________________
કરી બચાવી લીધા હોય ને મંદિર જે તે સ્થાને એમ નેમ પડ્યું રહે. ભવિષ્યમાં ઉજ્જડ બનેલા - વેરાન બનેલા મંદિરો ક્યા ધર્મ કે સંપ્રદાયના છે તે ઓળખવું ખૂબ કપરું પડતું હોય છે. કારણ કે મંદિર સ્થાપત્ય શૈલીને ધર્મ કે સંપ્રદાય સાથે ઝાઝુ લાગતું - વળગતું નથી. મંદિર જૈનોનું હોય, સ્વામિનારાયણનું હોય કે શંકર - વિષ્ણુ - બ્રહ્મા આદિ હિંદુ દેવોનું હોય, એની સ્થાપત્યશૈલી પ્રાયઃ કરીને એક સમાન આકાર પ્રાકરની હોઈ શકે છે. તેમ છતાં મંદિર નિર્માણ સમયે જ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખી લેવામાં આવે તો તેના વડે ભવિષ્યમાં આ મંદિર જૈનોનું હતું એમ સિદ્ધ થઈ શકે છે.
125
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org