________________
-
~
६८ તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧. તેમને ચાર મહાસ્વપ્ન સૂચિત-અચલ નામે પુત્ર થયે. તે આ અવસર્પિણીમાં પહેલવહેલા બળદેવ પણ થયા છે.
બીજી વખતે રાણી ભદ્રાને-મૃગાવતી નામની પુત્રી થઈ છે. અતિ સૌંદર્યતાના મેહથી કાપવાદ ન ગણતાં જિતશત્રુ રાજાએ ગાંધર્વ વિવાહ મૃગાવતીની સાથે કરી લીધું. આ અનુચિત બનાવ જોઈ લેકેએ પ્રજાપતિ બીજું નામ પાડયુ (પિતાની પ્રજાને પતિ) આ મૃગાવતીના ગર્ભમાં-મહાવીરને જીવ સાતમા દેવકથી ચ્યવીને એગશમા ભવે સાત મહાસ્વપ્ન સૂચિત-પહેલવહેલા વાસુદેવ ત્રિપુષ્ટ નામે થયા. અને ૮૪ લાખ વર્ષના આયુષ્યવાળા થયા.
આ અચળ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અતિ બલિષ્ટ થયા છે. અને એકજ પિતાના પુત્ર છે. તેમજ ગાઢ પ્રેમવાળા છે, તેથી લેકેમાં ઘણી પ્રતિષ્ઠા ફેલાઈ છે.
હવે એજ અરસામાં-રતનપુરમાં મયૂરગ્રીવ રાજાની નીલાંજના રાણીથી અનેક ભવમાં ભટક્યા પછી, પિતાના પુણ્યના વેગથી વિશાખાનંદીને જીવ અગ્રીવ નામે પહેલા પ્રતિવાસુદેવ પણે આવી ઉત્પન્ન થએલા છે. આ અશ્વગ્રીવનું શરીર (૮૦) ધનુષનું અને આયુષ્ય ૮૪ લાખ વર્ષનું થએલું છે અને ઉપર બતાવેલા ત્રિપૃષ્ટ વાસુદેવના હાથે આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મરાણું છે. પુરાણકારોએ આ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને વિષ્ણુરૂપે કલ્પી માથુ કપાયા પછી ઘેાડાનું માથું લગાડયા પછી હયગ્રીવ વિષ્ણુ પણે પ્રસિદ્ધ કર્યા છે.
દરેક કાળમાં પ્રતિવાસુદેવ વહેલા જન્મી, મેટા કલેશમાં પ ત્રણ ખંડના રાજાઓને પિતાની આજ્ઞા મનાવે છે અને તેમના પછીથી જન્મેલા વાસુદેવ, મોટાભાઈ બળદેવને સાથે રાખી જુલ્મી પ્રતિવાસુદેવને નાશ કરી ત્રણ ખંડનું રાજ્ય પોતે સુખેથી ભગવે છે.
આ અવસર્પિણમાં તેવાં નવત્રિક થએલાં છે. તેમાંનું આ ત્રિક પહેલું છે. દરેક ત્રિકમાં ઝગડાનાં કારણે એકજ મહેતાં નથી.
ઉદાહરણમાં–રાવણ રામ અને લક્ષ્મણ આ આઠમું વિક છે. રાવણ પ્રતિવાસુદેવ, રામ બળદેવ, અને લક્ષમણ વાસુદેવ છે. જૈનમાં લક્ષમણના હાથે રાવણ માણે છે પુરાણુકાએ રામના હાથે મરાણ લખે છે. એ ફેર છે. આ ત્રિક આંઠમું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org