________________
પર
-
તત્ત્વત્રયી--મીમાંસા.
* ખંડ ૧
જણાતું નથી. અને વૈદિક ધર્મએ તે નહી જેવાજ થઈ પડેલા હોવા છતાં આડાં અવલાં ફાંફાં મારતા અને વેદમાં નવી નવી કલ્પિત કૃતિઓ દાખલ કરી દેતા. તે સમયમાં સૃષ્ટિ વિષયક સૂકતે દાખલ કરેલાં હોય, તેથી અસ્ત વ્યસ્ત રૂપે અનેક સૂક્ત લખાયાં હોય, એવું મારું જે અનુમાન છે તે સજજનેને વિચારવા યોગ્ય છે. સુષ્ટિના સંબંધે બીજા બધાએ વિચારેને છેવ દઈને માત્ર એક પ્રલય દશાના સૂકતનેજ વળગીને ચેડા વિચાર કરીને બતાવું છું—
જગવેદ-મંડલ છેલ્-દશમું-સૂક્ત ૧૨૯ મું, તે પણ મંડળના અંતભાગનું. સૃષ્ટિની ઉત્પત્તિના પૂર્વે શું હતું ? પ્રલય અવસ્થા–તેમાં જણાવ્યું છે કે–“ન લેક હતું, ન પૃથ્વી હતી, આકાશાદિક કાઈજ ન હતું. બ્રહ્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાની સાથે એકદમ ઉત્પન્ન થઈ ગઈ. આ સૃષ્ટિ ક્ય નિમિત્તથી, કયા ઉપાદાન કારણથી થઈ તે વાત પાછલથી ઉત્પન્ન થએલા વિદ્વાને પણ જાણી શક્યા નથી.”
આ વાત ઈશ્વરકૃત વેદમાં ગપ્પ ગેળા જેવી કેવી રીતે ઘૂસી ગઈ? સૃષ્ટિનું સ્વરૂપ જાણ્યા જોયા વગર વિદ્વાનેએ લખ્યું હોય તે પણ તે ગબ્ધ ગેળામાં ખપે? સુષ્ટિની ઉત્પત્તિના સંબંધે બ્રાહ્મણ ગ્રંથિથી તે વેદ સુધી જે વિચારે થયાં છે તેમાને કર્યો વિચાર સજજનેને સંતેષ આપે તેવે છે? કદ જેવા મુખ્ય ગ્રંથમાં આ પ્રલયઅવસ્થાનું સૂકત કયા જ્ઞાનીથી કયા કાળમાં દાખલ થવા પામ્યું? નાસ્તિક અદશ્ય પદાર્થોને ઈન્કાર કરીને દશ્યમાન પાંચભૂતની સત્તાને અનાદિની કબૂલ કરે છે. વૈદિકમાં પૃથ્વી, આકાશાદિક દશ્ય પદાર્થોને પણ ઈન્કાર–તે કેટલા દરજાને? સ્વામી દયાનંદજી ચાલુ જમાના પ્રમાણે વેદને અર્થ કરી, ત્રિકાલ અબાધિત–વેને મનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વેદતીર્થ નરદેવ શાસ્ત્રીજી-આજ સુધીમાં જેટલા પૂર્વેના પંડિત વેદના અર્થ કરી ગયા છે તે બધાએ પંડિતેને બાજુ ઉપર છોડી દઈને–આજ કાલના પંડિતેને નવીન અર્થો કરવાને ઉપદેશ આપી રહ્યા છે, આ તે વેદ (જ્ઞાન) કે વિટંબના?
આર્યોના તહેવારને ઇતિહાસ” ના લેખકે તૈત્તિરીય સંહિતાનો. ફકરાથી–“તું લેક છે, અનંત છે, અપાર છે, અક્ષય છે.” એમ પ્રથમ જણાવી તેની સાથે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યાને આજે બ્રહ્માનાં પચ્ચાસ વર્ષ થયાં અને આગળ બીજાં પચ્ચાસ વર્ષ પુરા થતાં, તેને (બ્રહ્માને) અને તેની સૃષ્ટિને પણ નાશ થશે. આ વાત કયા પ્રમાણથી લખીને બતાવી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org