________________
૩૭૮
: : - તત્ત્વત્રયી–મીમાંસા.
,
ખંડ ૧
" સત્યતાને પૂરો અભ્યાસ.
( ૮. સુતસેમ-દેશકુરૂ, ઈદ્રપ્રસ્થમાં કૌરવ્ય, રાજા પટરાણીને પુત્ર સુતમને અભ્યાસ માટે તક્ષક્ષિતામાં જતાં, માગે કાશી રાજાને પુત્ર બ્રહ્મદત્ત મળે. મિત્રી થઈ એકજ આચાર્ય પાસે ભણ્યા. બીજા પણ ઘણાં રાજકુમારો હતા. સુતમે અગ્રપદ મેળવી બીજાઓને ભણાવવા માંડયું. પુરા અભ્યાસે ગુરૂ દક્ષિણા આપી રજા લેનારાઓને કહ્યું હું બ્રાહણ નથી કહી ચુતમે કુમારની દક્ષિણ લીધી નહિ. પણ એક વસ્તુની માગણી કરી કે તમે બધા ઉપસથ x વ્રતનું પાલન કરે કબૂલ કરી બધા ઘેર ગયા. પિતાના પછી બ્રમ્હદત્ત રાજા-ઉપસથ વ્રતના દિવસે–વધ ન કરવાનો હુકમ કરતે, પણ પિતે પહેલા દિવસનું મંગાવેલું માંસ ખાતે. એક દિવસે તે માંસ કુતરે ખાઈ ગયે. તેથી રસેઈઓએ પ્રથમ દિવસે શુલી ઉપર ચઢાવેલા માણસનું માંસ લાવીને પીરસ્યું. પૂર્વ ભવના અભ્યાસથી સ્વાદિષ્ટ લાગતાં અભય આપી રઇયાને પૂછી તેવા માણસની આજ્ઞા કરી. ફાંસીએ ચઢેલાને રોજ છુપી રીતે લાવતે. પણ તે ખૂટતાં ચોઘડિયા વાગવાને સમયે જીવતાને પકડવાને હુકમ થતાં, તે પ્રમાણે કરવા માંડયું. હાહાકાર થતાં લોકો બ્રહદત્ત પાસે ગયા. હું નગર રક્ષક નથી કહી વિદાય કર્યા. કાલહસ્તી સેનાપતિ પાસે ગયા. તપાસ કરીશ, કહી તેજ રાત્રે માણસ છોડયાં. માંસની ટપલી સાથે રસેઈયાને ૫ક સેનાપતિ પાસે મૂકે. અરે ! રાજાને માનીત થઈ તે આ શું કર્યું. મેં તે હુકમથી કર્યું. તું તે પ્રમાણે કહીશ? હા, બ્રહ્મદત્ત પાસે ઉભે કર્યો સેનાપતિએ કહ્યું આ કહે છે કે હું રાજાને માટે કરું છું, તે કેમ? બ્રમ્હરે કહ્યું સાચું છે. વાત ફેંલાતાં લોકે ઉપડ્યા. સેનાપતિએ હથિઆરો આપી રઈઆની સાથે નગરથી બહાર કાઢી મુક્યા. રસ્તાથી દૂર વડના ઝાડ નીચે ઝુપડુ બાંધી રહ્યા. ત્યાં રસ્તાપરનાં માણસે પકડતે લેકે એ રસ્તે બદલ્યો. એક દિવસ ભક્ષ ન મળવાથી રઇયાનું ભક્ષ કરતા એકલા જ રહ્યા. ના વ્યાજ દા : * * * * *
આ - એક ધનાઢય બ્રાહ્મણ માણસે રાખી તે રસ્તેથી નિકળે. હું નર ભક્ષક? એમ હાકથી ગભરાવી બ્રાહ્મણને ખાંધે ચઢાવી ચાલ્યું. પાછળ આવતાં માણસે દેખી આડે માર્ગ લેતાં કાંટો ભાગ્યે. બ્રાહ્મણને છોડી દુઃખથી સ્થાનકે પહોંચે.
૪ ઉપસથ-બે આઠમ, પૂર્ણિમા, કૃષ્ણ ચઉદમ-માસના દિન ચારમાં વધાદિક પાંચ ન કરવાં, ૬ મધ્યાહ પછી ન જમવું. ૭ નૃત્યાદિ સુગંધાદિ ન સેવવાં, ૮ મેટી પથારીએ ન સુવું, એ આઠ નિયમપૂર્વે બુહોમાં ચાલતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org