________________
પ્રકરણ ૨૭ મું. વેદમાં જગકર્તા-પ્રજાપતિ-નવા--પેઠા.
સં. ૧૦ માં–જગતની ઉત્પત્તિના જ સંબંધનાં ત્રણ મોટાં મોટાં સૂકતે છે. પ્રલયા વસ્થાનું-સૂ. ૧૨૯ મંત્ર ૭ નું. હિરણ્ય ગર્ભ પ્રજાપતિનું સ. ૧૨૧ મંત્ર ૧૦ નું છે. અને આ સુરૂષ સૂકા-મંત્ર ૧૬ નું છે, તે તે ચાલે વેદમાં લખાયેલું છે. અને ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાલના જગન્ન ની ઉત્પત્તિ આ પુરુષ યજ્ઞથી જ થએલી જણાવી છે તે સિવાય બીજા પણ બે ચાર સૂકત જગની ઉત્પત્તિના સંબંધનાં કાગવેદમાં લખાયેલાં છે. આ બધા વેદ વાકને અનાદર કરી બ્રાહ્મણદિક ગ્રંથોમાં નવીન રૂપે જગતની ઉત્પત્તિ જુદા જુદા અનેક દેવોથી શા કારણથી કપાઈ?
શું બ્રાહ્મણદિક ગ્રંથકારેને વેદ વાક પર શ્રદ્ધા ન હોવાથી ? અથવા શું તે વેદ વાકયે કલ્પના રૂપે લાગવવાથી? વળી મણિલાલભાઈએ જણાવ્યું છે કે “આ પુરુષ સૂકતને આપણે પ્રાચીન ન ગણીએ” એટલે આધુનિક જ માનવું પડે ત્યારે શું જૈન ધર્મની જાગૃતીના પછીથી આ પુરુષ સૂકત ચારે વેદમાં દાખલ કરવામાં આવ્યું? આ વાતમાં ખરો પરમાર્થ છે? વૈદિક ધર્મ વાળાઓએ વેદોને આશ્રય પકી પાછલથી બ્રાહ્મણદિક ગ્રંથો બનાવ્યા તેમાં પણ તેમને પોતાની સ્વતંત્રતા વાપરી. મણિભાઈ લખે છે કે “ધર્મ વિચાર માટે બ્રાહ્મણ ગ્રંથ ઊંચું મત પ્રેરે તેમ નથી. કેટલાંક તે નિર્માલ્ય બાલિશ ભાવયુકત છે. અને દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ ઉલટ પાલટ થયાં અને કેટલાક નવા દેવ પણ થયા યજ્ઞ પુરુષ ન જ દેવ કલ્પા, પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠાતા થયા.” આ બધા પ્રકારને ફેરફાર પાછળના ગ્રંથોમાં શા કારણથી થયો? મારા વિચારમાં તે એજ આવે છે કે જૈન અને બૌધાદિકની જાગૃતિ થયા પછી વેદું વાક ને એક કોરાણે મુકી આ બધું નવીન રૂપે કપાયું હોય ? અને તેમાંની કેટલીક વાતે શ્રતિ રૂપે લખી પાછલથી વેદોમાં પણ ઘૂસાડવામાં આવી હેય આ વાત વિચારકે સમજી શકે એમ છે જુવે વૈદિક સુષ્ટિ ઉત્પત્તિનાં સંબંધે-પ્રકરણ ૪ થું. પૃ. ૧૩ થી ૬૩.
વૈદિકમતે દેવતાઓના શરીર વિષે અચોક્કસ કલ્પના. સંસ્કૃત સાહિત્ય. ૫. ૮૬ થી “વેદના દેવતાઓનાં શરીર વિષે એવી કલ્પના કરવામાં આવી છે કે તેઓનાં શરીર માનવીનાં જેવાં હોય છે. માથુ માં, આંખ, કાન, હાથ, પગ, અને બીજા માનવદેહના અવયવે તેઓને પણ હોય છે એવું માનવામાં આવ્યું છે. પણ તેઓના સ્વરૂપને પુરેપુરે ખ્યાલ વેદના વર્ણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org