય છે તેઓ મીથ્યાત્વી છે એવો બોલનારા તથા લખનારા ને આર્યસમાજી જેવા તથા નાસ્તિક દોષદૃષ્ટિવાળા જાણવા. જૈનો કે જેઓ કુળ થકી જેનો છે તેઓ અન્ય દર્શની તીર્થો કરતા જૈન તીર્થોમાં યાત્રાર્થે જાય છે તેઓનો સમક્તિ નિર્મળ થવાના ઘણા કારણો છે અને તેઓ જિનેશ્વરદેવોની ભક્તિ તથા સાધુ-સાધ્વીજી વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંતગણું પુણ્યોપાર્જન કરે છે, તેથી ઉગ્રપુણ્યકર્મોદયે પણ આ ભવમાં તેઓ લક્ષ્મી-પુત્રાદિ વાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે. તેઓને વાંછિત કાર્યોમાં તે-તે તીર્થકરોના અધિષ્ઠાયક દેવો સહાય પણ કરે છે આ વાતોના ઘણાજ દાખલા સાંભળેલા છે તેમાં આશ્ચર્ય
નથી.
આ વાત દ્વારા વાચકો સમજી જ ગયા હશે કે મહુડી, આગલોડ, શાહપુર, બલસાણા વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાયક દેવો ચમત્કારી છે તથા તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે. તેથી સાધર્મિક જૈનોને વ્યવહારિક તથા ધાર્મિક કાર્યોમાં મદદ કરે છે. તેથી તેઓ સર્વે જૈનોને અવશ્ય મદદ કરે તેવો પણ નિયમ નથી પરંતુ પ્રભુસેવા-પ્રભુ ભક્તિ તથા પુણ્યોદય અનુસાર સહાયક થાય છે, અને તેથી પ્રભુસેવા આદિથી પાપકર્મોનો અનિકાચિત આદિ પણ કર્મોદય નષ્ટ થઈ જાય છે.
શાસનદેવો રાગી તથા ષી બાહ્યશક્તિવાળા તથા વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપીત મૂર્તિમાં રહે છે તેવો પણ કોઈજ નિયમ જાણવા મળતો નથી. તેઓની મૂર્તી સમક્ષ જાપ વગેરે મંત્રાનુષ્ઠાન કરનારાઓને અવધિજ્ઞાનથી જાણી શકે છે અને તેઓને સ્વસ્થાને બેઠા બેઠા પણ સહાય કરવાની શક્તિ વડે સહાયક થાય છે. જયારે વ્યક્તિની પાત્રતા અનુસાર કોઈ સમયે પ્રત્યક્ષ તો કોઈ સમયે સ્વપ્નમાં પણ દર્શન આપે છે.
જૈન શાસનદેવો જેઓ જયવંતા જૈનસંઘના પરમ સહાયક છે અને સમકિતી છે તેઓ એકબીજા પ્રત્યે પ્રેમભાવથી વર્તવાનું જણાવે છે.
જયારે દેવ-દેવીના નામે કેટલાક લોકો જુઠું પાખંડ ચલાવે છે અને ૨૨
મન્ત્ર સંસાર સારં..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org