________________
પ્રકરણ ૩પ મું. અનેકાંતવાદને આશ્રય લેનાર દર્શન કરે. ૨૫૯
પદાર્થોનું વ્યાપક વરૂપ. વિશ્વના પદાર્થોનું સારી રીતે અવલોકન કરવાથી જણાઈ આવે છે કે તે સર્વ—ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિથી યુક્ત છે. પ્રત્યેક પદાર્થમાં–ઉત્પાદ થય અને પ્રૌવ્ય ને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જ્યાં અમે વસ્તુમાં ઉત્પત્તિ અને વિનાશને અનુભવ કરીએ છીએ, ત્યાં પર તેની સ્થિરતાને પણ અવિક રૂપથી ભાન થાય છે. ઉદાહરણ માટે એક સુવર્ણ પિંડને જ –પ્રથમ સુવર્ણપિંડને ગલાવી તેનું કટક (કડું) બનાવી લીધું. ફરી કટકને નાશ કરીને તેને મુકુટ કરાવ્યું, જ્યાં સુવર્ણનાપિંડના વિનાશથી કટકની ઉત્પત્તિ અને કડાના નાશથી
ફુટનું ઉત્પન્ન થવું દેખીએ છિએ, પરંતુ એ ઉત્પત્તિ વિનાશના વિષયમાં મૂલ વસ્તુ સુવર્ણની સત્તા તેવી તેવી બરાબર છે. પિંડ દશાને વિનાશ અને કટકની ઉત્પત્તિ દશામાં પણ સુવર્ણની સત્તા તેવીને તેવી છે. એવી રીતે કડાને વિનાશ અને મુકુટની ઉત્પત્તિના કાલમાં પણ સુવર્ણ તે તેને તેવું જ વિદ્યમાન છે. એથી એ સિદ્ધ થયું કે-ઉત્પત્તિ અને વિનાશ વસ્તુમાં કેવલ આકાર વિશેષને થાય છે, ન કે મૂલ વસ્તુને મૂલ વસ્તુતે લાખે પરિવર્તન લેવાથી પણ પિતાની સ્વરૂપ સ્થિરતાથી સર્વથા ચુત નથી થતી. કટક કુંડલાદિ સુવર્ણના આકર વિશેષ છે તે આકાર વિશેનેજ ઉત્પન્ન અને વિનાશ થતે દેખીએ છીએ, એનું મૂલતત્વ સુવર્ણ તે ઉત્પત્તિ વિનાશ બનેથી જુદુજ છે. એ ઉદાહરણથી એ સિદ્ધ થયું કે પદાર્થમાં-ઉત્પત્તિ વિનાશ અને સ્થિતિ એ ત્રણેજ ધમ સ્વભાવ સિદ્ધ છે. કઈ પણ વસ્તુને આત્યંતિક વિનાશ નથી થતું. તે વસ્તુને કઈ આકાર વિશેષને વિનાશ થવાથી, એ ન સમજવું જોઈએ કે તે સર્વથા નષ્ટ થઈ ગઈ, તે પોતાના એક નિયત આકારને છેડીને, બીજા આકારને ધારણ કરી લે છે. આથી મૂલ સ્વરૂપથી વસ્તુનતે સર્વથા નષ્ટ થાય છે, અને નહી સર્વથા નવીન ઉત્પન થાય છે. કિંતુ મૂલ વસ્તુના આકારમાં જે વિશેષ વિશેષ પ્રકારનું પરિવર્તન થાય છે, તે જ ઉત્પત્તિ અને વિનાશના નામથી કહી જાય છે. મૂલ દ્રવ્ય તે આકાર વિશેષની ઉત્પત્તિ સમયમાં પણ સ્થિત છે, અને તેના આકાર વિશેષના વિનાશ કાલમાં પણ વિદ્યમાન છે. આથી જગતના બધાએ પદાર્થ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિવાળા જ છે. આ વાત સારી રીતે પ્રમાણિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org