________________
પ્રકરણ ૭ મું. જૈનેાના આદ્ય તીથંકર શ્રી ઋષભદેવ.
૧૦૭
શ્રેયાસકુમારને શ્રી ઋષભદેવને જોતાં, જાતિસ્મરણજ્ઞાન થતાં ભિક્ષાને માટે ફરતા જાણી સેલડીના રસનુ પારણું કરાવ્યું અને લેાકેાને પણ પાતાના જાતિ સ્મરણથી જાણેલા પ્રભુ સાથેના આઠ ભવના સંબંધ સમજાવી જાણીતા કર્યાં.
વિદ્યાધર વંશની ઉત્પત્તિ
ત્યાર બાદ શ્રી ઋષભદેવજી એક હજાર વર્ષાં સુધી વિચરતા રહ્યા, તે અવસ્થામાં કચ્છ મહાકચ્છના પુત્ર નમિ અને વીનમિએ ઘણી ભક્તિ કરી. તેવામાં પ્રભુની પાસે આવેલા ધરણેન્દ્રે તેમને ૪૮૦૦૦ વિદ્યાઓ આપીને ‘ વૈતાઢય ’પર્વતની દક્ષિણ તથા ઉત્તરની શ્રેણિનું રાજ્ય આપ્યું, તેથી તે વિદ્યાધરા કહેવાયા. એજ વિદ્યાધરાના સંતાનમાં રાવણ કુભાંદે, વાલી સુગ્રીવાદિ, તેમજ પવન હનુમાનાદિક વિદ્યાધરા ધમેલા.
હવે છદ્મસ્થ અવસ્થામાં ફરતા ઋષભદેવ ‘ તક્ષશિલા ’ નગરીમાં આવી ગામની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. તે વાતની બાહુબલીને ખબર મળતાં મેટા અડંબરથી વાંદવા જવાના વિચારથી ખીજે દિવસે તે પ્રમાણે ત્યાં ગયા, પણ ભગવાનને વિહાર કરી ગએલા જાણી ઘણાજ ઉદાસ થયા. પ્રભુના પગલાની જગ્યા ઉપર ધર્મચક્ર તીની સ્થાપના કરી, તે તીથ વિક્રમ પછી અનેક મતાની ગરબડથી નષ્ટ થઇ ગયું.
વાલ્હીક, જોનક, અડબ. ઇલ્લાક, સુવભૂમિ, પલ્લવાદિક જે જે દેશેામાં પ્રભુ ફર્યા અને જેમણે એમનાં દશન કર્યાં તે સર્વ જીવે ઘણા ભદ્રક વભાવવાળા થયા. માકી બીજા દેશે નિર્દયી, અને અનાય જેવા રહ્યા.
એક હજાર વર્ષના અંતે વિહાર કરતા ‘વિનીતા’ નગરીના ‘પુરિમતાલ’ નામના માગમાં ત્રણ ઉપવાસ કરી વડવૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્તિ અને રહેલા શ્રી ઋષભદેવ સ્વામીને ફાગણુ વિદ ૧૧ ચતુર્મુખ. ના દિવસે પહેલાજ પહેારમાં કેવળજ્ઞાન થયું, અર્થાત્ ભૂત, ભવિષ્ય અને વમાન કાળના સ`પદાર્થોના જાણુવા દેખવા રૂપ આત્મજ્ઞાન પ્રગટ થયું, તેથી ૬૪ ઇદ્રો અને દેવતાઓ આવ્યા, તેમણે સમવસરણની રચના કરી, તેના મધ્યભાગમાં સિંહાસન ઉપર પૂર્વ દેશામાં મુખ કરી ભગવાન્ ઋષભદેવ વિરાજમાન થયા. બીજી ત્રણ દિશાઓમાં પ્રભુજીના સ્વરૂપની ત્રણ મૂર્તિઓ દેવાએ સ્થાપી. લેાકા ચારે દિશામાં ભગવાનનેજ દેખતા તેથી શ્રી ઋષભદેવ ભગવાન ચારમુખવાળા બ્રહ્માના નામથી પ્રશિદ્ધ થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org