________________
૧૨૮
તત્વત્રથી–મીમાંસા.
ખંડ ૧
જહુ કુમારાદિ સાઠ હજાર પુત્ર થયા. તે સાઠ હજાર પુત્રોએ દંડ રત્નના પ્રભાવધી ગંગા નદીના પ્રવાહને અષ્ટાપદ (કૈલાસ) ની ચારેબાજુ ખઈ છેદીને તેમાં નાખ્યું હતું.
ગંગા નદીના પ્રવાહને અષ્ટાપદની આસપાસ લઈ જવામાં તેમણે એ વિચાર કર્યો હતે કે-અમારા પૂર્વજ ભરચકવતીએ આ પર્વત ઉપર મંદિરે બંધાવી તેમાં રાષભાદિ વીસ તીર્થંકરોની સુવર્ણાદિ ધાતુમય, શરીર પ્રમાણ યુક્ત પ્રતિમાઓ બનાવીને મૂકી છે તેની રક્ષા થાય, પણ આમ કરવા જતાં પાતાળમાં રહેલા નાગકુમારને ઉપદ્રવ થયે તેથી નાગે કોધમાં આવી જઈ તેમને બાળીને ભસ્મ કર્યા. આવી રીતે છેદીને વાળવા માંડેલે ગંગાને પ્રવાહ સગર પુત્રના આકસ્મિક મરણથી અનિયંત્રિતપણે વહેવા લાગ્યો જેથી તેના પાણીથી ખેતરે અને અન્ય ભૂમીભાગને અતિશય નુંકશાન થયા કર્યું
આ બધા ઉપદ્રવે ટાળવાને માટે જન્હના પુત્ર ભગીરથે પેતાના દાદા સગરની આજ્ઞાથી દંડવડે ભૂમિને ખેદી ગંગા નદીને પાછી સમુદ્રમાં મેળવી દીધી તેથી તે ગંગા નદીનાં જાન્હવી અને ભાગીરથી એવાં પણ નામે પડયાં.
સગર ચકવતીએ શત્રુંજય ઉપર ભરત રાજાએ બનાવેલા શ્રી કષભદેવના મંદિરને ઉદ્ધાર કરાવ્યું હતે વળી બીજા પણ જૈન તીર્થોને અનેક ઉદ્ધારે કરાવ્યા હતા. વળી સમુદ્રને પણ દેવતાના સાહાયથી ભરતક્ષેત્રમાં લાવ્યા હતા.
વતાઢય પર્વતના ઘનવાહન રાજા સગરની આજ્ઞાથી લંકાના ટાપૂમાં પહેલા રાજા થયા હતા ઘનવાહનને વંશ રાક્ષસ નામે હોવાથી લંકા ટાપૂનુ નામ પણ રાક્ષસદ્વીપ પડયું હતું અને એજ વંશમાં રાવણ બિભીષણદિક થયા છે.
છેવટે સગર ચકવ બીજા તીર્થકર અજિતનાથ પાસે દીક્ષા ગ્રહણ કરીને, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા, અને શ્રી અજિતનાથ ભગવાન પણ સમેત શિખર પર્વત ઉપર શરીર છેને મેક્ષે ગયા.
શ્રી કષભદેવના નિર્વાણથી પચ્ચાસ લાખ કેટા સાત્રિરોપમ વર્ષ પછી શ્રી અજિતનાથ મેક્ષે ગયા.
સગર ચક્રવર્તિને બીજે વિશેષ ઈતિહાસ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વિગેરે મટા ગ્રથી જાણી લેવું.--
'ઈતિ જન પ્રમાણે-બીજા અજિતનાથ તીર્થકર અને બીજા સગર ચક્રવર્તીનું સ્વરૂપ) પ્રકરણ ૧૦ મું. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org