________________
પ્રકરણ ૪ થું.
પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગતું.
આ ફકરાથી વિચાર કરવાનું કે--વેદેને ઇશ્વરકૃત માનીએ તે-સુષ્ટિની ઊત્પત્તિ, જુદા જુદા સ્વરૂપથી-સ્થળે સ્થળે શા કારણથી લખાઈ?
દંતકથાઓ –એટલે લેકમાં ચાલતી કથાઓ, પ્રાચીનમાં પ્રાચીન ઋગવેદ છે–તેમાં કેવી રીતે ઘસી ગઈ ? વળી ધર્મશા–એટલે બ્રાહ્મણગ્રંથ, સંહિતાઓ, ઊપનિષદે, સ્મૃતિઓ, અને પુરાણે–ગણવામાં આવે છે. અને તે પ્રાય વેદના પછીથીજ લખાએલાં છે, તેમાં લખાએલા સુષ્ટિની ઉત્પતિના વિચારે અનાદિના વેદોમાં કેવી રીતે દાખલ થવા પામ્યા ? ડા. મૅકડોનલે ઉપરના જ ફકરામાં જણાવ્યું છે કે- “સૂક્તોમાં સુષ્ટિની ઉત્પત્તિનો વિષય ધર્મશાસ્ત્રની રીત પ્રમાણે જ ચર્ચા છે તેના વિચારેજ અમોએ પૂર્વના લેખમાં આપેલા છે. તે તપાસીને જુવે તેમાં સત્યતા કેટલી છે? ( પુરાણોમાં–એકજ વિષ્ણુના કલ્પિત ર૪ અવતા, જેનોના ભિન્ન ભિન્ન રૂપે, ભિન્ન ભિન્ન સમયે થયેલા, ચોવીશ (૨૪) તીર્થકરોના અનુકરણરૂપે, અને ફરીથી એજ વિષ્ણુના ૧૦ અવતારેની કલ્પના બૌદ્ધોના દશ બોધિસત્વના અનુકરણરૂપે લખાયા તેજ અરસામાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધે પણ કલ્પિત સૂકતો વેદોમાં દાખલ કરવામાં આવ્યાં હોય એવું મારું અનુમાન છે. કારણ કે-વેદ કોલના ઋષિઓ દશ્ય પદાર્થોમાં શ્રદ્ધા રાખી અનેક પ્રકારની ઇચ્છાઓને તાબે થએલા સૂક્તોના ગાનથી ઈંદ્રાદિક દેવની પ્રાર્થનાઓ કરતા. પિતાના કાર્યની સિદ્ધી થતાં દેવની કૃપાથી થયું માનતા. તેજ પ્રમાણે સંકટ સમયે પણ સૂક્ત રચી દેવેની પ્રાર્થનાઓ કરતા. કાર્યની સફલતા થતાં દેવેની જ કૃપા સમજતા. એવી શ્રદ્ધાવાળા સરલ સ્વભાવી હશે. પરંતુ અતીંદ્રિયજ્ઞાનના અભાવે આત્મા ક્યાંથી આવે છે, કયાં જાય છે, નરક સ્વર્ગાદિક શું ચીજ છે, આ સુષ્ટિ કેવા પ્રકારથી ચાલી આવી છે અને કેવા પ્રકારથી ચાલતી રહેશે. ઇત્યાદિક વિશેષ વિચાર કરી શકયા હોય તેમ વેદથી જણાતું નથી. કારણ સૃષ્ટિ વિષયક મોટાં મેટાં સૂકો પ્રાયે અવેદના છેલલા દશમા મંડલમાં જ જોવામાં આવે છે. અને તે ઘણું મોડું જ લખાએલું છે. જેનોના સર્વજ્ઞ બાવીસમા તીર્થંકર થયા પછી લાંબા કાલે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને વશમા સર્વજ્ઞ શ્રી મહાવીર બે તીર્થકરે થોડાજ અંતરમાં થયા છે. તેમના સમયમાં-બૌદ્ધ, આજીવક, આદિ ત્યાગ માર્ગના ઊપદેશકોમાં આત્મા કયાંથી આવ્ય, કયાં જાય છે, નરક સ્વર્ગ શું ચીજ છે, કયે ઠેકાણે છે, સુષ્ટિ કેવા સ્વરૂપથી ચાલતી આવે છે અને કેવા સ્વરૂપની કયાંસુધી રહેશે. ઈત્યાદિક અનેક પ્રકારના વિષયની ચર્ચાઓ ઉપસ્થિત થતાં, સુષ્ટિના વિષયમાં ગૌતમ બુદ્ધે કાંઈ પણ વિશેષ રૂપે ઉત્તર આપેલ હોય તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org