________________
^^^^^^^^^^^^^^^^^
પ્રકરણ ૪ર મું. અંગુલીના અગ્રથી અંધક. બ્રહ્માદિક ભાગ્યા. ૪૨૧ કરતાં દિવ્ય ૧૦૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં. જ્યારે અને જુદા પડયાં ત્યારે તેજ વખતે પાર્વતીજીથી એક કરી, અને મહાદેવજીથી એક પુરૂષ પેદા થઈ ગયાં. શું આ વાત માનવા લાયક છે?”
આર્યોના તહેવારને ઈતિહાસ પૃ. ૩ ઉપર એવું જણાવવામાં આવ્યું છે કે-મનુષ્ય લેકની ગણત્રી પ્રમાણે-ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રહ્મદેવને એક દિવસ થાય.
જે એ બ્રહ્મદિવસને દિવ્ય દિવસ ગણવામાં આવતું હોય, તેવા એક દિવ્ય વર્ષનાં વર્ષોની ગણત્રી કરવી મહા કઠીન થઈ પડે, તે પછી દિવ્ય હજાર વર્ષના વર્ષોની ગણત્રી કેવી રીતે થઈ શકે? બાકી કે તેવા પ્રકારનું અનુમાન કરવાને તેમ લખતાં હરક્ત કરી શકાય નહિ.
આમાં વિચાર એટલેજ કે-બ્રહ્મનાં સો વર્ષ પુરા થતાં બ્રહ્માને અને તેની સૃષ્ટિને નાશ થવાનું તેમાં લખીને બતાવ્યું છે. ત્યારે શું દશ રાષ્ટિએને નાશ થતા સુધી શિવ અને પાર્વતી ભેગમાં પડી રહેલાં માનવાં? તેમાં બીજું આશ્ચર્ય એ પણ છે કે-જુદાં પડતાની સાથે પાર્વતીને પુત્રી અને મહાદેવજીને પુત્ર થઈ ગયાં. આ લેખ લખનારની બુદ્ધિ કેટલી બધી નિર્મળ માનવી?
(૬) શિવનાં નેત્ર ઢાંકતાં પાર્વતીના હાથથી અંધકપુત્ર. શિવપુરાણુ. ધર્મસંહિતા અધ્યાય ૪ થી ૬ સુધી.
૮ પાર્વતીએ પર્વત ઉપર બેઠેલા શિવનાં નેત્ર પ્રેમથી ઢાંકયાં અને અંધકાર છવાયે. શિવજીના હાથના સ્પર્શથી પાર્વતીજીના હાથમાંથી મજલ (વીર્ય) ઝરવા લાગ્યું, અને ઢાંકેલા નેત્રની અગ્નિથી વિશેષ કર્યું. તેથી હાથના અગ્રભાગમાં ગર્ભરૂપે થયું. આ થએલો ગર્ભ ગણેશને પણ નાશ કરવાવાળા થયે. તે ગર્ભ એવા સ્વરૂપને હતું કે-ક્રોધથી ધમધમાટવાળે, દાઢીમૂછે યુત, કાલે ભમર, મહાડરામણ, કેશયુક્ત વિરૂપ જટીલ જેવ, ગાયે, રેવે, હસે, જીભ કાઢે અને બરાડા પણ પાડે. તેવા સ્વરૂપને પેદા થયે. આ અદ્ભુત સ્વરૂપને પુત્ર જોઈ, શિવજી હસીને પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે ભા! તેં મારાં નેત્ર ઢાંકીને આ અકાર્ય શું કર્યું ? અને તું મારાથી ભયભીત કેમ થાય છે? પાર્વતીજીએ હસીને નેત્ર ઉઘાડી દીધાં, એટલે પ્રકાશ થયો. પેલે પુત્ર અધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org