________________
પ્રકરણ ૨૩ મું. પાંચ મુખના બ્રમ્હાનું સ્વરૂપ. ૧૮૧
વળી ભાગવતને લેખ કહે છે કે-બ્રમ્હાએ વાછડાં ચય. કૃષ્ણજીએ ફરીથી બીજાં એવાં બનાવ્યાં કે તેની માતાઓ પણ ઓળખી ન શકી? સજજને! કયાંના બ્રમ્હા અને કયાંના કૃષ્ણ શું વાત વિચાર જેવી નથી? શું દ્વારિકાના દાહ વખતે તે કૃષ્ણજી ન હતા? તે વખતે તેઓ શું કરી શકયા હતા? (૪) આ ચેથા લેખમાં-અત્રીની સ્ત્રી અનસુયાનું શુન્ય આશ્રમ જોઈ ત્રણે યુગના ત્રણે દેવ વૃદ્ધપણાના સ્વરૂપથી તેમાં પધાર્યા. વિચારવાનું કે-કયા કાળમાં ભેગા થઈને એક મતે કર્યો માન? ઉપર આવેલા લેખે સિવાય બીજા અનેક લેખમાં પણ પુરાણકારોએ એ ત્રણે મેટા દેવને પ્રાયે જ્ઞાનથી શન્યપણાનાજ ચિતર્યા છે. તેથી આ બધા લેખે સત્યયરૂપના નથી પણ બીજી એતિહાસિક વ્યકિતઓ જે થઈ ગઈ છે તેમનું સ્વરૂપ તેમનાં નામો ફેરવી દેવના નામથી કલ્પેલા છે. તેથી કે ઈપણ પ્રકારથી મેળ મેળવી શકાતું નથી. કેટલાક અમારા આગળના લેખેથી સત્યશોધક સજજનેને વિચાર કરવાનો માર્ગ જડશે એવી અમારી ધારણા છે | ઇતિ ભાગવતાદિક બ્રહાની સામાન્યરૂપે સમીક્ષા. જુદા જુદા પુરાણના બ્રમ્હા પ્રકરણ ૨૨ મું સંપૂર્ણ
પ્રકરણ ૨૩ મું. મહાભારતાદિ પુરાણેના પાંચ મુખના બ્રહ્મા. બ્રમ્હાના સંબંધમાં કેવા કેવા પ્રકારના લેખે લખાયા છે તે પણ આ પ્રસંગને લઈને ટુંકામાં ટાંકી બતાવું છું–હિંદુસ્તાનના દે–પ્રકરણ બીજુ. પૃ. ૧૨૮ થી ૧૨૯ જુવે. બ્રમ્હાના પાંચ મુખની સમજુતી આપવા નીચેની વાર્તા આપવામાં આવે છે.
બ્રમ્હાએ મનુષ્યરૂપ ધારણ કર્યું અને તેનું અર્ધ શરીર ઉત્પન્ન થયું એટલે તેણે તેમાંથી એક કાન્તીવતી શતરૂપા બનાવી પણ તેમ કરવામાં તેના શરીરને જરાએ ભાગ ઓછો થયો નહિ. તે એવી તે સુંદર હતી કે તેના રૂપથી તે તેના ઉપર મેહ પામ્યા, પણ તે પોતાના શરીરમાંથી જન્મી હતી તેથી તેણે પોતાની પુત્રી વિચારી અને પોતાના વિકાર માટે લજજા પામ્યા, કામ અને શરમની વચ્ચે લડાઈ થતી હતી ત્યારે તેની તરફ પોતાની આંખ સ્થિર રાખી તે નિશ્ચલ થઈ રહ્યા. શતરૂપા આ સ્થિતિ સમજી ગઈ અને તેની દ્રષ્ટિથી દૂર થવા ત્યાંથી ચાલી ગઈ. બ્રમ્હાથી હાલી શકાતું ન હતું. પણ હજી તેને જેવાને આતુર હોવાથી તે જે દિશાએ ગઈ તે દિશા તરફ એક મુખ ઉત્પન્ન કર્યું. તેણે ચારવાર જગા બદલી અને પૃથ્વીની ચાર દિશા તરફ તેટલાંજ મુખ બ્રમ્હાના માથામાંથી ઉત્પન્ન થયાં” (મૂરકૃત હિંદુ સર્વદેવ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org