________________
૧૨૨
તત્રયીમીમાંસા.
ખ. ૧
ભરતને રાજ્ય આપી રાષભદેવ બહાર નીકળી પડયા. પછી મૂર્ખ, આંધળા, બહેરા, અને ભૂતપિશાચ માફક વર્તવા લાગ્યા. ભાગવત મતે વિષ્ણુ પિતેજ ત્રાષભદેવ છે તે પછી આંધળા, બહેરાદિક વિશેષણવાળા કેમ થયા?
દેશમાં ગાંડાની પેઠે ફરતા કુટકાચલમાં જઈ ચઢયા અને ત્યાં દાવાનળમાં બળી મુઆ. શું વિષ્ણુના જ અવતારને આટલું પણ ન સૂઝયું ?
દૂરની વાર્તા જાણવાની શકિતઓ, તથા અનેક સિદ્ધિઓ રાષભદેવને હતી એમ ભાગવતાદિકમાં લખ્યું છે પરંતુ આવી શકિતઓ ગાંડાઓને થતી હશે કે ડાહ્યાઓને ?
પિતે વિષ્ણુ ભગવાન રૂપે હતા અને દૂરથી જાણવાની શકિત હતી તે પછી અજાણપણે દાવાનળમાં કેમ બળી મુઆ? આવા ભગવાનથી આપણે કલ્યાણ કેવી રીતે મેળવવું?
સ્વધર્મનિષ્ઠ દૈવી જીવનના પ્રકરણ ૭૨માં “જૈનધર્મ પરલેકને માનતા નથી ઈત્યાદિ લખ્યું છે તે જૈનધર્મ સંબંધી લેખકનું તદ્દન અજ્ઞાનજ સૂચવે છે. આ પ્રમાણે જેન અને પૌરાણિકના લેખે ઉપર મોં મારે કિંચિત્ વિચાર કરી બતાવ્યું છે અને તે બંને પ્રકારના લેખે વાચકેના સન્મુખ આદર્શરૂપે મૂકેલા છે ત્યાંથી વિશેષ વિચાર કરી લેવાની ભલામણ કરીને હું આ મારા વિષયથી મુક્ત થાઉં છું.
વિદિકે-ત્રણ કલમથી કપેલા આઠમાવતાર શ્રી ઋષભદેવની સમીક્ષા.
શ્રી ગષભદેવજી તીર્થકર કે વિષ્ણુને અવતાર ?
[ ગુજરાતી સાપ્તાહિક પત્ર તા. ૧૯મી ડિસેંબર સને ૧૨૬ ના અંકમાં પ્ર. ૧૮૨ ઉપર શ્રીયુત જટાશંકર જ્યચંદ્ર આદિલશાહને ઉપરોક્ત હીંગ (મથાળા)ને લેખ પ્રગટ થએલે. તેને ઉત્તર એજ પત્રના આગામી અંકમાં પ્રગટ કરવા માટે તરતજ લખી મેકલેલે પરંતુ તે પત્રના અધિપતિએ ગમે તે કારણે તે પત્ર પ્રગટ નહી કરવાથી અમેએ સેમવાર, તા. ૧૭ન્મી જાનેવારી સને ૧૯૨૭ ના સાંવમાન દૈનિક પેપરમાં (પૃષ્ટ ૧૪) પ્રગટ કરાવેલે તે પ્રશ્ન તથા ઉત્તર નીચે પ્રમાણે –]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org