________________
ખંડ બીજે.
સામાન્યરૂપે ગુરૂનું સ્વરૂપ.
પ્રકરણ ૧ ધર્મને માર્ગ પિત આચરી પછી બીજાને બતાવે તે ગુરૂ. अवद्यमुक्ते पथि यः प्रवर्तते प्रवर्तयत्यऽन्यजनंच निःस्पृहः सएव सेन्यो स्वहितैषिणा गुरुः स्वयंतर स्तारयितुं क्षमः परं ॥
ભાવાર્થ-જે ધન ધાન્યાદિકના સંગ્રહથી નિસ્પૃહ બનેલું છે તે હિંસા, જુઠ, પારકાધનની ઈચ્છા તેમજ સ્ત્રીઓને વિલાસ અને ખેતીવાડી આદિની કડાકુટથી રહિતજ થએલો હોય, તેજ ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે અને બીજાઓને પણ ધમમાં પ્રવૃત્તિ કરાવી શકે છે. તેથી તે આ સંસારથી તરવાને અને લોકોને તારવાને પણ સમર્થ જ હોય છે માટેજ પિતાના આત્માના હિતની ઈચ્છાવાળાઓએ તેવા સ્પૃહા વિનાના ગુરૂઓની સેવા અવશ્ય કરવી. કારણ તેવા નિસ્પૃહ ગુરૂઓના સમાગમ વિના જીને આ દુઃખમય સંસારથી તરવાને રસ્તે મળી શકતું જ નથી, તેથીજ તેવા ગુરૂઓની સેવા કરવાની જરૂર છે. બાકી જે ધન ધાન્યાદિકના સંગ્રહ કરવાવાળા અને પાંચ ઇક્રિયેના સુખને હૃઢવાવાળા તે નતે પોતે સંસારથો તરવાને માર્ગ પકડી શકે છે તેમજ નતે બીજાને પણ તેવા માગે ચઢાવી શકે છે. આ સ્થલ વાત સર્વને માન્ય થાય તેવીજ છે માટે તેવા નિસ્પૃહ થએલા ગુરૂઓની સેવા અવશ્યજ કરવી અને તેમ કરવાથીજ સત્ય માર્ગ મલી આવે છે. તેમજ દુનીયામાં એક એવી વાત પણ પ્રસિદ્ધ છે કે-હુ-ગુર્લોભી ચેલા લાલચી, દેનું ખેલે દાવ, દેનું ડુબે બાપડે, બેઠ પથ્થરકી નાવ ! ૧ એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે
સદાચારવાળે જ્ઞાની તેજ વિશેષ ગુરૂ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org