________________
પ્રકરણ ૩૨ મું પોચમાં ચક્રવર્તી ૧૬ તીર્થકર શાંતિનાથ ૨૩૫
છેવટે મેઘરથ રાજા–પિતાના પિતા ઘનરથ તીર્થકરની પાસે દીક્ષા લઈ અનશન કરે સર્વાર્થસિદ્ધના દેવપણે ઉત્પન થયા. એ અગીઆર (૧૧)
(૧૨ બારમાં ભવે-સોળમાં તીર્થકર શાન્તિનાથ ભગવાન પણ થયા. તે હસ્તિનાપુરીના રાજા વિશ્વસેન, રાણી અચિરા, તેમની કુક્ષિથી ઉત્પન્ન, થએલા પ્રથમ ગૃહસ્થાવાસમાં પાંચમાં ચક્રવતીની પદવી જોગવ્યા પછી દીક્ષા લઈ સળમા તીર્થંકર થયા. એમ એકી સાથે બને પદવીઓ ભેગવ્યા પછી છેવટે મેક્ષમાં ગયા.
ઇતિ જૈન પ્રમાણે પાંચમાં ચક્રવતી, અને તેજ સેલમાં તીર્થકર.
(૧) કુબુતરની દયા વિષયે ત્રણ નામથી ભારતમાં થએલે ઉલેખ.
- ડે. મૅકડોનલ. સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ લખતાં પૃ. ૩૭૫ માં લખે છે કે –“શિબિને પુત્ર રાજા ઉનિર–જેને એક કબુતરને શકરાના સપાટામાથી બચાવવાને માટે પિતાના પ્રાણને ભેગ આપે. તેની વાર્તા ખાસ આનંદ આપે તેવી છે. એજ વાર્તા-(મહાભારતના) ત્રિજા પર્વના એક બીજા ભાગમાં-શિબિના પિતાના સંબંધમાં અને તેરમા પર્વમાં શિબિના પુત્ર
વૃષદર્ભના સંબંધમાં કહેવામાં આવી છે. એ વાતની ઉત્પત્તિ બૌદ્ધધર્મથી થઈ હોય એમ એના સ્વરૂપ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. "
- સમીક્ષા–સગર ચક્રવર્તીના સાઠહજાર પુત્રોની વાત જૈન ઇતિહાસથી સિદ્ધી સટ હતી. ત્યારે પુરાણકારે મહાદેવજીના વરદાનથી મેળવ્યાનું અને રામાયણમાં ભૂગુના વરદાનથી મેળવ્યાનું લખીને બતાવ્યું અને રામાયણ અને ભાગવતવાળાએ એક તુંબડીથીજ સાઠ હજાર પુત્રો પેદા થવાનું લખીને બતાવ્યું. તેનું કારણ યાચિત મંડન રૂપ હોવાથી ચોક્કસ ન કરી શકયા ?
તેવીજ રીતે આ કબૂતર અને શકરાની વાત મહાભારતમાંજ-એક લેખકે શિબિરનો પુત્ર ઉછીનર કહે. ત્યારે બીજા લેખકે વૃષદર્ભ કહી બતાવ્યું. ત્રિજા લેખકે ખુદ શિબિરજ હતો એમ કહીને બતાવ્યું.
- જૈનને ઈતિહાસ–ખાસ એક-ચક્રવર્તી અને તીર્થકરની પદવીને મેળવનાર પુરૂષજ કરૂણાના ભંડાર રૂપ બનીને જ આટલી બધી સાહસિકતા કરી શક્યા છે અને એ વાત ત્રિકાળ જ્ઞાનીના મુખથી નીકળેલી છે. આપણા ક્ષેત્રથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org