________________
સ્વાર્થી મનુષ્યો કરતા પરમાર્થી દઢવ્રતધારી જેનો ને તેઓ ગુપ્તપણે સહાયતા કરતા જ હોય છે. આપણા બંધુઓ, મિત્રો, હીતસ્વીઓ જેમ આપણને ખાનગી રીતે મદદ કરતા હોય છે. તેમ શાસન દેવો પણ જેનાત્મા હોવાથી ગૃહસ્થો-સાધર્મિકો પ્રત્યે અતિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેઓને આકસ્મિક રીતે ગુપ્તપણે સહાય કરે છે. જેની તેઓને ખબર પણ પડતી નથી.
દેવ-દેવીને અમુક સારું કાર્ય થશે તો અમુક વસ્તુ ધરીશ એવી બાધા માન્યતા અજ્ઞ જૈનો ધરે છે. પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે સ્તવે છે અને બાધા આખડી વિના દેવદેવીના મંત્રજાપ વગેરે કરે છે અને દેવગુરૂ ધર્મની આરાધના કરે છે તે સ્વાલંબી જૈનો જાણવા. છઠ્ઠા ગુણઠાણા સુધી પહુંચેલા સાધુ-સાધ્વીજી ભગવંતો દેવ-દેવીની આરાધના ચોથી સ્તુતી દ્વારા કરે છે. જયારે સાતમા ગુણઠાણે પહુંચેલ વ્યક્તિ સ્વપ્ન પણ દેવ-દેવીની આરાધના કરતો નથી.
પ્રભુ વીરના સમયમાં નાગસારથીની પત્ની સુલતાએ પુત્ર પ્રાપ્તિના આશયથી દેવની આરાધના કરી હતી, દેવે તેને બત્રીસ ગોળી આપી તેથી તેને બત્રીસ દીકરા થયા. જેઓ ચેલણાના હરણ વખતે મરણ પામેલા. આ વાતથી દેવ-દેવીની સહાયતા સિદ્ધ થાય છે.
જેઓ યક્ષો-પક્ષીણીઓ-દેવો-વીરો વગેરેનું ખંડન કરે છે, તેઓની માન્યતા ખોટી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે તેઓ મૂળમાં તો જૈન શાસ્ત્રો તથા જૈન ધર્મના પાયાનુંજ ઉત્થાપન કરે છે અને તેથી તેઓ જૈન ધર્મના શત્રુ ઉન્માર્ગગામી એવં નાસ્તિક જાહેર થાય છે. સમ્યદૃષ્ટિ જૈનોએ એવા નાસ્તિકોનો સંગ કરવો નહીં. જેઓ જૈન શાસ્ત્રોમાં કહેલા સ્વર્ગલોકની ઉત્થાપના કરે છે તેઓ સ્વયં જૈનશાસન એવં જૈન શાસ્ત્રની ઉત્થાપના કરનાર જાણવા.
જૈન શાસન દેવોની નિંદા આશાતના કરવાથી તથા જૈન પૂર્વાચાર્યોની માન્યતાઓનો લોપ કરવાથી કુળનો ક્ષય થાય છે. પગામ સજઝાયમાં ઢવા લાસાયUT સેvi સાસાયUTIણે એવો પાઠ છે. દેવ-દેવીની અશાતના તથા નિંદા કરવાથી પાપકર્મનો બંધ થાય છે. મન્ત્ર સંસાર સારે...
૨૧ :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org