________________
વિધિ : અઠ્ઠાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. તથા સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય. માળા પીળા રંગની ફેરવવી તથા યંત્રની પૂજા સુગંધી પીળાં ફૂલથી કરવી જોઈએ. હેતુ : ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય.
સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્રે, વિશ્વાજતે તવ વપુઃ કનકાવદાતમ્ | બિમ્બ વિચઢિલસદંશુ-લતા-વિતાન,
તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્રરશ્મઃ ||ર૯ll અર્થ : જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણો રૂપી લતામંડપવાળું ઉત્તેગ એવા ઉદયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિમ્બ શોભે છે; તેમ રત્નોનાં કિરણોનાં અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે. ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં ણમો ઘોરતવાણું મંત્ર : ૐ ણમો ણમિઉણ પાસ વિસહરફુલિંગ મંતો વિસહર નામકખરમંતો સર્વસિદ્ધિમીહે ઈહ સમાંતાણ મણે જાગઈ કષ્પદુમર્થ્ય સર્વસિદ્ધિ ૐ નમ: સ્વાહા
વિધિ : ઓગણત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષ ચડતું નથી એટલે કે અફીણ, સોમલ, આકડો, ધતૂરો વગેરે ખાવામાં આવી ગયાં હોય તો પણ તેની અસર થતી નથી. વળી તેનાથી નેત્રપીડા દૂર થાય છે અને વીંછીનું ઝેર ઉતરી જાય છે. હેતુ : વિષ દૂર થાય.
મન્ત્ર સંસાર સારું...
૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org