________________
તવત્રયીની પ્રસ્તાવના.
૧૭
વેદના-પ્રલયદશાના સૂક્તમાં–પ્રજપતિ-બ્રહ્માએ “આ બધી સૃષ્ટિ એકદમ એવી બનાવી દીધી કે જેમ સૂર્યની કિરણે ઉત્પન્ન થઈ જાય. તેથી પાછલથી ઉત્પન્ન થએલા કઈ પણ પંડિતને એ ખબર ન પડી કે આ સૃષ્ટિ કયા કમથી ઉત્પન્ન થઈ ગઈ.” એવા પ્રકારનાં ત્રણ ચાર સૂક્ત ત્રવેદમાં જ જેન–બદ્ધની જાગૃતિના પછીથી જ કઈ કઈ પંડિતમાનીઓથી જ દાખલ કરવામાં આવેલાં જણાય છે. આના સંબંધે-દ્વિવેદી મણિલાલ નભુભાઈ લખી જણાવે છે કે-યજ્ઞ પુરૂષ નજદેવ કપાયો, પ્રજાપતિ બધાના મોખરે આવી બ્રહ્મા રૂપે પૂજાતો થયો.” આ પ્રજાપતિના સંબંધવાળાંજ આ ત્રણ ચાર સૂક્તો નવીન રૂપનાંજ દાખલ થએલાં છે, એ ચોક્કસ છે, વિચારવાની ભલામણ કરું છું. અહીં વિશેષ વિચારવાનું કે કૂર્મ પુરાણને લેખ જોતાં તેમાં જણાવ્યું છે કે પ્રથમ જબ દ્વિીપ તેના મધ્યમાં મેરૂ પર્વત છે. તેના પછીથી સમુદ્ર છે, એમ સાત દ્વીપ અને સાત સમુદ્રો એક એકથી વટલાઈને રહેલા છે. તે બધાને આ એકલા પ્રજાપતિએ મસાલા વગર કયી વસ્તુથી બનાવી દીધા ? અથવા તે બધી વસ્તુઓ કયા બ્રહ્માંડમાંથી લાવીને અહીં ગોઠવી ?
તે સિવાય ઉર્વ લેકમાં રહેલાં સૂર્ય-ચંદ્રાદિકના વિમાનો, અને અધેલકમાં રહેલાં નરકાદિકનાં સ્થાને, મસાલા વગર કયી વસ્તુનાં બનાવી દીધાં? અથવા કયા બ્રહ્માંડમાંથી લાવીને ગોઠવી દીધાં? શું આ બધુ વિચારવા જેવું નથી કે ? આ બધી સૃષ્ટિની રચના ઈશ્વરે કરી દીધી, પણ તેની રચના કરવા વાળા એક નહી પણ બધાએ મતના ઈશ્વરે સૃષ્ટિની રચના કરીને ચાલતા થયા, પણ તેમાંના એક પણ ઈશ્વરને ખરે પત્તો મેળવી શકશે નહી. આ બધી વાતો શું વાદીગરના ખેલ જેવી માનવી કે બાલકના ખ્યાલ જેવી માનવી? જ્યારે ઈશ્વરે આ બધી સૃષ્ટિ રચી ત્યારે પ્રથમ છ કેવા સ્વરૂપના બનાવ્યા? જે શુદ્ધ સ્વરૂપના બનાવ્યા હતા તે તેમની પાછળ આ બધે કમને પ્રપંચ કોણે જોડીને આપ્યો અને પછી તે જીવો કર્મના વશમાં પડીને ચેરાસી લાખ જીવનિમાં જે ભટક્તા થયા તે કય ઈશ્વરે ભટક્તા કર્યા? માટે આ જગત્ની સૃષ્ટિના રચનાર ઈવરની વાતજ કલ્પિત છે. અને તે કઈ ખરા જ્ઞાનીઓના વિરોધમાં આવીને કલ્પિત કિશેજ ઉભું કરેલું છે. તે સિવાય આ વાતમાં સત્ય કાંઈ જ નથી એમ ખાસ કહી શકું છું. જે કદાચ જગતને કર્તા કઈ હશે એમ માની લઈએ તે તેના ઉપર અનેક પ્રકારના દેની જાલ આવી પડવાની, તેથી આ વાત કઈ પણ રીતે સિદ્ધરૂપની નથી. એમ ખાસ વિચારવાનું છે.
8 ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org