________________
માન-પૂજા-લક્ષ્મીની લાલચે “મને અમુક દેવ પ્રત્યક્ષ છે અને હું અમુક કાર્ય કરી શકું છું?” એમ ખોટું બોલી લોકોને ઠગે છે તથા લોકોની આગળ ધુણે છે જયારે અમુક દેવી પાડો-બોકડો માંગે છે એમ કહી ધુણે છે આવા લોકોથી કદાપી છેતરાવું નહીં. તેમની વાત સાચી માનવી નહીં તથા તેમની સંગત પણ કરવી નહીં. તથ્ય એ છે કે દેવલોકમાં દેવદેવી કંઈ પાડા કે બકરાનું માંસ ખાતા નથી અને તેનાથી ખુશ પણ થતા નથી. ખરેખર તો આવું કરનારા માનનારા મિથ્યાત્વનું પોષણ કરનારા છે. આવું જૈન શાસ્ત્રો પોકાર કરીને જણાવે છે. જૈન શાસ્ત્રો મિથ્યાત્વી દેવદેવીથી અને તેમના ગરીબ ભક્તોના જુઠાણાથી દૂર રહેવાની સલાહ આપે છે. તથા સમકિતી દેવ-દેવી પર શ્રદ્ધા રાખી સમ્યત્ત્વ ટકાવવાનું જણાવે છે.
જે જૈનો પીર, લોટેશ્વર, મીરાદાતાર, મરદપીર, રામદેવપીર, હાજીપીર, શીરડી, તીરૂપતિ વગેરે સ્થાનોમાં જાય છે તેઓ મિથ્યાત્વમાં ફસાય છે અને તેના કરતા જે જૈનો ઉત્તમ ભાવનાથી શાસન દેવદેવી વગેરે પાસે જાય છે તેઓ મિથ્યાત્વની વાસનાઓથી બચી જાય છે. સમકિતી જેન દેવોને જૈનોનો આચાર ખ્યાલ હોવાથી મૂળ સમકિત આદિના આચાર માંથી ખસવાનો વખત આવતો નથી. મિથ્યાત્વી સ્થાનોમાં જઈ મિથ્યાષ્ટિ થનારા જૈનો મેં જોયા છે. આજનો સ્થાનકવાસી વર્ગ તથા અમુક પ્રખ્યાત વર્ગ જે દેવ-દેવીની સહાયતા સ્વીકારતો નથી પરંતુ તેમના ભક્તોને અન્ય મિથ્યાત્વના સ્થાનોમાં જતા જોયા છે. તેના કરતા સમ્યદૃષ્ટિ દેવદેવીની સહાયતા માનનારા જૈનો અતિ ઉત્તમ જાણવા.
જેનોમાં કેટલાક તો એકડા નિશાળીયા જેવા હોય છે તેઓ સ્વાર્થ પૌલીક ઈષ્ટ વસ્તુ માટે જ દેવ-દેવીને પ્રાર્થના વગેરે કરે છે, તેઓને બાહ્ય લક્ષ્મી વગેરે પદાર્થોની અત્યંત જરૂરત હોય છે તેથી તેઓની દશા પ્રમાણે તીર્થસ્થળ આદિમાં જઈ લક્ષ્મી આદિની માંગણી કરે છે. ભાવના પ્રમાણે ફળ પણ પુણ્યોદયેજ થાય છે. આ ભાવના તેજ સંકલ્પ છે.
યોગશાસ્ત્રનો નિયમ છે કે સંકલ્પજ/ભાવનાજ કાર્ય કરે છે દેવો તો તેમાં નિમિત માત્ર બને છે. મેસ્મરીઝમ, હીપ્નોટીઝમ વગેરે યોગના મન્ત્ર સંસાર સાર...
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org