________________
૨૨૦
તત્ત્વત્રયી–મીમાંસા.
'
ખંડ ૧
+
-
-
--
.
તું અમે બન્નેને ભક્ષ થઈશ, એવું કહીને જલમાં અંતર્ધાન થયા. બ્રહ્માએ વિશેષ જાણવાને પ્રયત્ન કર્યો પણ વિશેષ જાણે શક્યા નહિ, ત્યારે કમળના નાલવડે રસાતળમાં ઉતર્યા. ત્યાં પાતાળમાં હરણના ચામડાનું ઉતરીય (વસ્ત્ર) ઢેલા હરિને સુતેલા જોયા. જગાધને કહ્યું કે-મને પ્રાણીઓને મેટો ભય છે માટે મારું રક્ષણ કર, વિષ્ણુએ કહ્યું-“બહીશ નહિ-બહીશ નહિ” તું પ્રાણુઓના વાકય વડે દૈત્યને નાશ કરીશ. ત્યાર પછી ૧૪ અનંતે ભગવાને મધુ કટલ્સને પુનઃ આવેલા જાણી પિતાના મુખથી વિષ્ણુ અને જીણુ બે ભાઈઓને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે બ્રહ્માનું રક્ષણ કરે. તે બે દૈત્યો વિષ્ણુ અને ઇષ્ણુના સરખું રૂપ ધારણ કરી વિષ્ણુ અને ઇષ્ણુના સન્મુખ આવી ઉભા રહ્યા. તે સમયે તે બને દૈત્યોએ બ્રહ્માને કહ્યું કે અમે બને લીએ છીએ, તું સભ્ય થા. એમ કહી તે બન્ને દેત્યે જલમાં પેઠા અને માયાવડે જલને સ્થિર કરી ઈચ્છા પ્રમાણે યુદ્ધ કરવા લાગ્યા. લડતાં દેવનાં ૨ વર્ષ વીતી ગયાં પણ ગર્વ હઠ નહિ. સરખા લક્ષણવાળા જેઈ વ્યાફૂલ થઈ બ્રહ્માએ ધ્યાન ધર્યું અને દિવ્ય નેત્રવડે અંતર જાણ્યું અને વિષ્ણુ, જીણુના શરીરને કમલના કેશરથી ઉત્પન્ન થએલા બખ્તરથી બાંધી દીધું અને તે મંત્ર બોલવા લાગ્યા. મંત્ર ભણતાં કમળને ધારણ કરનારી સતી કન્યા ઉત્પન્ન થઈ. કન્યાને જોઈ દૈત્ય ગાભેરા થયા. ત્યારપછી બ્રહ્માએ કહ્યું કે તું કન્યા કેણ છે ? કન્યાએ કહ્યું કે હું વિષ્ણુને સંદેશ લાવનારી મોહિની નામે માયા છું. હે બ્રમ્હ ! તેં મારું કીર્તન કર્યું તેથી તારી પાસે આવી છું. પછી બ્રહ્માએ ગૌણ નામ પાડયાં-“મહાવ્યાહતિ ” મસ્તક ભેદી ઉત્પન્ન થઈ તેથી–સાવિત્રી અને કાંશા, અને બીજાં નામે કર્મથી ઉત્પન્ન થશે. ત્યારબાદ એ એ વર માગે કે–અમારૂં મરણ થાય નહિ અને અમે તારા પુત્ર થઈએ. દેવી “તથાસ્તુ' કહી યમસદનમાં લઈ ગઈ.
વિષણુએ કેટભને અને જીણુએ મધુને માર્યા. એ પ્રમાણે બ્રહ્માએ લેકના હિતમાટે વિષ્ણુ અને ઇષણ સાથે રહી બને દૈત્યને માર્યા.
સુતે કહ્યું કે હે ઋષિઓ ! રૂદ્ધ બ્રમ્હાના પુત્ર થયા તે હવે કહું છું. મધુ અને કૈટભ સાથે યુદ્ધ થયા કેડે બ્રમ્હાએ વિષ્ણુને કહ્યું કે-હે દેવ ! આજ સે વર્ષ પુરાં થયાં, પ્રલયને સમય થયે છે, હું સ્થાન પર જાઉં છું. બ્રમ્હાનું એવું વચન
૪૧ અનંત ભગવાન તે અનાદિના વિષ્ણુ ભગવાનજ સમજવા ૨ દેવનાં સે વર્ષે એટલે કરડેનાં કરે અથવા અબજનાં અબજો પણ
ગણત્રીમાં આપણે હિસાબે કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org