________________
“નમો જિણા” બોલવું. ગજવામાં ખાવા-પીવાની વસ્તુઓ ન રાખવી, એઠું મોટું હોય તો ચોક્ખું કરી લેવું. દર્શન માટે સ્નાન કરવું જરૂરી નથી. (હાથ મોં ધોઈને અંગ શુધ્ધિ કરી લઈએ તો ચાલે.) ૦ દેરાસરના મુખ્ય દ્વારમાં “નિશીહિ” કહીને
પ્રવેશ કરીએ ત્યારે પુરૂષોએ પોતાના ડાબા હાથથી અને બહેનોએ પોતાના જમણા હાથથી અંદર પ્રવેશ કરવો. મુખ્ય દ્વારમાં નીચે શિલ્પાનુસારે દ્રષ્ટિ દોષ નિવારણ માટે જલગ્રાહ રાગ દ્વેષના પ્રતીક
સ્વરૂપે વાઘ અને સિંહ મુકેલ છે, એ બેની વચ્ચેની જગ્યાએ હાથથી સ્પર્શ કરવો. એ બન્નેને રાગદ્વેષના પ્રતીક માની હું રાગ દ્વેષ ઉપર પગ મૂકીને અંદર જાઉં છું માટે ગમે તેવા સંયોગો આવે તોય દેરાસરમાં રાગ દ્વેષનહિ કરું.' એવી ભાવના ભાવવી.
- 79
Jain Education Internationaltor Personal & Private Use Onlyww.jainelibrary.org