________________
- -
-
-
-
-
-
પ્રકરણ ૩૧મું. ચેથા સનત્તકુમાર ચક્રવર્તી ' ર૩૧ સો પુત્રીઓને પતિ ચોથા ચક્રવતિ સનસ્કુમાર થશે. આ વાત કેમ બનશે એમ વિચાર કરતા હતા પણ ભાગ્યેગે તે સહજ આવી માયા એ હું વિગેરે સે કન્યા પરણ્યા. અનેક કીડાઓથી કાળ નિર્ગમન કરતાં આજેજ અહીં આવતાં તમારા મેળાપથી તમારા મિત્ર અતિ હર્ષ પામ્યા.
આટલી વાત થઈ કે તુરતજ સનસ્કુમાર પણ અંદરથી બહાર આવ્યા અને મિત્રને લઈ વૈતાઢયે ગયા. કેટલાક કાળ પછી મહેંદ્રસિંહે માતા પિતાને ચાદ કરાવ્યાં કે તુરાજ વિદ્યાધરે, મિત્રે, સ્ત્રીઓ સહિત આવીને માતાપિતા વિગેરેને પણ અત્યંત આનંદિત કર્યા. અશ્વસેન રાજાએ સનકુમારને ગાદીએ અને મહેંદ્રસિંહને સેનાપતિ પણે સ્થાપના કરી કેઈ વૃદ્ધ સાધુની પાસે દીક્ષા લઈ સ્વકાર્યને સાધ્યું.
રાજ્યનું પાલન કરતા કુમારને સીધમેકે અવધિજ્ઞાનથી પિતાના સ્થાનપરના પૂર્વના ઈંદ્ર જાણુ-કુબેર ભંડારીને અનેક વસ્તુઓ આપવાનું કહી ચક્રવતપણાને અભિષેક કરવાની આજ્ઞા કરી. તેમના તરફને અભિષેક થયા પછી ફરીથી સર્વ રાજાઓના તરફથી પણ અભિષેક થયા.
- એક વખત સૌધર્મ સભામાં દેવ નાટક થતાં ઈશાન કલ્પના અતિરૂપ વાનું એક સંગમ નામને દેવતા આવેલે જોઈ દેવતાઓએ ઇંદ્રને પૂછયું કે-આ દેવ અતિરૂપ કેમ પામ્યો? ઈદ્રે કહ્યું કે-પૂર્વે કરેલા તપના પ્રભાવથી. તે શું આવા રૂપવાળા બીજા કેઈ હશે? હા, એથી પણ અધિકરૂપવાળા સનસ્કુમાર ચક્રવતી છે. શ્રદ્ધા ન થવાથી બે દેવો બ્રાહ્મણના વેશે આવીને કુમારને રૂપ જવાની ઈચ્છા બતાવી. અલંકાર વિનાનું પણ ૨૫ જેવાથી ઘણું ચકિત થયા. હે દ્વિજવ! શૃંગાર કર્યા પછી જેવાને આવજે. તે રૂ૫ ફરીથી જોતાં ખેદને પ્રાપ્ત થયા. સનસ્કુમારે પૂછયું બેદિત કેમ? દેવતાઓએ કહ્યું કે હવે શરીર રોગગ્રસ્ત થયું છે, તેની ખાત્રી કરાવીને પોતાનું સ્વરૂપ પણ જણાવ્યું, પછી અંતર્ધાન થઈ ગયા.
પછી ચક્રીએ શરીરને ધીક્કાર આપી દીક્ષા લઈ અઘોર તપસ્યા કરી અને અનેક લબ્ધીઓ પ્રાપ્ત કરી. છતાં પણ શરીરની દરકાર ન કરી. ઈદે ફરીથી પ્રશંસા કરી જે પોતાની લબ્ધીઓથીજ રોગ દૂર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થવા છતાં પણ રેગને દૂર કરવાની દરકાર કરતા નથી. પ્રથમના દેવતાઓજ અશ્રદ્ધાથી વૈદ્યનું રૂપ ધારણ કરી ચક્રી સાધુની પાસે આવીને કહેવા લાગ્યા કે-આપણા શરીરમાં ઘણા રેગે છે. જે આજ્ઞા કરે તે અમે તમારા રોગો દૂર કરીએ. સનસ્કુમારે કહ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org