________________
૧૦૬
તત્ત્વયી મીમાંસા.
ખંડ ૧
છે તે તેનાં આવાંતર ભેદ થયેલા જ છે. ત્યાર બાદ પેાતાની પુત્રી બ્રાહ્મીને જમણા હાથથી ૧૮ પ્રકારની લિપીઓ શીખવી તેના પણ ખીજા અનેક અવાંતર ભેદા થયા. તથા પેાતાની પુત્રી સુંદરીને ડાબા હાથથી અંકવિદ્યા (ગણીતિવિદ્યા) શીખવી. એટલે બધાએ પ્રકારના વ્યવહારની શરૂઆત થઇ છતાં પણ સયાગને લઇને કોઇ વખત લુપ્તપ્રાય, તેા કેઇ કાળે વિસ્તાર રૂપ અને એક બીજાના સંચાગથી ઉત્પન્ન થયેલી નવી જેવી લાગતી, પશુ તે ભાષા નવીછે એમ કાંઇ નથી.
આ ચાલુ અવસર્પિણીના કાળમાં ત્રીજા આરા સુધી ભાઇ અને બહેન સાથે ઉત્પન્ન થઈને સંસારના વ્યવહાર કરતાં તે હવે શ્રી ઋષભદેવથી દૂર થઇને વિવાહ કરવાની પદ્ધતિ ચાલુ થઇ. પ્રથમના રાજા પણ પોતેજ થઇને ઘણા કાળ સુધી રાજ્ય કર્યું અને પ્રજાને સવાઁ પ્રકારની સુખ સગવડતા કરી આપી,તેથી તેમને જગના કર્તા, ઇશ્વર, અધીશ્વર, જગદીશ્વર, પરમેશ્વર, આદીશ્વર, ચેાગીશ્વર. બ્રહ્મા, વિષ્ણુ, તી કર, પ્રથમ બુદ્ધઆદિનામેાથી સખાધી. જે સ્તુતિ કરવામાં આવે છે અર્થાત્ ગુણ ગાવામાં આવે છે, તે ખધા શ્રી ઋષભદેવ ભગવાનના ગુણોનુવાદજ છે. ખાકીકાઇ આ સૃષ્ટિની ઉત્પત્તિના કર્તા તરીકે માનીને ગુણ ગાતા નથી.
ઉપર બતાવ્યા પ્રમાણે જગતના વ્યવહાર ચાલુ કરાવ્યા પછી મેટા પુત્ર ભરતને વિનીતા નગરીનું રાજ્ય, માહુબલીને ‘તક્ષશિલા ’ ( ગજની ) નુ રાજ્ય અને બાકીના પુત્રાને ખીજા દેશનાં રાજ્ય આપ્યાં. અત્યારે જે અંગદેશ અંગદેશ ( બંગાળ ) મગધદેશ વિગેરે દેશનાં નામ છે તે સ શ્રી ઋષભદેવના પુત્રાના નામથીજ પડેલાં છે.
:
આ બધી વ્યવસ્થા કર્યા પછી પાતે દીક્ષા ગ્રહણ કરી, તેમની સાથે કચ્છ, મહાકચ્છ સાંમતાદિક ચારહજાર પુરૂષોએ શ્રી રુષભદેવની દીક્ષા પણ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ તે વખતના લેાકેા શુદ્ધભિક્ષા આપવાનું સમજતા ન હતા. તેથી શ્રી ઋષભદેવ એક વર્ષ દિવસ સુધી શુદ્ધ ભિક્ષા ન મળતાં નિરાહાર પણે રહ્યા. કચ્છમહાકચ્છાદિકને પણુ આહાર લેવાની વિધિ જણાવેલી ન હેાવાથી તે પણ ભૂખે મરવા લાગ્યા. અંતે ભૂખ સહન ન થવાથી કંદ, મૂળ, ફળ, ફુલ, પત્ર, લાદિકના આહાર કરી, જટાને વધારતા, ‘ ગંગા ’નદીના તટ ઉપર તાપસ થઈ બ્રહ્માદિશબ્દોથી ઋષભદેવના જાપ, ધ્યાન, કરવા લાગ્યા. એક વર્ષીના અંતે શ્રી ઋષભદેવજી વૈશાખ સુદિ ૩ ને દિવસે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં તેમના પ્રપૌત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org