________________
પ્રકરણ ૩૭ મું. જૈનમાં લક્ષ્મણ વાસુદેવાદિકનું ૮ મું ત્રિક.
૨૫૯
આ કથાનો સંબંધ નમુચિ બલ બ્રાહાણ અને વિષ્ણુકુમાર જૈન સાધુના પ્રસંગથી બનેલું છે. ત્યારે પુરાણકારેએ વિચિત્ર પ્રકારથી ગોઠવેલ છે. | | ઈતિ–૧૯ મા પછી ૨૦ મા તીર્થંકર અને મહાપદ્મ નવમા ચક્રવર્તી ના સમયે મુનિઘાતના વાંછક નમુચિને થએલો નાશ. છે પ્રકરણ ૩૬ મું.
પ્રકરણ ૩૭ મું. હવે ૨૦-૨૧ માના મધ્યમાં-લક્ષમણવિષ્ણુ આદિનું આઠમું વિક જેને પ્રમાણે કિંચિત બતાવી વૈદિકમાંથી પણ કિંચિત્ બતાવીશું.
૨૦પર૧ માના મધ્યમાં લમણાદિકનું આઠમું ત્રિક, પદ્ય (રામ) બલદેવ, નારયણુ ( લક્ષમણ) વાસુદેવ, રાવણ પ્રતિવાસુદેવ.
રામ, લક્ષ્મણ, અને રાવણ એ ત્રિક જગત પ્રસિદ્ધ છે. તેમજ જેન અને વૈદિકમાં તફાવત પણ છે તેથી જેના પ્રમાણે કિંચિત્ વિશેષ પણે લખીને બતાવીએ છીએ.
બીજા તીર્થંકર શ્રી અજિત નાથના વખતમાં ભીમ રાક્ષસપતિ એ લવણ સમુદ્રમાં રાક્ષસ દ્વીપ મધ્ય પર્વત ઉપર લંકા નામે નગરી વસાવી હતી અને નીચે પાતાલ લંકા નામે પ્રાચીન નગરી હતી. આ દ્વીપ રાક્ષસપતિ ભીમે મેઘવાહન નામના પોતાના અજ્ઞાત રહેલા પુત્રને આપે. સાથે નવમણિને એક દિવ્ય હાર અને રાક્ષસી વિદ્યા પણ આપી. આથી મેઘવાહનના વંશ રાક્ષસવંશના નામથી ઓળખાયા, એ વંશમાં વશમા મુનિસુવ્રત સ્વામી તીર્થકરના થયા પછી રાવણ નામે પ્રતિવાસુદેવ થયે, તેને પિતા રત્નશ્રવા રાક્ષસદ્વીપ અને લંકા નગરી ગુમાવી–તેની માતા કૈકસી સાથે પાતાલ લકામાં રહેતે હતે. રાવણ જન્મ વખતે સુતીકા શયામાં સુતે હતું તેવામાં જ તેના પૂર્વજોએ આપેલે નવમણિહાર કે જેની તેના વંશજો તેને પહેરવા અશક્ત થઈ પૂજા કરતા હતા અને જેનું રક્ષણ એક હજાર નાગકુમારે કરતા હતા. તે તેને કરંવયામાંથી ખેંચી કાઢી પિતાના ગલામાં પહેરી લીધે? જે હારમાં તેના મુખનાં પ્રતિબિંબ સ્પષ્ટ પડતાં તે દશમુખ લાગવા લાગે. આથી તેના પિતાએ તેનું દશમુખ એવું લક્ષણ સૂચક નામ રાખ્યું. રાક્ષસદ્વીપની નજીકમાં વાયવ્ય દિશાએ વાનર નામના દ્વીપમાં આદિત્ય રાજા અને ઈંદુમાલિનીને વાલી નામે પુત્ર હતું. વાલીને સુગ્રોવ અને શ્રીપ્રભા નામે બીજાં ભાઈ બહેન હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org