________________
૩૮
તત્વત્રયીની પ્રસ્તાવના.
પ્રથમ અચલ નામને પુત્ર તે બલદેવ, બીજી વખતે મૃગાવતી પુત્રા, તેના સંબંધથી જે પુત્ર તે ત્રિપષ્ટ વાસુદેવ થયા હતા.
તેજ સમયમાં રતનપુરના રાજા મયૂરગ્રીવના પુત્ર અગ્રીવ તે પ્રતિવાસુદેવની પદવીના ધારક થયા છે.
આ અવસર્પિણીમાં નવ ત્રિકે માંનું આ બલદેવાદિકનું પહેલુંજ ત્રિક થયું છે. અનાદિના નિયમ પ્રમાણે ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું મરણ થયું છે. પ્રતિવાસુદેવ લડાઈઓ કરીને ત્રણે ખંડના રાજાઓને તાબે કરે છે. પછી બલદેવ ભાઈની સાથે રહીને વાસુદેવ–પ્રતિવાસુદેવને નાશ કરી પિતે નિર્વિદન પણે ત્રણે ખંડના રાજ્યને ભેગ કરે છે. તેથી તે બને (વાસુદેવ અને પ્રતિવાસુદેવ) સદ્દગતિના તે ભાગી થતાજ નથી પણ નરક ગતિનાજ અધિકારી બતાવેલા છે, એમ જે ઇતિહાસમાં સર્વાએ જણાવેલું છે–
' (૧) વૈદિકમાં-દેવી ભાગવતે બળદેવના, અને વાસુદેવ સંબંધને સર્વથા ઉડાવી દઈને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને જ વિષ્ણુ ભગવાન ઠરાવી તેમનું માથું વાસુદેવથી કપાયા પછી ઘોડાના માથાવાળા હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિંધિમાં મુક્યા છે. - (૨) સ્કંદ પુ. ના ત્રીજા ખંડમાં–દેવતાઓએ યજ્ઞ આરંભ કર્યો, ત્યાં માત્ર વિષજ આવ્યા નહીં. શોધ કરતાં ધનુષ બાણ ચઢાવીને ધ્યાનમાં બેઠેલા જોયા. ઉધઈઓના પ્રયાસથી બાણની દેરી કપાતાં વિષ્ણુનું માથું ઉડી ગયું, તે મળ્યુંજ નહીં તેથી વિશ્વકર્માએ સૂર્યના ઘડાનું માથું કાપી બંધ બેસતું કરીને આપ્યું. ત્યાંથી હયગ્રીવ વિષ્ણુના નામથી પ્રસિદ્ધ થયા. .
નવ ત્રિકમાંનું આ પહેલવેલું ત્રિક ૧૧મા તીર્થંકરના સમયમાં થએલું છે. જેન-દિકમાં લખાયા પ્રમાણે ટુંક નેંધ કરીને બતાવી છે.
વિચારવાનું કે–એક વખતે ઇંદ્ર દેવતાઓ સાથે અશ્વમેધ કરતાં પશુઓને બાંધ્યાં, ઋષિઓએ આ યજ્ઞ અગ્ય ઠરાવ્યું. ઈદ્રના પક્ષમાં વસુરાજા ભળતાં નરકમાં ગયે. આ યજ્ઞ કરાવનાર ઈદ્રની કયી ગતિ થઈ? તે કાંઈ જણાવ્યું નથી. (જુઓ પ્ર. ૧૮ મુ. પૃ. ૧૫૫ થી ૫૭)
આ દેવતાઓના યજ્ઞમાં પણ બ્રહ્માદિક તે ભળેલાજ છે, માત્ર વિષ્ણુ આવ્યા નથી તો પણ દૂર બેઠા છતાં માથા વિનાના તે થયાજ. આ યજ્ઞની વાતે વિચિત્ર પ્રકારની કેવી? આ બધા લેખકેની સત્યનિષા પણ કેટલી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org