________________
૨૨૪
તત્ત્વત્રયી–મીમાંસા.
-
ખ. ૧
પ્રકરણ ૩૦ મું. પંદરમા તીર્થકર અને પાચમાં પુરૂષસિંહ વાસુદેવાદિકનું ત્રિક (બળદેવ-સુદર્શન, વાસુદેવ–પુરૂષસિંહ, પ્રતિવાસુદેવ-નિશુંભ)
૧૫ મા તીર્થકરને જીવ-પૂર્વ ભવમાં ઘાતકીખંડ પૂર્વ મહાવિદેહના ભરત ક્ષેત્રમાં-ભદિલ નગરના રાજા-દઢરથે હતા તેમને વૈરાગ્ય થવાથી યતિ દીક્ષા લીધી. દુષ્કર તપ તપી તીર્થકર નામકર્મ બાંધ્યું અન્ને વૈજયંત વિમાનના દેવતા થયા. ત્યાંથી અવીને આ ભરત ક્ષેત્રમાં રત્નપુર નામના નગરના રાજા ભાનુ રાણી સુવ્રતાની કુક્ષિથી પંદરમા ધર્મનાથ તીર્થકર પણે ઉત્પન્ન થયા.
હવે બળદેવાદિકના પૂર્વ ભવને ઇસારે-જંબૂદ્વીપ-પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં અશક નામની નગરી હતી. તેના રાજ પુરૂષવૃષભ નામના હતા. વૈરાગ્ય થવાથી તેમને મુનિની પાસે દીક્ષા લીધી અને દુષ્કર તપ તપ્યા અન્ત આઠમા સહસાર દેવકના અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. આ દેવતાના સોળ સાગરોપમ વિતી ગયાના સુમારે પોતનપુર નામના નગરમાં વિકટ” નામને એક રાજા થયે. તેને રાજસિંહ નામના રાજાએ જીતી લીધે. વિકટ રાજાએ દિક્ષા લીધી. તીવ્ર તપ કરતાં રાજસિંહ રાજાને મારવાનું નિદાન કરી અને બીજા દેવલોકમાં બે સાગરેપમના આયુષ્યવાળો દેવતા થયા.
હવે રાજસિહ રાજા પણ સંસારમાં અનેક ભવેમાં ભમી છેવટે હરિપુર નામના નગરમાં ત્રણ ખંડને સાધવાવાળો નિશુભ નામને પ્રતિવાસુદેવ થયે. હવે આ તરફ અશ્વપુર નગરને રાજા શિવ નામને હતે. તેને વિજયા અને અમકા નામની બે રાણીઓ હતી. જે પુરૂષવૃષભને જીવ હતું તે આઠમા દેવલેકથી અવીને વિજયા નામની રાણી હતી તેમની કુક્ષીથી સુદર્શન નામના બલદેવપણે, અને વિકટને જીવ બીજા દેવલોકથી ચ્યવીને પુરૂષસિંહ નામના વાસુદેવ પણે જમ્યા. કેઈ ગર્વિષ્ટ સીમાડાના રાજાને તાબે કરવાને સૈન્ય સાથે સુર્દશનને શિવરાજાએ મોકલ્યા. પાછળથી સ્નેહને લીધે વાસુદેવ પણ ગયા. બળદેવે વચમાં રોક્યા.
ત્યાં પિતાના દાહજવરને પત્ર મળે, વાસુદેવ ભુખ્યા અને તરસ્યા અતિ દુઃખથી પિતાને મળ્યા. પતિના વિયેગે માતા પણ મરવા પડે. વાસુદેવ પણ મુછ ખાઈને પડયા. વળી પાછા પિતાના મરણથી મૂછ ખાઈને પડ્યા છેવટે સાવચેત થઈ પ્રેત કાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org